AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: રોહિત શર્મા સાથે સેલ્ફી લેવી પડી ફેનને ભારે, નીકળી ગઈ ચીસ, હિટમેનની હરકત જોઈને થઈ જશો દંગ

મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ 30મી એપ્રિલે પોતાનો 36મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દિવસે રાજસ્થાન સામે મેચ દરમિયાન રોહિત શર્મા સાથે સેલ્ફી લેવી એક ફેનન ભારે પડી હતી. હિટમેને કઇક એવુ કર્યુ કે ફેનની ચીસ નીકળી ગઈ.

Video: રોહિત શર્મા સાથે સેલ્ફી લેવી પડી ફેનને ભારે, નીકળી ગઈ ચીસ, હિટમેનની હરકત જોઈને થઈ જશો દંગ
Rohit Sharma prank moment with fan
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 6:35 PM
Share

આઇપીએલ 2023 માં સ્ટેડિયમ ફેન્સથી ભરાયેલા રહે છે અને પ્લેયર્સને સપોર્ટ કરતા હોય છે. આવવું જ કંઈક મુંબઈ અને રાજસ્થાન સામેની મેચમાં વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળ્યુ હતુ. સંપૂર્ણ સ્ટેડિયમ પોતાની હોમ ટીમના સમર્થનમાં બ્લૂ જર્સીમાં નજર આવ્યા હતા. સાથે જ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માના ફેન્સ પણ સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દેખાયા હતા પણ મેચની એક ઈનિંગ બાદ એક ફેનને રોહિત શર્મા સાથે સેલ્ફી લેવાનું ભારે પડયુ હતુ.

આ પણ વાંચો: IPL 2023: 1000મી મેચના દિવસે બન્યા રેકોર્ડ 827 રન, 42માંથી 10 મેચમાં બન્યો 400થી વધુનો કુલ સ્કોર

રોહિત શર્માની ભૂલી જવાની ટેવ

રોહિત શર્માની ભૂલી જવાની આદતથી કોઇ પણ ક્રિકેટ ફેન અજાણ નથી. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ રોહિત શર્માની આ આદત વિશે જણાવ્યુ હતુ. તેણે કહ્યું હતુ કે રોહિત ફોન, ટૈબલેટ જેવી વસ્તુઓ ઘણી વખત ભૂલી જતો હોય છે. તેની આ આદત એક વખત ફરી મુંબઈના વાનખેડેમાં જોવા મળી હતી.

આ મેચમાં રોહિત શર્મા પવેલિયન જતા સમયે વચ્ચે ફેન્સ સાથે સેલ્ફી લેવા માટે રોકાયો હતો. તેણે એક ફેન સાથે ફોટો ક્લિક કરવા માટે આઈફોન લીધો હતો. ફોટો ક્લિક કર્યા બાદ રોહિત શર્માએ ફેન તરફ જોયુ હતુ અને બાદમાં તે ફોન લઈને આગળ ચાલ્યો ગયો હતો. જે બાદ ફોનના માલિકની ચીસ નીકળી ગઈ હતી. રોહિતનો આ ફની વીડિયો મુંબઇ ઇન્ડિયન્સે પોતાના સત્તાવાર ઇન્ટસ્ટાગ્રામ પર શેયર કર્યો હતો.

જુઓ વીડિયો

આઇપીએલમાં નથી ચાલી રહ્યો હિટમેનનો જાદુ

આઇપીએલ 2023માં અત્યાર સુધી રોહિત શર્માનું બેટ શાંત રહ્યુ છે. રાજસ્થાન સામેની મેચમાં પોતાના જન્મદિવસ નિમિત્તે તે કઇ ખાસ કરી શક્યો ન હતો. આ મેચમાં મુંબઇ તરફથી શાનદાર બેટીંગ જોવા મળી હતી. ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવની હાફ સેન્ચુરી અને ટીમ ડેવિડની તોફાની ઇનિંગના ભરોસે મુંબઇએ હોમ ગ્રાઉન્ડ પર પોતાનો ઝંડો ફરકાવ્યો હતો. પણ રાજસ્થાનના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલની સદીની ઇનિંગ સામે મુંબઇની જીત ફીકી પડી ગઈ હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">