IPL 2022 PBKS vs RR Live Streaming: રાજસ્થાનનું ગણીત બગાડી શકે છે પંજાબ કિંગ્સ, જાણો ક્યારે, ક્યા અને કઇ રીતે જોઇ શકશો આ રોમાંચક મેચ

Punjab Kings vs Rajasthan Royals Live Streaming: છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સને (GT) હરાવ્યા પછી, પંજાબ કિંગ્સનો (PBKS) ઇરાદો મોટો છે. હવે એ જ ઇરાદા સાથે તેઓ રાજસ્થાનનો (RR) સામનો કરવા ઉતરશે. જેની બોલિંગ એક મોટો પડકાર બની શકે છે.

IPL 2022 PBKS vs RR Live Streaming: રાજસ્થાનનું ગણીત બગાડી શકે છે પંજાબ કિંગ્સ, જાણો ક્યારે, ક્યા અને કઇ રીતે જોઇ શકશો આ રોમાંચક મેચ
PBKS vs RR (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 4:00 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં પંજાબ કિંગ્સે (Punjab Kings) તેની છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સને (Gujarat Titans) હરાવ્યું હતું. 8 વિકેટે મળેલી આ જીત તેના માટે સંજીવનીનું કામ કર્યું છે. પંજાબના બેટ્સમેનો તેમાં શાદનાર પ્રદર્શન કરતા રનનો વરસાદ કર્યો હતો. શિખર ધવન અને લિયામ લિવિંગ્સ્ટનનું ફોર્મ પણ બેજોડ દેખાતું હતું. પંજાબની જીતના આ બધા પ્લસ પોઈન્ટ હતા. હવે એ જ વધેલા મનોબળ સાથે આ ટીમ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના પડકારનો પણ સામનો કરશે.

પંજાબ કિંગ્સ (Punjab Kings) ટીમની પ્લે-ઓફ રમવાની ઈચ્છા હજુ પણ પૂરી થઈ શકે છે. બસ આ માટે તેણે પોતાની તમામ મેચ જીતવી પડશે. તેણે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલ ગુજરાત ટાઇટન્ને હરાવ્યું હતું. પરંતુ રાજસ્થાન તેમના માટે મોટો અવરોધ છે. કારણ કે આ ટીમના બોલરો થોડા વધુ ઘાતક છે. અશ્વિન, ચહલ, બોલ્ટ અને કુલદીપ સેન સામે જીતવા માટે ખાસ રણનીતિ બનાવવી પડશે અને આ કાર્ય એટલું સરળ નહીં હોય.

પંજાબ માટે રાજસ્થાન મોટો પડકાર

પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ત્રીજા નંબર પર છે. તેણે અત્યાર સુધી રમાયેલી 10 માંથી 6 મેચ જીતી છે. પરંતુ પંજાબ કિંગ્સ એટલી જ મેચોમાં 5 જીત સાથે 7 માં નંબરે છે. જો કે જો પંજાબની ટીમ રાજસ્થાનને હરાવવામાં સફળ રહે છે તો તેને મોટો ફાયદો મળી શકે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

PBKS vs RR, IPL 2022 : જાણો ક્યારે, ક્યા અને કઇ રીતે મેચ જોઇ શકશો.

પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL-2022 ની મેચ ક્યારે રમાશે? પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL-2022ની મેચ શનિવાર, 7 મેના રોજ રમાશે.

પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ક્યાં રમાશે? પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે? પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનો ટોસ બપોરે 3 વાગ્યે યોજાશે જ્યારે પ્રથમ દાવ 3.30 વાગ્યે શરૂ થશે.

પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકો છો? પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

પંજાબ કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકાશે? પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર સબસ્ક્રિપ્શન સાથે જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">