Viral Video : કેપ્ટન ધોની સામે સિંગર અરિજીત સિંહ નતમસ્તક, ફોટો થયો વાયરલ

TV9 GUJARATI

|

Updated on: Apr 01, 2023 | 9:16 PM

ઓપનિંગ સેરેમની બાદ બોલિવૂડ સ્ટાર, બીસીસીઆઈના અધિકારીઓ અને બંને ટીમના કેપ્ટનોએ આઈપીએલની ટ્રોફી સાથે ફોટો પડાવ્યો હતો. આ દરિયાન સિંગર અરિજીત સિંહ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીને પગે લાગ્યો હતો. આ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : કેપ્ટન ધોની સામે સિંગર અરિજીત સિંહ નતમસ્તક, ફોટો થયો વાયરલ
Arijit Singh touched Dhoni s feet

Follow us on

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની 16મી સિઝનની ધમાકેદાર શરુઆત થઈ છે. સાંજે 6 કલાકે એન્કર મંદિરા બેદીએ ઓપનિંગ સેરેમનીની શરુઆત કરાવી હતી. સૌ પ્રથમ અરિજીત સિંહે પોતાના અવાજ અને બોલિવૂડ સોન્ગથી ફેન્સને મંત્રમુગ્ધ કર્યા હતા. આઈપીએલની આ ઓપનિંગ સેરેમનીમાં 1 લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા.

ઓપનિંગ સેરેમની બાદ બોલિવૂડ સ્ટાર, બીસીસીઆઈના અધિકારીઓ અને બંને ટીમના કેપ્ટનોએ આઈપીએલની ટ્રોફી સાથે ફોટો પડાવ્યો હતો. આ દરિયાન સિંગર અરિજીત સિંહ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીને પગે લાગ્યો હતો. આ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો થયો વાયરલ

ગુજરાત ટાઈન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સની આ સિઝનની પ્રથમ મેચ રમાઈ હતી. હાર્દિક પંડયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. 20 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 178 રન રહ્યો હતો. 179 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાતની ટીમની શરુઆત શાનદાર રહી હતી. અંતિમ ઓવરમાં ગુજરાત ટાઈટન્સે રોમાંચક જીત મેળવી હતી.

અરિજીત સિંહે પોતાના અવાજથી ફેન્સને મંત્રમુગ્ધ કર્યા

સાઉથની બે અભિનેત્રીઓ તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાનાના પરફોર્મન્સ પર સ્ટેડિયમ ઝૂમી ઉઠયુ હતુ. આ ઓપનિંગ સેરેમનીના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

તમન્ના ભાટિયાનું ધમાકેદાર પરફોર્મન્સ

નેશનલ ક્રશનું શાનદાર પરફોર્મન્સ

લગભગ 5 વર્ષ બાદ આઈપીએલમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આ પહેલા ભારતીય સૈનિકો પર હુમલા અને કોરોના માહામારીને કારણે ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. અમદાવાદની ઓપનિંગ સેરેમની ઐતિહાસિક ઓપનિંગ સેરેમની બની છે. આ ઓપનિંગસ સેરેમનીમાં 1 લાખથી વધારે ફેન્સ હાજર રહ્યા હતા.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati