CSK vs DC : દિલ્હીએ ચેન્નાઈને તેના જ ઘરમાં કચડી નાખ્યું, IPL 2025માં જીતની હેટ્રિક નોંધાવી
Chennai Super Kings vs Delhi Capitals : ચેપોક સ્ટેડિયમમાં એક સમયે દરેક મેચ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાનો કિલ્લો બચાવવામાં નિષ્ફળ ગઈ છે. આ સિઝનમાં ટીમનો ઘરઆંગણે 3 મેચમાં આ સતત બીજો પરાજય છે. જ્યારે બીજી તરફ દિલ્હીએ ચેપોકમાં 15 વર્ષ પછી જીત મેળવી હતી.

IPL 2025 માં દિલ્હી કેપિટલ્સનું શાનદાર પ્રદર્શન ચાલુ છે, જ્યારે બીજી તરફ, 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો ખરાબ તબક્કો ચાલુ છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે શનિવાર, 5 એપ્રિલના રોજ રમાયેલી 17મી મેચમાં, દિલ્હી કેપિટલ્સે ઓલરાઉન્ડ પ્રદર્શન દ્વારા ચેન્નાઈ સુપર કિંગ્સને 25 રનથી હરાવ્યું. આ સાથે, દિલ્હીએ આ સિઝનમાં જીતની હેટ્રિક હાંસલ કરી અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું. જ્યારે ચેન્નાઈને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે.
ધોનીના માતા-પિતાની હાજરીમાં CSKની હાર
આ મેચ એટલા માટે પણ ખાસ હતી કારણ કે પહેલી વાર ધોનીના માતા-પિતા તેને જોવા માટે સ્ટેડિયમમાં આવ્યા હતા પરંતુ ધોની તેમની સામે ટીમ માટે મેચ પૂરી કરી શક્યો નહીં. આ સાથે, દિલ્હીએ 15 વર્ષ પછી ચેપોકમાં પહેલી વાર ચેન્નાઈને હરાવ્યું હતું.
.delhicapitals.win
Thank you, Chepauk pic.twitter.com/aLEkKB8v98
— Delhi Capitals (@DelhiCapitals) April 5, 2025
કેએલ રાહુલની દમદાર ફિફ્ટી
ચેપોક ખાતે રમાયેલી આ મેચમાં, દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 183 રન બનાવ્યા. દિલ્હી માટે, તેના નવા સ્ટાર કેએલ રાહુલને આ વખતે ઓપનિંગ માટે ઉતરવું પડ્યું કારણ કે ફાફ ડુ પ્લેસિસ ઈજાને કારણે બહાર હતો. રાહુલે આ તકનો લાભ ઉઠાવ્યો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાનદાર અડધી સદી ફટકારી. તેણે માત્ર 51 બોલમાં 77 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. તેના ઉપરાં અભિષેક પોરેલે 33 રન બનાવ્યા, જ્યારે સ્ટબ્સ, કેપ્ટન અક્ષર પટેલ અને રિઝવીએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
180થી વધુ રન ચેઝ કરવામાં CSK ફરી નિષ્ફળ
ચેન્નાઈના છેલ્લા 6 વર્ષના રેકોર્ડને ધ્યાનમાં લેતા આ લક્ષ્ય મુશ્કેલ લાગતું હતું. 2019થી ચેન્નાઈએ IPLમાં 180થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો નથી. આ વખતે પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો. ફરી એકવાર પાવર પ્લેમાં ટીમની શરૂઆત ખરાબ રહી અને નવી ઓપનિંગ જોડી કંઈ ખાસ કરી શકી નહીં. ફક્ત 6 ઓવરમાં ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી, જે 11મી ઓવર સુધીમાં 5 વિકેટ થઈ ગઈ, જ્યારે સ્કોર ફક્ત 74 રન હતો. ચેન્નાઈના દરેક બેટ્સમેન રન માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને તેનું સૌથી મોટું ઉદાહરણ ધોની અને વિજય શંકર વચ્ચેની ભાગીદારીમાં જોવા મળ્યું.
Fighting fifty from Vijay Shankar
He holds the fort with MS Dhoni #CSK need 69 runs from 21 deliveries
Updates ▶ https://t.co/5jtlxucq9j #TATAIPL | #CSKvDC pic.twitter.com/aV7gR3Ujy8
— IndianPremierLeague (@IPL) April 5, 2025
વિજય શંકર સિવાય તમામ બેટ્સમેન ફ્લોપ
ત્રીજી ઓવરમાં ક્રીઝ પર આવેલા વિજય શંકરને પહેલા જ બોલથી રન માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા અને તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, તે કોઈ મોટા શોટ ફટકારી શક્યો નહીં. આ દરમિયાન તેને ત્રણ વખત જીવનદાન મળ્યું હતું. ત્યારબાદ 11મી ઓવરમાં ધોનીએ પ્રવેશ કર્યો, જેની ચાહકો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કે તે વહેલા બેટિંગ કરવા આવે. પરંતુ આ બંને બેટ્સમેન એકસાથે ટીમને જરૂરી ગતિ આપી શક્યા નહીં.
ધોની CSKને જીત ન અપાવી શક્યો
ચાહકોને આશા હતી કે ધોની તેના માતાપિતાની સામે મેચ પૂરી કરશે પરંતુ એવું બન્યું નહીં અને ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 158 રન જ બનાવી શકી. ધોની અને શંકરે 84 રનની ભાગીદારી કરી પરંતુ આ માટે 57 બોલ રમ્યો, જે જીત માટે પૂરતા ન હતા.
આ પણ વાંચો: CSK vs DC: દિલ્હીએ ચેન્નાઈને તેમના જ ઘરમાં કચડી નાખ્યું, જીતની હેટ્રિક નોંધાવી