IPL 2024: ડબલ હેડર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, મુંબઈની જીત બાદ 2 ટીમને નુકસાન થયું
આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની પહેલી જીત બાદ 2 ટીમોને નુકસાન થયું છે. તો લખનૌની ટીમ જીત સાથે ટોપ-3માં પહોંચી ગઈ છે. તો ચાલો આજે આપણે આઈપીએલ 2024નું પોઈન્ટ ટેબલ જોઈએ.

આઈપીએલ 2024માં રવિવારના દિવસે ડબલ હેડર મેચ રમાઈ હતી. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. બીજી મેચ લખનૌ સુપર જાયન્ટસ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. ડબલ હેડર મેચની પહેલી મેચમાં મુંબઈએ જીત મેળવી હતી. તો બીજી મેચ લખનૌ સુપર જાયન્ટસની ટીમના નામે રહી હતી. આ બંન્ને મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો.
પોઈન્ટ ટેબલમાં મુંબઈનું ખાતું ખોલ્યું
મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલ 2024ની પહેલી જીત મળી ગઈ છે. આ જીતની સાથે પોઈન્ટ ટેબલમાં પણ ફાયદો થયો છે. આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 10માં સ્થાન પર હતી, પરંતુ હવે 2 પોઈન્ટની સાથે 8માં સ્થાન પર આવી ગઈ છે. આ મેચમાંથી મળેલી હાર બાદ દિલ્હી કેપિટલ્સને નુકસાન થયું છે. દિલ્હીની સાથે સાથે આરસીબીની ટીમને પણ મોટું નુકસાન થયું છે.
દિલ્હી અને આરસીબીની ટીમને થયું મોટું નુકસાન
દિલ્હી કેપિટલ્સની ટીમે આ સીઝનમાં અત્યારસુધી 5 મેચ રમી છે. જેમાં તે માત્ર એક મેચ જીતી શકી છે અને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચોથી હાર બાદ તે 10માં સ્થાને આવી ગઈ છે. આ મેચ પહેલા તે 9માં સ્થાને હતી. આરસીબીની ટીમ હવે 9માં સ્થાને પહોંચી ગઈ છે. જે આ મેચ પહેલા 8માં સ્થાને હતી. આરસીબીએ અત્યાર સુધી રમેલી 5 માંથી માત્ર એકમાં જીત મેળવી છે, પરંતુ તે રન રેટના કારણે દિલ્હીથી એક સ્થાન ઉપર છે.
લખનૌની ટીમને મોટો ફાયદો થયો
લખનૌ સુપર જાયન્ટસને ગુજરાત વિરુદ્ધ મળેલી જીત બાજ પોઈન્ટ ટેબલમાં ફાયદો થયો છે. લખનૌની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર આવી ગઈ છે. લખનૌએ આ સીઝનમાં અત્યારસુધી 4 મેચ રમી છે અને 3 મેચમાં જીત મેળવી છે. ગુજરાતની ટીમ 5માંથી જીત હાર અને 3 હારની સાથે પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાન પર છે.
આ પણ વાંચો : IPL 2024 : રવિ બિશ્નોઈએ કેચ નહીં, મેચ પકડ્યો હતો, KL રાહુલ અને શુભમન ગીલે પણ કહ્યું-અદ્ભુત, જુઓ વીડિયો
