BCCIના આ નિયમથી પંજાબ કિંગ્સ IPL 2025 ચેમ્પિયન બનશે ! RCB અને MI જોતા રહી જશે ?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2025ની ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ટીમ હતી. તેમ છતાં, જો પંજાબ બીજા ક્વોલિફાયર મેચ જીતીને ફાઈનલમાં પહોંચે છે, તો તે રમ્યા વિના પણ ચેમ્પિયન બની શકે છે. આની પાછળ BCCIનો એક ખાસ નિયમ છે, જેનો તેને ફાયદો થઈ શકે છે.

છેલ્લા 17 સિઝનથી IPLનો ખિતાબ જીતવામાં નિષ્ફળ રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલીવાર ચેમ્પિયન બનવાની કગાર પર છે. IPL 2025માં રજત પાટીદારના નેતૃત્વ હેઠળની આ ટીમે જોરદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ ખિતાબ જીતવાનું આ સ્વપ્ન ચકનાચૂર થઈ શકે છે અને તેનું કારણ BCCIનો એક ખાસ નિયમ હશે, જે એકવાર લાગુ થયા પછી બેંગલુરુ ચેમ્પિયન બનવાનું ફરી ચૂકી શકે છે. જો આવું થાય, તો પંજાબ કિંગ્સ IPL 2025નો ખિતાબ જીતશે, જે અત્યાર સુધી પોતાની પહેલી ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે.
ફાઈનલમાં બેંગલુરુ સામે કોણ ટકરાશે?
પણ આખરે આ નિયમ શું છે? ચાલો તમને વિગતવાર જણાવીએ. પહેલા વાત કરીએ બેંગલુરુની, જેણે 2016 પછી પહેલીવાર IPL ફાઈનલમાં જગ્યા બનાવી હતી. RCB એ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહ્યું હતું. પછી પહેલા ક્વોલિફાયરમાં, આ ટીમે પંજાબ કિંગ્સને હરાવીને સીધો ફાઈનલમાં પ્રવેશ કર્યો. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી. અહીં તેનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થયો હતો. આ મેચનો વિજેતા ફાઈનલમાં પ્રવેશ કરશે અને બેંગલુરુ સામે ટકરાશે.
પ્લેઓફનો આ નિયમથી પંજાબને ફાયદો
હવે વાત કરીએ BCCIના નિયમો વિશે, જે પહેલા પંજાબ અને મુંબઈ પર લાગુ થશે. આ નિયમ વરસાદ કે અન્ય કોઈ કારણોસર અવરોધ અંગે છે. વાસ્તવમાં પંજાબ અને મુંબઈ વચ્ચેની મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી. હવે જો વરસાદને કારણે આ મેચ સંપૂર્ણપણે રદ થઈ ગઈ હોત, તો પંજાબ કિંગ્સને તેનો ફાયદો થયો હોત. આનું કારણ એ છે કે IPL 2025 સિઝન માટે BCCIની ‘પ્લેઈંગ કન્ડિશન’ માં સ્પષ્ટ છે કે જો પ્લેઓફ મેચમાં પરિણામ મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જાય છે, તો પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવનાર ટીમને વિજેતા ગણવામાં આવશે.
પ્લેઓફ મેચો માટે કોઈ રિઝર્વ ડે નહીં
પ્લેઓફ મેચો માટે કોઈ રિઝર્વ ડે ન હોવાથી આવું કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં, પંજાબ ફાઈનલમાં પહોંચશે કારણ કે તે પહેલા સ્થાને હતું અને મુંબઈ ચોથા સ્થાને હતું. આ રીતે મુંબઈનું છઠ્ઠું ટાઈટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હોત. પરંતુ ફક્ત મુંબઈ જ નહીં, ફાઈનલમાં પણ આવી જ સ્થિતિ રહેશે. ‘પ્લેઈંગ કન્ડીશન’માં સ્પષ્ટ છે કે આ નિયમ ફક્ત ક્વોલિફાયર અને એલિમિનેટરમાં જ લાગુ પડશે નહીં, પરંતુ ફાઈનલમાં પણ લાગુ પડશે.
સંયુક્ત ચેમ્પિયન જાહેર કરવામાં આવશે નહીં
અત્યાર સુધી BCCIએ ફાઈનલ માટે રિઝર્વ ડે જાહેર કર્યો નથી. પરંતુ તે થવાની અપેક્ષા છે. જોકે, જો બંને દિવસે વરસાદને કારણે મેચનો નિર્ણય ન આવે, તો ફાઈનલમાં રમનારી બંને ટીમોને સંયુક્ત ચેમ્પિયન જાહેર કરવામાં આવશે નહીં, જેમ કે ICC ટુર્નામેન્ટમાં થાય છે. તેનાથી વિપરીત, પોઈન્ટ ટેબલમાં જે ટીમ ઉપર હશે તે વિજેતા બનશે.
પોઈન્ટ ટેબલમાં જે ટીમ ટોપ પર તે ચેમ્પિયન
હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પંજાબ પહેલા સ્થાને હતું અને બેંગલુરુ બીજા સ્થાને હતું. આવી સ્થિતિમાં, પંજાબ IPL 2025નું ચેમ્પિયન બની શકે છે. જોકે, જો પંજાબ કિંગ્સને બદલે મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં પહોંચે છે, તો તે સ્થિતિમાં બેંગલુર ને આ નિયમનો લાભ મળશે. કારણ કે બેંગલુરુ બીજા સ્થાને હતું અને મુંબઈ ચોથા સ્થાને હતું.
આ પણ વાંચો: PBKS vs MI : વરસાદે નીતા અંબાણીની ચિંતા વધારી, મુંબઈ ઈન્ડિયન્સના માલિક આ કારણે થયા પરેશાન