IPL 2023: 1000મી મેચના દિવસે બન્યા રેકોર્ડ 827 રન, 42માંથી 10 મેચમાં બન્યો 400થી વધુનો કુલ સ્કોર

રવિવાર 30 એપ્રિલ 2023નો દિવસ આઇપીએલ માટો ખાસ રહ્યો હતો. આઇપીએલ ઇતિહાસની 1000મી મેચ મુંબઇ ઇન્ડીયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. 1000મી મેચના દિવસે બંને મેચમાં 200 થી વધુનો રનનો સ્કોર ચેઝ થયો હતો. આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યુ હતુ કે એક દિવસમાં 800થી વધુ રન બન્યા હતા.

IPL 2023: 1000મી મેચના દિવસે બન્યા રેકોર્ડ 827 રન, 42માંથી 10 મેચમાં બન્યો 400થી વધુનો કુલ સ્કોર
400 plus total score achieved 10 times in 42 matches in IPL 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 6:10 PM

રવિવાર 30 એપ્રિલ, 2023ના રોજ આઇપીએલ 2023માં સુપર સન્ડેનો દિવસ હતો, કારણ કે આ દિવસે બે મેચનું આયોજન થયુ હતુ. હેરાન કરવાવાળી વાત એ રહી કે બંને મેચમાં 400-400થી વધુ રન બન્યા હતા. દરેક ટીમે ઓછામાં ઓછા 200 રન બનાવ્યા હતા. આની શરૂઆત ચેન્નઇ સુપર કિંગ્સે કરી હતી. ચેન્નઇએ પંજાબ સામે 200 રન બનાવ્યા હતા. જ્યારે પંજાબે અંતિમ બોલમાં આ રન ચેઝને અંજામ આપ્યો હતો. આ બાદ આઈપીએલની 1000મી મેચમાં રાજસ્થાને પ્રથમ બેટીંગ કરતા 200 પ્લસનો સ્કોર કર્યો હતો તો મુંબઈએ આ લક્ષ્યાંક અંતિમ ઓવરમાં હાંસિલ કર્યો હતો.

એક દિવસમાં બન્યા રેકોર્ડ 800થી વધુ રન

રવિવારે આઇપીએલ 2023 માં બે મેચ રમાઇ હતી. પ્રથમ મેચ જે આઇપીએલ ઇતિહાસની 999મી મેચ હતી તેમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઇ હતી. ચેન્નઇએ પ્રથમ બેટિંગ કરતા મેચમાં 4 વિકેટ ગુમાવી 200 રન કર્યા હતા. ચેન્નાઈ તરફથી કોનવેએ સૌથી વધુ નોટ આઉટ 92 રન કર્યા હતા અને પંજાબ તરફથી ચાહર, અર્શદીપ, કરન અને રાઝાએ 1-1 વિકેટ ઝડપી હતી. જવાબમાં પંજાબ કિંગ્સે 6 વિકેટ ગુમાવી અંતિમ બોલ પર મેચમાં જીત મેળવી હતી. પંજાબને અંતિમ બોલ પર ત્રણ રનની જરૂર હતી અને રાઝાએ વિનિંગ રન માર્યા હતા. પંજાબ તરફથી લિવિંગસ્ટને 24 બોલમાં 40 રન કર્યા હતા અને ચેન્નઇ તરફથી તુષાર દેશપાંડેએ 3 વિકેટ ઝડપી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

દિવસની બીજી મેચમાં જે આઈપીએલ ઈતિહાસની 1000મી મેચ હતી તેમાં મુંબઈએ રાજસ્થાનને 6 વિકેટથી માત આપી હતી. અંતિમ ઓવરમાં મુંબઇને જીત માટે 17 રનની જરૂર હતી. રાજસ્થાન તરફથી હોલ્ડર બોલિંગ કરી રહ્યો હતો તો મુંબઈ તરફથી સ્ટ્રાઈક પર ટીમ ડેવિડ હતો. ડેવિડે હોલ્ડરની બોલિંગ પર સતત બોલમાં ત્રણ સિક્સ મારીને મુંબઈને શાનદાર જીત અપાવી હતી. વાનખેડેમાં આ જ સુધી ક્યારેય 200 કે તેથી વધુનો સ્કોર ચેઝ થયો નથી. આ પેહલા 2019 માં મુંબઇએ પંજાબ સામે 198 રન ચેઝ કર્યા હતા.

આ પણ વાંચો:  IPL 2023: ફક્ત 42 મેચમાં જ 200 રનનો સ્કોર 24 વખત પાર, આ સીઝનમાં કેમ થઈ રહ્યો છે રનનો વરસાદ?

આઇપીએલ 2023માં 10મી વખત કુલ 400 પ્લસ રનનો સ્કોર

આઇપીએલ 2023 માં આઇપીએલ ઈતિહાસની 1000મી મેચના દિવસે આ સીઝનનો કુલ 400 પ્લસનો સ્કોર 10 મી વખત નોંધાયો હતો. બંને મેચમાં 400-400 રનનો કુલ સ્કોર નોંધાયો હતો. આ સીઝનમાં 42 મેચ જ રમાઇ છે અને 10મી વખત બંને ટીમે મળીને કુલ 400 પ્લસનો સ્કોર પ્રાપ્ત કર્યો હતો. નજર કરીએ આઇપીએલ ઇતિહાસની દરેક સીઝનમાં કેટલી વખત નોંધાયો છે એક મેચમાં 400 પ્લસનો કુલ સ્કોર.

  1. આઇપીએલ 2023- 10 વખત
  2. આઇપીએલ 2022- 7 વખત
  3. આઇપીએલ 2021- 4 વખત
  4. આઇપીએલ 2020- 4 વખત
  5. આઇપીએલ 2019- 4 વખત
  6. આઇપીએલ 2018- 6 વખત
  7. આઇપીએલ 2017- 3 વખત
  8. આઇપીએલ 2016- 2 વખત
  9. આઇપીએલ 2015- 2 વખત
  10. આઇપીએલ 2014- 4 વખત
  11. આઇપીએલ 2013- 0 વખત
  12. આઇપીએલ 2012- 2 વખત
  13. આઇપીએલ 2011- 1 વખત
  14. આઇપીએલ 2010- 4 વખત
  15. આઇપીએલ 2009- 0 વખત
  16. આઇપીએલ 2008- 5 વખત

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">