IPL 2022: Bhuvneshwar Kumar એ IPLના મોટા રેકોર્ડ મામલે ઈરફાન પઠાણની બરાબરી કરી

IPL 2022 : ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) લીગમાં અત્યાર સુધી 10 મેચમાં કુલ 10 વિકેટ ઝડપી છે. તેણે અત્યાર સુધી IPL ની 142 મેચમાં 152 વિકેટ લીધી છે.

IPL 2022: Bhuvneshwar Kumar એ IPLના મોટા રેકોર્ડ મામલે ઈરફાન પઠાણની બરાબરી કરી
Bhuvneshwar Kumar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 1:27 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે ગુરુવારે મેચ રમાઇ હતી. જેમાં દિલ્હી કેપિટલ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમને 21 રને કારમી હાર આપી હતી. જોકે આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ માટે ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) એ સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે મેડન ઓવર પણ ફેકી હતી. આ મેડન ઓવરના કારણે ભુવનેશ્વરે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. IPL માં સૌથી વધુ મેડન ઓવર નાખવાના મામલે તેણે ભારતના પુર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ (Irfan Pathan) ના રેકોર્ડની બરોબરી કરી છે.

IPL માં સૌથી વધુ મેડન ઓવર નાખવાના મામલે ભુવનેશ્વર કુમાર બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે અત્યાર સુધીમાં કુલ 10 મેડન ઓવર ફેંકી છે. ભુવનેશ્વર કુમારે આ મામલે ઈરફાન પઠાણની બરાબરી કરી લીધી છે. ઈરફાન પઠાણ (Irfan Pathan) એ અત્યાર સુધી 10 મેડન ઓવર પણ ફેંકી છે. પ્રવીણ કુમાર (Praveen Kumar) આ મામલે પ્રથમ સ્થાને છે. પ્રવીણ કુમારે અત્યાર સુધી કુલ 14 મેડન ઓવર ફેંકી હતી. આ મામલામાં લસિથ મલિંગા (Lasith Malinga) ત્રીજા સ્થાને છે. લસિથ મલિંગાએ કુલ 8 મેડન ઓવર ફેંકી છે. જ્યારે સંદીપ શર્મા અને ધવલ કુલકર્ણી પણ 8-8 મેડન ઓવર સાથે ત્રીજા સ્થાને છે.

ભુવનેશ્રવ કુમારે IPL ની 142 મેચમાં 152 વિકેટ ઝડપી ચુક્યો છે

ઉલ્લેખનીય છે કે ભુવનેશ્વર કુમારે આ સિઝનમાં અત્યાર સુધી ઘણી સારી બોલિંગ કરી છે. તેણે 10 મેચમાં કુલ 10 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન એક મેચમાં 22 રનમાં 3 વિકેટ લેવાનું રહ્યું છે. ભુવનેશ્વર કુમારનું ઓવરઓલ પરફોર્મન્સ પણ ઘણું સારું રહ્યું છે. તેણે અત્યાર સુધી IPL ની 142 મેચમાં 152 વિકેટ લીધી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

IPL માં સૌથી વધુ મેડન ઓવર કરનાર બોલરોઃ

  1. પ્રવીણ કુમારઃ 14
  2. ભુવનેશ્વર કુમારઃ 10
  3. ઇરફાન પઠાણઃ 10
  4. લસિથ મલિંગાઃ 8
  5. સંદીપ શર્માઃ 8
  6. ધવન કુલકર્ણીઃ 8
  7. ડેલ સ્ટેનઃ 7

દિલ્હી ટીમે 21 રને મેચ જીતી હતી

દિલ્હીએ હૈદરાબાદને 21 રને હાર આપી હતી. ટોસ જીતીને હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. દિલ્હીએ ટોસ હારીને બેટીંગ કરતા ડેવિડ વોર્નર (David Warner) અને રોવમેન પોવેલ (Rovman Powell) ની શાનદાર અડધી સદીની ઈનીંગ વડે 207 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જવાબમાં નિકોલસ પૂરનની તોફાની રમત વડે દિલ્હીનો પિછો હૈદરાબાદે કર્યો હતો. 20 ઓવરના અંતે હૈદરાબાદે 186 રન નોંધાવ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">