IPL 2022: મયંક અગ્રવાલ અને શિખર ધવન ઓપનિંગ કરશે, આ હોઈ શકે છે પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

IPL 2022 માં પંજાબ કિંગ્સની પહેલી મેચ 27 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે. આ પહેલા જાણી લો પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન.

IPL 2022: મયંક અગ્રવાલ અને શિખર ધવન ઓપનિંગ કરશે, આ હોઈ શકે છે પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન
Punjab Kings (PC: Punjab Kings)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 11:10 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝનનું બ્યુગલ વાગી ગયું છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 26 માર્ચના રોજ રમાશે. ત્યારે પંજાબ કિંગ્સની (Punjab Kings) ટીમ તેની પ્રથમ મેચ 27 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે. આ પહેલા અમે તમને જણાવીએ કે પંજાબ કિંગ્સ ટીમની પહેલી મેચમાં પ્લેઇંગ ઇલેવન કેવી રહેશે.

મયંક અગ્રવાલ અને શિખર ધવન કરશે ઓપનિંગ

IPL 2022 માં પંજાબ કિંગ્સ માટે સુકાની મયંક અગ્રવાલ અને શિખર ધવન ઇનિંગ્સની શરૂઆત કરશે. આ સાથે જ ઈંગ્લેન્ડનો વિકેટ કીપર બેટ્સમેન જોની બેરસ્ટો ત્રીજા નંબર પર રમવા મેદાન પર ઉતરશે. જોકે, બેરસ્ટો હાલમાં ઈંગ્લેન્ડની ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી રમી રહ્યો છે. આવી સ્થિતિમાં તે શરૂઆતની મેચોમાં રમી શકશે નહીં.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

મિડલ ઓર્ડર કેવું રહશે

મિડલ ઓર્ડરમાં લિયામ લિવિંગસ્ટોન, શાહરૂખ ખાન અને પ્રભસિમરન સિંહ જેવા ખેલાડીઓ હશે. પંજાબ કિંગ્સની બોલિંગ આ સિઝનમાં ઘણી મજબૂત જોવા મળી રહી છે. બોલિંગ વિભાગમાં હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ અને કાગિસો રબાડા. મહત્વનું છે કે લેગ સ્પિનર ​​રાહુલ ચહર અને ઝડપી બોલર કાગિસો રબાડાના આગમનથી પંજાબ કિંગ્સની બોલિંગ ડિપાર્ટમેન્ટ ખૂબ જ ઘાતક જોવા મળી રહ્યો છે.

પંબાજ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ

મયંક અગ્રવાલ (સુકાની), શિખર ધવન, જોની બોરસ્ટો (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, રાજ બાવા, શાહરૂખ ખાન, ઓડિયન સ્મિથ, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ અને કાગીસો રબાડા.

પંજાબ કિંગ્સ (Punjab Kings) ની પુરી ટીમ

પ્રભસિમરન સિંહ (60 લાખ), હરપ્રીત બ્રાર (3.80 કરોડ), શાહરૂખ ખાન (9 કરોડ), રાહુલ ચહર (5.25 કરોડ), જોની બેરસ્ટો (6.75 કરોડ), શિખર ધવન (8.25 કરોડ), કાગીસો રબાડા (9.25) કરોડો), ઈશાન પોરેલ (25 લાખ), બેની હોવેલ (40 લાખ), ભાનુકા રાજપક્ષે (50 લાખ), અથર્વ (20 લાખ), નાથન એલિસ (75 લાખ), અંશ પટેલ (20 લાખ), હૃતિક ચેટર્જી (20) લાખ), બલતેજ સિંહ (20 લાખ), જીતેશ શર્મા (20 લાખ), ઓડિયન સ્મિથ (6 કરોડ), વૈભવ અરોરા (2 કરોડ), લિયામ લિવિંગસ્ટોન (11.50 કરોડ), રાજ બાવા (2 કરોડ), ઋષિ ધવન (55 લાખ) ), સંદીપ શર્મા (50 લાખ) અને પ્રભસિમરન સિંહ (60 લાખ), મયંક અગ્રવાલ (12 કરોડ), અર્શદીપ સિંહ (4 કરોડ).

આ પણ વાંચો : IPL 2022: લીગના ઈતિહાસમાં આ 3 ક્રિકેટર્સ એક પણ સિક્સર ફટકારી શક્યા નથી, આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનનો પણ સમાવેશ

આ પણ વાંચો : IPL 2022: આ બોલરોએ બેટ્સમેનોને રન માટે તરસાવી દીધા, મેડન ઓવર ફેકવાના મામલા કોણ સૌથી રહ્યુ આગળ, જુઓ યાદી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">