AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: માર્કસ સ્ટોઈનિસે ધમાકેદાર સદી ફટકારી લખનૌને રોમાંચક જીત અપાવી

માર્કસ સ્ટોઈનિસની સદી ભારે પડી હતી. લખનૌએ ચેન્નાઈએ આપેલ 211 રનના વિશાળ લક્ષ્યાંકને અંતિમ ઓવરમાં હાંસલ કરી ચેન્નાઈને તેના જ હોમ ગ્રાઉન્ડમાં હરાવ્યું હતું. આ રેકોર્ડબ્રેક જીતનો હીરો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ રહ્યો હતો, જેણે કમાલ ધમાલ સદી ફટકારી અસંભવને સંભવ બનાવ્યું હતું.

IPL 2024: માર્કસ સ્ટોઈનિસે ધમાકેદાર સદી ફટકારી લખનૌને રોમાંચક જીત અપાવી
Marcus Stoinis
| Updated on: Apr 23, 2024 | 11:54 PM
Share

IPL 2024ની 39મી મેચમાં જાણે કોઈ ચમત્કાર થયો હોય તેવું લાગી રહ્યું હતું. લખનૌ સુપર જાયન્ટ્સે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 210 રન બનાવ્યા હતા અને લખનૌની ટીમે 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. લખનૌની ટીમે અંતિમ ઓવરના પહેલા 3 બોલમાં જ મેચ જીતી લીધી હતી. મોટી વાત એ છે કે લખનૌએ ચેન્નાઈના ઘરમાં મેચ જીતી લીધી હતી. એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈને સંપૂર્ણ સમર્થન મળે છે પરંતુ માર્કસ સ્ટોઈનિસે 63 બોલમાં અણનમ 124 રન ફટકારીને લખનૌને રોમાંચક જીત અપાવી હતી.

છેલ્લી ઓવરનો રોમાંચ

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે લખનૌને છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી. છેલ્લી ઓવર મુસ્તાફિઝુર રહેમાને ફેંકી હતી અને માર્કસ સ્ટોઈનિસ સ્ટ્રાઈક પર હતો. આ ખેલાડીએ માત્ર 3 બોલમાં લખનૌને જીત અપાવી હતી. છેલ્લી ઓવરના પહેલા બોલ પર માર્કસ સ્ટોઈનિસે સિક્સર ફટકારી હતી. આ ખેલાડીએ બીજા બોલ પર જબરદસ્ત ફોર ફટકારી હતી. આ પછી, સ્ટોઈનિસે ત્રીજા બોલ પર ફરીથી ચોગ્ગો ફટકાર્યો અને આ બોલ નો બોલ બન્યો. આ પછી સ્ટોઈનિસે ફ્રી હિટ પર પણ ચોગ્ગો ફટકારીને લખનૌને જીત અપાવી હતી.

સ્ટોઈનિસનો જાદુ

માર્કસ સ્ટોઈનિસે લખનૌની જીત નક્કી કરી. ક્વિન્ટન ડી કોક શૂન્ય પર આઉટ થયા પછી સ્ટોઈનિસ પ્રથમ જ ઓવરમાં ક્રીઝ પર આવ્યો હતો અને આ જમણા હાથના બેટ્સમેને તેની અદ્ભુત બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. સ્ટોઈનિસે માત્ર 26 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે પડિકલ સાથે 33 બોલમાં અડધી સદીની ભાગીદારી કરી હતી. આ પછી આ ખેલાડીએ નિકોલસ પૂરન સાથે 26 બોલમાં અડધી સદીની ભાગીદારી કરી હતી.

તોફાની શોટ્સ ફટકારી લખનૌને જીત અપાવી

પુરનના આઉટ થયા બાદ આ ખેલાડી પર દબાણ વધી ગયું પરંતુ સ્ટોઈનિસ તૂટ્યો નહીં. સ્ટોઈનિસે માત્ર 56 બોલમાં સદી જ નથી ફટકારી પરંતુ છેલ્લી 2 ઓવરમાં તોફાની શોટ્સ ફટકારી આધારે લખનૌ માટે મેચ પણ જીતી લીધી હતી. અંતે તે હુડ્ડા સાથે મળીને 19 બોલમાં 55 રન જોડવામાં સફળ રહ્યો. આ ભાગીદારીએ ચેન્નાઈ પાસેથી જીતેલી મેચ છીનવી લીધી હતી.

આ પણ વાંચો : IPL 2024: કેએલ રાહુલે T20 વર્લ્ડ કપમાં વિકેટકીપર તરીકેની પોતાની દાવેદારી સાબિત કરતા લીધો જોરદાર કેચ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">