IPL 2022: લીગના ઈતિહાસમાં આ 3 ક્રિકેટર્સ એક પણ સિક્સર ફટકારી શક્યા નથી, આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનનો પણ સમાવેશ

IPL 2022: IPLની મોટાભાગની મેચોમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળે છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. શું તમે જાણો છો કે ઓસ્ટ્રેલિયાના કેટલાક દિગ્ગજ ક્રિકેટરો IPL માં એક પણ સિક્સર નથી ફટકારી શક્યા.

IPL 2022: લીગના ઈતિહાસમાં આ 3 ક્રિકેટર્સ એક પણ સિક્સર ફટકારી શક્યા નથી, આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનનો પણ સમાવેશ
Tata IPL 2022 (PC: IPL)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 11:10 PM

આઈપીએલ (IPL)ને વિશ્વની સૌથી લોકપ્રિય અને રોમાંચક ટુર્નામેન્ટ માનવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં તમામ બેટ્સમેનો પોતાની રમત બતાવીને હેડલાઈન્સ બનાવે છે. IPLની મોટાભાગની મેચોમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળે છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. શું તમે જાણો છો કે ઓસ્ટ્રેલિયાના કેટલાક દિગ્ગજ ક્રિકેટરો IPL માં એક પણ સિક્સર નથી ફટકારી શક્યા. તેમને કેટલીક IPL મેચ રમવાની તક મળી પણ કેટલાક ખેલાડીઓનું બેટ શાંત રહ્યું છે. આજે અમે તમને એવા ત્રણ ક્રિકેટરો વિશે જણાવીશું જેઓ IPL (IPL History) ના ઈતિહાસમાં એક પણ સિક્સર ફટકારી શક્યા નથી.

  1.  ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સુકાની માઈકલ ક્લાર્ક (Michael Clarke) તેની શાનદાર બેટિંગ અને લાંબી સિક્સર માટે જાણીતો હતો. આશ્ચર્યની વાત એ છે કે IPLના ઈતિહાસમાં તેના બેટમાંથી એક પણ સિક્સ વાગી નથી. IPL 2012માં ક્લાર્કે પૂણે વોરિયર્સ ટીમ માટે 6 મેચ રમી હતી. જેમાં તે માત્ર 98 રન જ બનાવી શક્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં કુલ 94 બોલ રમ્યો હતો. મહત્વનું છે કે આ ટુર્નામેન્ટમાં તે એક પણ સિક્સર ફટકારી શક્યો ન હતો.
  2. આ ઈતિહાસમાં વધુ એક ઓસ્ટ્રેલિયાના ખેલાડીનું જ નામ લિસ્ટમાં આવે છે. ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઘણા મોટા રેકોર્ડ નોંધાવનાર માઈકલ ક્લિંગરે આઈપીએલ 2011માં કોચી ટસ્કર્સ કેરળની ટીમ માટે 4 મેચ રમી હતી. ક્લિન્ગરે આ સિઝનમાં 77 બોલ રમ્યા હતા અને તે માત્ર 73 રન જ બનાવી શક્યો હતો. આમ આ ટુર્નામેન્ટમાં તે એક પણ સિક્સ ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો.
  3.  આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર કેલમ ફર્ગ્યુસનનું નામ આવે છે. તેને આઈપીએલની સિઝન 2011 અને 2012માં રમવાની તક મળી હતી. કાંગારૂ ટીમના કેલમ ફર્ગ્યુસનને આઈપીએલમાં કુલ 9 મેચ રમવાની તક મળી હતી. જેમાં તેણે 117 બોલનો સામનો કર્યો હતો અને માત્ર 98 રન જ બનાવી શક્યો હતો. આ 98 રનમાં તે એક પણ સિક્સ ફટકારી શક્યો ન હતો.

આમ આઈપીએલના ઈતિહાસમાં એક પણ સિક્સ ન ફટકારવાની યાદીમાં ટોપ ત્રણ ખેલાડીઓમાં તમામ ઓસ્ટ્રેલિયાના જ ખેલાડીઓનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે આઈપીએલ 2022 (IPL 2022) સિઝનની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. ત્યારે તમામ ક્રિકેટ પ્રેમીઓમાં હાલ આઈપીએલનો ફિવર જોવા મળી રહ્યો છે. ત્યારે આ આઈપીએલની તમામ અપડેટ જાણવા માટે TV9Gujarati.com સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો : IPL 2022: વિરાટ કોહલી એ RCB ના નવા કેપ્ટન પસંદ કરવાને લઇને કર્યો ખુલાસો, ફાફ ડુ પ્લેસિસ ને તાજ પહેરાવવાનુ કારણ બતાવ્યુ

આ પણ વાંચો : Rajasthan royals ipl 2022: રાજસ્થાન રોયલ્સે 2008 જેવો સમય પાછો મેળવવા દમદાર ટીમ રચવા છતાં ટ્રોફી સુધી પહોંચવુ મુશ્કેલ છે!

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">