IPL 2024: ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 35 રનથી હરાવ્યું, પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ ગુજરાત ટાઈટન્સે પાંચ વારની ચેમ્પિયન ચેન્નાઈ સપર કિંગ્સને 35 રને હરાવી IPL 2024માં પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. જ્યારે બીજી તરફ ચેન્નાઈની પ્લેઓફની સફર હવે ખતરનાક બની છે. ગુજરાત ટાઈટન્સની 12 મેચોમાં આ પાંચમી જીત છે અને આ સાથે ટીમ 10 પોઈન્ટ સાથે 10મા સ્થાનેથી આઠમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સનો છઠ્ઠો પરાજય થયો છે પરંતુ તે હજુ પણ 12 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે.

શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ધમાકેદાર સદીઓ બાદ મોહિત શર્માની ધમાકેદાર બોલિંગના આધારે ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 35 રનથી હરાવ્યું હતું. આ સાથે શુભમન ગિલની ટીમે IPL 2024માં પ્લેઓફમાં પહોંચવાની આશા ઓછામાં ઓછી આગામી મેચ સુધી અકબંધ રાખી છે. આ હારને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફના માર્ગમાં અવરોધો ઉભા થયા છે. હવે એક હાર પણ તેમને પ્લેઓફમાંથી બહાર કરી શકે છે. 12 મેચોમાં ચેન્નાઈની આ છઠ્ઠી હાર છે પરંતુ તે હજુ પણ ચોથા સ્થાને છે.
ગુજરાતની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત
અમદાવાદમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 231 રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો હતો. આ પછી ગુજરાતે પાવરપ્લેમાં 3 વિકેટ લઈને ચેન્નાઈને બેકફૂટ પર લાવી દીધું, જેમાંથી ટીમ ક્યારેય રિકવર થઈ શકી નહીં અને 20 ઓવરમાં 196 રન બનાવી શકી. આ જીત સાથે ગુજરાત પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે આઠમા સ્થાને પહોંચી ગયું છે. ચેન્નાઈની હારથી દિલ્હી, લખનૌ અને બેંગલુરુની આશાઓ પણ જીવંત રહી છે.
શુભમન ગિલની ચોથી IPL સદી
અગાઉ સતત 3 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેલા ગુજરાત માટે આ મેચ કોઈપણ ભોગે જીતવી જરૂરી હતી. આ આશા સાથે કેપ્ટન શુભમન ગિલ (104) અને સાઈ સુદર્શન (103)ની ઓપનિંગ જોડીએ આવતાની સાથે જ એટેક કર્યો. સુદર્શને પોતાની અડધી સદી 32 બોલમાં અને ગિલે 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી પણ બંનેએ ફટકાબાજી ચાલુ રાખી અને 17મી ઓવરમાં પોતપોતાની સદી પૂરી કરી. સૌપ્રથમ, શુભમન ગિલે 50 બોલમાં તેની સદી પૂરી કરી, જે આ સિઝનમાં તેની પ્રથમ અને IPLમાં તેની ચોથી સદી છે. IPLના ઈતિહાસની આ 100મી સદી પણ હતી.
An emphatic batting display backed by a comprehensive bowling performance #GT make it even for the season as they complete a 35 runs win over #CSK
Scorecard ▶️ https://t.co/PBZfdYt4lR#TATAIPL | #GTvCSK pic.twitter.com/ThkkI35ofY
— IndianPremierLeague (@IPL) May 10, 2024
સાઈ સુદર્શનની પહેલી સદી
સુદર્શને પણ આ જ ઓવરમાં પોતાની પ્રથમ સદી પૂરી કરી હતી. 22 વર્ષના યુવા બેટ્સમેને પણ માત્ર 50 બોલમાં સદી ફટકારી હતી. બંને વચ્ચે 104 બોલમાં 210 રનની જબરદસ્ત ભાગીદારી થઈ હતી. જો કે, બંનેને 18મી ઓવરમાં તુષાર દેશપાંડે (2/33) દ્વારા શિકાર બનાવવામાં આવ્યા હતા અને અહીંથી CSKએ પુનરાગમન કર્યું હતું. છેલ્લી 3 ઓવરમાં ચેન્નાઈના બોલરોએ માત્ર એક ફોર આપી અને માત્ર 22 રન આપ્યા અને 2 વિકેટ લીધી. તેમ છતાં ગુજરાત 231 રન સુધી પહોંચી શક્યું હતું. શાર્દુલ ઠાકુરને કોઈ વિકેટ મળી ન હતી પરંતુ તેણે 4 ઓવરમાં માત્ર 25 રન જ આપ્યા હતા.
CSK પાવર પ્લેમાં જ વિખરાઈ ગયું
આટલા મોટા સ્કોરના જવાબમાં ચેન્નાઈને ઝડપી શરૂઆતની જરૂર હતી પરંતુ થયું બરાબર ઊલટું. ટીમે પ્રથમ 3 ઓવરમાં માત્ર 10 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરેલો રચિન રવિન્દ્ર પહેલી જ ઓવરમાં રનઆઉટ થયો હતો અને અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેનું ખરાબ ફોર્મ પણ ચાલુ રહ્યું હતું, જ્યારે કેપ્ટન ઋતુરાજ આ વખતે ખાતું પણ ખોલી શક્યો નહોતો. આ બંનેની વિકેટ સંદીપ વોરિયર અને ઉમેશ યાદવે લીધી હતી. આ પછી ડેરીલ મિશેલ અને મોઈન અલીએ જબરદસ્ત એટેક કર્યો.
For his excellent and leading from the front, Shubman Gill wins the Player of the Match Award
Scorecard ▶️ https://t.co/PBZfdYswwj#TATAIPL | #GTvCSK pic.twitter.com/DI3iPp8awE
— IndianPremierLeague (@IPL) May 10, 2024
ગુજરાતે ચેન્નાઈને 35 રનથી હરાવ્યું
મિશેલે 27 બોલમાં અને મોઈને 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. બંને વચ્ચે 57 બોલમાં 109 રનની શાનદાર ભાગીદારી થઈ, જેણે ચેન્નાઈની આશા જીવંત રાખી. જોકે મોહિત શર્માએ શાનદાર સ્પેલ ફેંકી મેચનો માર્ગ બદલી નાખ્યો હતો. મોહિતે તેની 13મી અને 17મી ઓવર વચ્ચે સતત 3 ઓવરમાં મિશેલ (63), મોઈન (56) અને શિવમ દુબે (21)ની વિકેટ લઈને તમામ આશાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. ત્યારબાદ રાશિદ ખાને 18મી ઓવરમાં જાડેજા અને મિશેલ સેન્ટનરની વિકેટ લીધી હતી. અંતમાં ધોનીએ 11 બોલમાં અણનમ 26 રન બનાવીને ફરી એકવાર હારનું માર્જીન ઓછું કર્યું હતું અને ત્રણ સિક્સર અને ફોર ફટકારી ફેન્સને એન્ટરનેટ કર્યા હતા.
આ પણ વાંચો : IPL 2024માં ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાએ હવે તે કામ કરવું પડશે જે તેણે છેલ્લા 5 વર્ષથી નથી કર્યું