AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ફક્ત 42 મેચમાં જ 200 રનનો સ્કોર 24 વખત પાર, આ સીઝનમાં કેમ થઈ રહ્યો છે રનનો વરસાદ?

Most 200 plus score in IPL 2023: IPL 2023 માં અત્યારે જ એટલા 200 પ્લસ રન બની ચૂક્યા છે કે જૂના બધા રેકોર્ડસ ટૂટી ગયા છે. આ સીઝન IPL ઇતિહાસમાં સૌથી વધુ 200 પ્લસ સ્કોરની સાક્ષી બની છે. અત્યાર સુધી 200 પ્લસનો સ્કોર 24 વખત નોંધાયો છે.

IPL 2023: ફક્ત 42 મેચમાં જ 200 રનનો સ્કોર 24 વખત પાર, આ સીઝનમાં કેમ થઈ રહ્યો છે રનનો વરસાદ?
200 Plus score achieved 24 times in IPL 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 2:13 PM
Share

ક્રિકેટની રમતમાં ખાસ કરીને ટી20 ફોર્મેટમાં સદીઓની સુનામી આવે તો પણ વાત સમજમાં આવે. પણ, આઇપીએલ 2023 માં તો 42 મેચ બાદ સદીના નામે ફક્ત 3 જ સેન્ચુરી ફટકારવામાં આવી છે. હેરી બ્રુક, વેંકટેશ ઐયર અને યશસ્વી જાયસ્વાલે આ સીઝનમાં ત્રણ સદી ફટકારી છે. તે બાદ પણ 200 રનનો ટોટલ, બે કે દસ વખત નહીં પણ 24 વખત પાર થયો છે. એટલે કે 42 મેચમાં 24 ઈનિંગ એવી રહી છે કે જેમાં ટીમે 200 પ્લસનો સ્કોરનો હાંસિલ કર્યો છે. સવાલ એ છે કે આવું કેમ? કારણ કે ગત 15 સીઝનમાં આવું થયુ ન હતું. તો પછી આ સીઝનમાં આટલો વિસ્ફોટ કેમ કે તમામ રેકોર્ડ ધવ્સ્ત થઇ ગયા.

IPL 2023માં 200 પ્લસ સ્કોરનું પૂર કેમ ?

આવો હવે નજર કરીએ તે કારણો પર જેના લીધે આ સીઝનમાં રનોનો વરસાદ થયો છે. ટીમ 200 પ્લસનો સ્કોર બનાવવાથી કેમ ચૂકી નથી રહી. પ્રથમ કારણ છે કે બેટ્સમેન કોઇ પણ માઇલસ્ટોન વિશે વિચાર કર્યા વગર રન બનાવી રહ્યા છે. તે સદીની નજીક પહોંચીને પણ તોફાની અંદાજમાં બેટીંગ કરી રહ્યા છે. તે ટીમ માટે નીડર થઇને રન બનાવી રહ્યા છે. આ જ કારણ છે કે અત્યાર સુધી આઇપીએલમાં ફક્ત ત્રણ સદી જ નોંધાઇ છે. કારણ કે ઘણા બેટ્સમેનને નાઇન્ટીઝમાં પોતાની વિકેટ ગુમાવવી પડી છે.

200 પ્લસ જેવો મોટો સ્કોર ઊભો કરવામાં માટે બે વસ્તુઓની અત્યંત જરૂર હોય છે. પ્રથમ બેટીંગ વખતે સારી શરૂઆત અને પછી જોરદાર અંત. અને આઇપીએલ 2023માં આ બંને વસ્તુઓ વધારે જોવા મળી છે. આ સીઝનમાં સર્વાધિક રન બનાવવાની લીસ્ટમાં ટોપ 10 રન બનાવનાર વધુ ખેલાડીઓ ઓપનર જ છે અથવા નંબર ત્રણના બેટ્સમેન છે. આ બધાએ કેટલા રન બનાવ્યા છે તે વાત મૂકી દો, એ જુઓ કે આ બધાની સ્ટ્રાઇક રેટ કેટલી છે?

આ પણ વાંચો: IPL 2023: સંદીપ શર્માએ IPLના બેસ્ટ કેચ સાથે અપાવી કપિલ દેવ અને જોન્ટી રોડ્સની યાદ, જુઓ Video

સ્ટ્રાઇક રેટ બતાવે છે બેટ્સમેનનો મિજાજ

T20 માં સ્ટ્રાઇક રેટનો મોટો રોલ હોય છે. આનાથી બેટ્સમેનની આક્રમકતા દેખાય છે અને ટોપ 10માં સામેલ એક કે બે બેટ્મેનને ભૂલી જઇએ તો તમામનો સ્ટ્રાઇક રેટ 140 થી ઉપરનો રહ્યો છે. જેનો અર્થ છે કે તે બેટ્સમેન વધુમાં વધુ રન ઓછા બોલમાં કરવામાં સફળ રહ્યા છે.

ટોપ ઓર્ડરના આ બેટ્સમેનની જેમ શાનદાર સ્ટ્રાઇક રેટ લગભગ તમામ ટીમોના મિડલ ઓર્ડર બેટ્સમેનનો પણ છે. જે પણ ટીમના મીડલ ઓર્ડર બેટ્સમેન ટોપ 10 રન બનાવનારની લીસ્ટમાં છે તેમાંથી લગભગ બધા બેટ્સમેનની સ્ટ્રાઇક રેટ 150 થી વધુની છે. જેનો અર્થ છે કે શાનદાર શરૂઆત સાથે એક જબરદસ્ત અંત પણ જોવા મળી રહ્યો છે.

200 પ્લસ રનની પાર્ટી હજુ પણ યથાવત છે

આ જ શાનદાર શરૂઆત અને અંતનો કારણ છે કે IPL 2023 માં 24 એવી ઇનિંગ રહી છે કે 200 પ્લસનો સ્કોર પ્રાપ્ત થયો છે. અને હજુ તો પાર્ટી ચાલી રહી છે. શું ખબર આગળ પણ કેટલા 200 પ્લસના સ્કોર થઇ જાઇ.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
g clip-path="url(#clip0_868_265)">