IPL 2023માં ડેથ ઓવર્સમાં આ બોલરોએ લીધી છે સૌથી વધુ વિકેટ, જાણો ખેલાડીઓના નામ

IPL 2023 માં અત્યાર સુધી ગ્રુપ સ્ટેજની 55 મેચ રમાઇ છે અને આગળ બીજી 15 મેચ રમાશે. આઇપીએલની 55મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 27 રનથી માત આપી હતી. નજર કરીએ તે ટોચના બોલર પર જેમણે આઇપીએલ 2023ની સીઝનમાં ડેથ ઓવર્સમાં શાનદાર બોલિંગ કરી છે.

IPL 2023માં ડેથ ઓવર્સમાં આ બોલરોએ લીધી છે સૌથી વધુ વિકેટ, જાણો ખેલાડીઓના નામ
Bowlers with most wickets in death overs in IPL 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 6:36 PM

આઇપીએલ 2023માં લગભગ દરેક મેચમાં ચોગ્ગા અને છગ્ગાઓનો વરસાદ થઇ રહ્યો છે. બેટ્સમેન તેમની તોફાની બેટીંગથી આઇપીએલની લોકપ્રિયતામાં વધારો કરી રહ્યા છે તો બોલર તેમની ઇકોનોમિકલ બોલિંગથી આઇપીએલમાં રોમાંચ વધારી રહ્યા છે. આઇપીએલમાં બુધવારે ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઇ હતી. ચેન્નઇની આ મેચમાં 27 રનથી જીત થઇ હતી. ચેન્નઈના બોલર ડેથ ઓવરમાં વિકેટ લેવામાં સફળ રહ્યા છે. પથીરાના અને દેશપાંડેએ આઇપીએલમાં ડેથ ઓવરમાં ટીમને મહત્વપૂર્ણ વિકેટ અપાવી છે.

ડેથ ઓવર શું છે ?

ટી20 ક્રિકેટમાં ઇનિંગની છેલ્લી ચાર ઓવરમાં જ્યારે બેટિંગ ટીમ વધુમાં વધુ રન કરવાનો પ્રયાસ કરતી હોય છે તે ઓવરને ડેથ ઓવર કહેવાય છે. ટી20 ક્રિકેટના ફોર્મેટમાં ઓવર 16 થી 20 ને ડેથ ઓવર કહેવામાં આવે છે. આ અંતિમ ચાર ઓવર બંને બેટિંગ અને બોલિંગ ટીમ માટે મહત્વની હોય છે. બેટિંગ ટીમ વધુ રન કરવાની તો બોલિંગ ટીમ વધુ વિકેટ લેવાની અને ઓછા રન આપવાની રણનીતિ બનાવે છે. એટલે જ છેલ્લા સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ બાદ ડેથ ઓવરની શરૂઆત થતી હોય છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
મોંઘી દાટ કેરી ખરીદ્યા પછી તેની છાલને ફેંકવાની જરૂર નથી, આ રીતે કરી શકો છો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ પણ વાંચો: ભારતીય બોક્સરોએ રચ્યો ઈતિહાસ, World Boxing Championshipમાં જીત્યા પ્રથમ વખત ત્રણ મેડલ

આઇપીએલ 2023માં ડેથ ઓવરમાં સૌથી વધુ વિકેટ

  1. મથીસા પથીરાના- 12 વિકેટ
  2. તુષાર દેશપાંડે- 8 વિકેટ
  3. મોહિત શર્મા- 8 વિકેટ
  4. અર્શદીપ સિંહ- 7 વિકેટ
  5. હર્શલ પટેલ- 7 વિકેટ
  6. યુઝવેન્દ્ર ચહલ- 6 વિકેટ
  7. સેમ કરન- 6 વિકેટ
  8. મોહમ્મદ શમી- 6 વિકેટ
  9. મોહમ્મદ સિરાજ- 6 વિકેટ
  10. ટી નટરાજન- 6 વિકેટ

આ લિસ્ટ પર નજર કરીએ તો ટોપ 10 માં જે બોલર છે તેમાં એક માત્ર સ્પિનર ચહલ છે. બાકી તમામ 9 ફાસ્ટ બોલર છે જે દર્શાવે છે કે ફાસ્ટ બોલર ડેથ ઓવરમાં વધુ વિકેટ લેતા હોય છે અને સ્પિનર પર અંતિમ ઓવરમાં એટલો વિશ્વાસ ટીમ દ્વારા મુકવામાં આવતો નથી. ટોચના ત્રણ બોલરની જો વાત કરીએ તો પ્રથમ બે બોલર ચેન્નઇ સુપર કિંગ્સના છે જે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે અને ત્રીજા સ્થાન પરનો બોલર ગુજરાત ટાઇટન્સ ટીમનો છે જે પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન પર છે. એટલે જે ટીમ ટોચ પર છે તેના બોલર ડોથ ઓવરમાં વિકેટ લેવામાં વધુ સફળ રહ્યા છે. ગુજરાત ટાઇટન્સના શમી જેણે ડેથ ઓવરમાં 6 વિકેટ લીધી છે તે આઇપીએલમાં કુલ 19 વિકેટ સાથે ટોચ પર છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">