IPL 2024: મયંક યાદવ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવા માટે ફિટ, હવે ધોનીનું શું થશે?
લખનૌ સુપર જાયન્ટ્સનો એક્સપ્રેસ બોલર ગુજરાત જાયન્ટ્સ સામે રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ હવે તે તેમાંથી સાજો થઈ ગયો છે અને આગામી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવા માટે તૈયાર છે. આ મેચમાં તે પ્રથમ વખત મહેન્દ્ર સિંહ ધોનીનો સામનો કરવા જઈ રહ્યો છે. લખનૌએ મયંકનો પ્રેક્ટિસનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કોચની દેખરેખમાં બોલિંગ ટ્રેનિંગ કરી રહ્યો છે.
લખનૌ સુપર જાયન્ટ્સના ચાહકો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. પોતાની ઝડપી બોલિંગથી સનસનાટી મચાવનાર મયંક યાદવ ઈજામાંથી સાજો થઈ ગયો છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આગામી મેચ રમવા માટે તૈયાર છે. આ મેચની સૌથી ખાસ વાત એ છે કે મયંક પહેલીવાર મહેન્દ્ર સિંહ ધોનીની સામે હશે. જો ધોની બેટિંગ કરવા આવે છે તો બંને વચ્ચે શાનદાર મેચ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે 42 વર્ષનો માહી લખનૌ એક્સપ્રેસ મયંકના સ્પીડ બોલ પર સિક્સ ફટકારવામાં સક્ષમ છે કે નહીં?
ધોની અને મયંક આમને-સામને
લખનૌ સુપર જાયન્ટ્સે એક વીડિયો શેર કર્યો છે, જેમાં મયંક યાદવ કોચ જસ્ટિન લેંગરની દેખરેખમાં નેટ્સમાં બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. કેપ્શનમાં લખ્યું છે, ‘ફલાય અગેન’. મતલબ કે મયંક ફિટ છે અને ચેન્નાઈ સામે પોતાની બોલિંગથી ધમાલ મચાવવા તૈયાર છે. આ મેચમાં ભારતના સૌથી ઝડપી ક્રિકેટર અને ફાસ્ટ બોલર જ્યારે સામસામે આવશે, ત્યારે તે ચાહકો માટે દિલધડક ક્ષણ હશે.
મયંકની ગેરહાજરીમાં LSG બે મેચ હારી
તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સ સામે બોલિંગ કરતી વખતે મયંક ઈજાગ્રસ્ત થયો હતો. તેણે આ મેચમાં માત્ર એક ઓવર નાંખી, જે બાદ તે બહાર થઈ ગયો. ઈજાના કારણે તેને કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ સામે બેસવું પડ્યું હતું. તેની ગેરહાજરીમાં લખનૌએ ગુજરાત સામે જીત મેળવી હતી પરંતુ તે પછીની બે મેચ લખનૌ હારી ગયું.
Phir se udd chala pic.twitter.com/q8CP55Bkgk
— Lucknow Super Giants (@LucknowIPL) April 17, 2024
3 મેચમાં 6 વિકેટ લીધી
મયંક યાદવ પહેલીવાર ચર્ચામાં આવ્યો જ્યારે તેણે પંજાબ સુપર કિંગ્સ સામેની તેની ડેબ્યૂ મેચમાં 150kmphની સતત ઝડપે બોલિંગ કરી. આ સ્પેલમાં તેણે 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને સનસનાટી મચાવી દીધી હતી. આ પછી, તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને IPL ઈતિહાસના 5 સૌથી ઝડપી બોલરોમાંનો એક બની ગયો. મયંકની સૌથી ખાસ વાત એ છે કે તેની પાસે ઝડપની સાથે લાઈન અને લેન્થ પણ સારી છે. તેણે IPL 2024માં 3 મેચ રમી છે, જેમાં તેણે માત્ર 6ની ઈકોનોમી સાથે 6 વિકેટ લીધી છે.
આ પણ વાંચો : IPL 2024 : જોસ બટલરે તોડ્યો વિરાટનો રેકોર્ડ, RRએ IPLમાં ઈતિહાસનું કર્યું પુનરાવર્તન