CSK vs KKR : MS ધોની પર એક કે બે મેચનો પ્રતિબંધ લગાવવો જોઈએ… વીરેન્દ્ર સેહવાગે CSK કેપ્ટન પર કેમ સવાલ ઉઠાવ્યા?
મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળી રહ્યો છે. CSK ચાહકો આ અંગે ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ધોનીની ટીકા કરતો જોવા મળી રહ્યો છે.

IPL 2025માં, મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યો છે. CSKનો રેગ્યુલર કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત થયા બાદ ધોનીને ટીમની કમાન સોંપવામાં આવી છે. ચાહકો આ અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ધોની કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કેપ્ટન તરીકે ફરી મેદાનમાં ઉતર્યો છે.
ધોનીના હાથમાં CSKની કમાન
અહીં ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો અને ત્યાં તેણે IPLનો એક મોટો રેકોર્ડ તેણે પોતાના નામે કર્યો. તે પહેલો અનકેપ્ડ ખેલાડી હશે જે ફરીથી IPLમાં કેપ્ટનશીપ કરશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના 5 વર્ષ પછી ખેલાડીને IPLમાં અનકેપ્ડ ગણવામાં આવે છે. આ જ કારણ છે કે CSKએ ધોનીને માત્ર 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો. જો કે ધોનીના કેપ્ટન બન્યા પછી પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગનો એક જૂનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ધોનીની ટીકા કરતો જોવા મળે છે.
વીરેન્દ્ર સેહવાગે શું કહ્યું?
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગનું એક જૂનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આમાં તેણે ધોનીની ટીકા કરી હતી. આ વીડિયો 2019નો છે. IPLની 12મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં અમ્પાયરના નિર્ણય સામે ધોની ડગઆઉટમાંથી મેદાનમાં આવ્યો હતો. આ કારણે ધોનીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ધોનીની 50 ટકા મેચ ફી પણ કાપી લેવામાં આવી હતી. આ મામલે સેહવાગે કહ્યું હતું કે ધોની પર 2-3 મેચનો પ્રતિબંધ લગાવવો જોઈએ.
Dhoni let off easily, should have been banned for at least 1-2 games – @virendersehwag#MSDhoni #VirenderSehwag #CricbuzzLIVE #Hindi #Umpiring #T20Cricket pic.twitter.com/9Hb9Va1hWt
— Cricbuzz (@cricbuzz) April 14, 2019
સેહવાગે ધોની પર બેનની કરી હતી માંગ
સેહવાગે વધુમાં કહ્યું કે જો તેણે ભારતીય ટીમ માટે આ કર્યું હોત તો મને ખૂબ આનંદ થયો હોત. ભારતીય ટીમના કેપ્ટન તરીકે મેં તેને ક્યારેય આટલા ગુસ્સામાં જોયા નહોતો. મને લાગે છે કે તે CSK વિશે તે વધુ ઈમોશનલ થઈ રહ્યો છે. સેહવાગે વીડિયોમાં કહ્યું હતું કે મને લાગે છે કે જ્યારે ચેન્નાઈના બે ખેલાડીઓ મેદાનમાં હતા ત્યારે તેણે મેદાનમાં આવવું જોઈતું ન હતું. તે બંને ખેલાડીઓ પણ ધોની જેટલા જ નો બોલ પર ગુસ્સે હતા. તો મને લાગે છે કે ધોનીએ આમ ન કરવું જોઈતું હતું.
આ વીડિયો હવે કેમ વાયરલ થઈ રહ્યો છે?
તે સમયે વીરેન્દ્ર સેહવાગે જે કહ્યું તે સાચું હતું, પરંતુ કરોડો ચાહકોને ધોની અંગે પ્રતિબંધ જેવા શબ્દો સાંભળવાનું પસંદ નથી. તે પણ વીરેન્દ્ર સેહવાગ જેવા મહાન ખેલાડી પાસેથી તો બિલકુલ નહીં. એટલા માટે ચાહકો સેહવાગના જૂના નિવેદનને વાયરલ કરીને એ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જ્યારે જૂના ખેલાડીઓ મેદાનની બહાર છે ત્યારે 43 વર્ષની ઉંમરે પણ ધોની કેપ્ટનશીપ કરવા માટે તૈયાર છે.
આ પણ વાંચો: પ્રીતિ ઝિન્ટાને મળી ગયો નવો પાર્ટનર, IPL 2025 વચ્ચે મળ્યા સારા સમાચાર