AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: અભિષેક શર્મા અને દિગ્વેશ રાઠી વચ્ચે લાઈવ મેચ દરમિયાન ઝપાઝપી થઈ, વચ્ચે આવ્યા અમ્પાયર

આઈપીએલ 2025ની 61મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન અભિષેક શર્મા અને લખનૌના સ્પિનર દિગ્વેશ રાઠી વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટના અભિષેક શર્માની વિકેટ લયા બાદ બની હતી. જેને દિગ્વેશ રાઠીએ આઉટ કર્યો હતો.

IPL 2025:  અભિષેક શર્મા અને દિગ્વેશ રાઠી વચ્ચે લાઈવ મેચ દરમિયાન ઝપાઝપી થઈ, વચ્ચે આવ્યા અમ્પાયર
| Updated on: May 20, 2025 | 11:15 AM
Share

આઈપીએલ 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે એક રોમાંચક મેચ દરમિયાન ઝપાઝપીના દશ્યો પણ જોવા મળ્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન અભિષેક શર્માએ પોતાની ઇનિંગના અંત પછી ગુસ્સો ગુમાવ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે LSG સ્પિનર ​​દિગ્વેશ રાઠીએ અભિષેકને આઉટ કર્યો, જેના પછી બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે અમ્પાયરો વચ્ચે પડ્યા હતા.

દિગ્વેશ રાઠી અને અભિષેક શર્માની થઈ ટકકર

આ ઘટના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચ દરમિયાન બની હતી. સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ્સની 8મી ઓવરમાં, અભિષેક શર્મા તે સમયે 59 રન પર શાનદાર બેટિંગ કરી રહ્યો હતો, દિગવેશ રાઠીના બોલ પર આઉટ થયો હતો. એક મોટો શોર્ટ રમી શાર્દૂલ ઠાકુરના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ રાઠીએ પોતાના નોટબુક સેલિબ્રેશન સાથે અભિષેક શર્માને આઉટ કરવાનો જશ્ન મનાવ્યો હતો. આ સેલિબ્રેશન પહેલા પણ વિવાદોમાં રહ્યું છે કારણ કે, કેટલાક ખેલાડીઓ અને ચાહકો આને આક્રમક માને છે.આ સિઝનમાં 5 ડિમેરિટ પોઈન્ટ મળવાનો અર્થ એ છે કે તેના પર 1 મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે તે 22 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં LSG વતી રમી શકશે નહીં.

પરંતુ દિગ્વેશ રાઠીએ આ દરમિયાન અભિષેક શર્માને સ્ટેડિયમમાંથી બહાર જવાનો ઈશારો કર્યો હતો. ત્યારબાદ અભિષેક શર્મા ગુસ્સે થયા અને બંન્ને ખેલાડીઓ ગુસ્સામાં એક બીજાને નજીક પહોંચી ગયા હતા. જેને લઈ અમ્પાયર્સ વચ્ચે આવ્યા હતા અને લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન રિષભ પંત પણ બેટ્સમેનોને સમજાવતો જોવા મળ્યો હતો. ત્યારબાદ અભિષેક શર્મા ગુસ્સામાં મેદાનની બહાર જતા જોવા મળ્યો હતો.

બે વાર દંડ ફટકારવામાં આવ્યો છે

દિગ્વેશ રાઠી સીઝનની શરુઆતથી પોતાના નોટબુક સેલિબ્રેશનના કારણે ચર્ચામાં છે. જેને લઈ તેમને પહેલા પણ બે વખત દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યાપબાદ બીસીસીઆઈએ ખેલાડીઓના જશ્ન પ્રત્યે ઉદાર રહેવાની સૂચના આપી છે, પરંતુ આવી ઘટનાઓ રમતની ભાવના પર પ્રશ્નો ઉભા કરે છે. હવે ફરીથી તેમની સામે કાર્યવાહી થઈ શકે છે અથવા અભિષેકને દંડ પણ ભરવો પડી શકે છે.

લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમ છે. જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ભાગ લે છે. આ ટીમની માલિકી RPSG ગ્રૂપની છે. લખનૌ સુપર જાયન્ટસના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">