AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: મુંબઇ ઇન્ડિયન્સને ટૂર્નામેન્ટની શરુઆત પહેલા જ લાગ્યો મોટો ઝટકો, આ વિસ્ફોટક બેટ્સમેન શરુઆતની મેચમાં જ નહી રમે

સૂર્યા કુમાર યાદવ (Surya Kumar Yadav) વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી T20 મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેને રિહેબમાં ઘણો સમય પસાર કરવો પડ્યો હતો.

IPL 2022: મુંબઇ ઇન્ડિયન્સને ટૂર્નામેન્ટની શરુઆત પહેલા જ લાગ્યો મોટો ઝટકો, આ વિસ્ફોટક બેટ્સમેન શરુઆતની મેચમાં જ નહી રમે
Suryakumar Yadav ને અંગૂઠામાં ઇજા થઇ હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 10:00 AM
Share

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) આઈપીએલ 2022ની પ્રથમ મેચમાં પોતાની ટીમ સાથે નહીં હોય. મુંબઈ ઈન્ડિયન્સને તેની પ્રથમ મેચ 27 માર્ચે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે રમવાની છે, જોકે ટીમનો આ વિસ્ફોટક બેટ્સમેન તેનો ભાગ નહીં હોય. IPL 2022 પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટી20 સીરીઝ દરમિયાન સૂર્ય કુમાર ઈજાગ્રસ્ત થયો હતો. સૂર્યકુમારની આ ઈજા હવે મુંબઈ ઈન્ડિયન્સને માટે ભારે પડી ગઈ છે.

સૂર્યકુમારને અંગૂઠામાં ઈજા થઈ હતી જે બાદ તે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબમાં હતો. મુંબઈ ઈન્ડિયન્સે આ વર્ષે ચાર ખેલાડીઓને રિટેન કર્યા હતા અને આ ચાર ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેના સિવાય રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને કિરન પોલાર્ડને જાળવી રાખવામાં આવ્યા છે.

મુંબઈ માટેની પ્રથમ મેચ નહીં રમે

સૂર્યકુમાર યાદવ મુંબઈની ટીમમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ખાસ કરીને છેલ્લી બે સિઝનથી સૂર્યકુમારે ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. તે ઘણી વખત મેચ વિનર સાબિત થયો હતો. આવી સ્થિતિમાં ટીમમાં તેની ગેરહાજરી ચોક્કસપણે મુંબઈ પર દબાણ બનાવશે. ગત સિઝનમાં મુંબઈની ટીમ પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી ન હતી, તેથી આ વર્ષની દરેક મેચ તેમના માટે ઘણી મહત્વની છે. સૂર્યકુમારની ગેરહાજરીનો અર્થ એ પણ છે કે રોહિત શર્મા અને ઈશાન કિશન સિવાય હવે ટીમમાં કોઈ આંતરરાષ્ટ્રીય ભારતીય બેટ્સમેન રહેશે નહીં. સૂર્યકુમારની જગ્યાએ રમનદીપ સિંહ અને અનમોલપ્રીત સિંહને તક મળી શકે છે. તે જ સમયે, હૈદરાબાદનો અનકેપ્ડ ખેલાડી તિલક વર્મા ત્રીજા નંબર પર ઉતરી શકે છે.

વર્ષ 2019 માં, સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયા સાથે જોડાયો હતો અને ત્યારથી તે ટીમ માટે સતત પ્રદર્શન કરી રહ્યો છે. સૂર્યકુમારે આઈપીએલમાં મુંબઈ માટે જે રમત દેખાડી તેના આધારે તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી. તે મુંબઈની છેલ્લી ફ્લોપ સિઝનમાં પણ ચમક્યો હતો અને તેણે 22ની એવરેજથી 317 રન બનાવ્યા હતા. તે તેના હીટિંગ માટે જાણીતો છે, જે મેદાન પર આવતાની સાથે જ પહેલા બોલથી એટેક કરતો હતો.

સૂર્યકુમાર રિહેબમાં હતો

સૂર્યકુમાર વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I શ્રેણીમાં શાનદાર ફોર્મમાં હતો અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સૂર્યા હાલમાં NCAમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. તે સ્વસ્થ થઈ રહ્યો છે પરંતુ એવી સંભાવના છે કે તે પ્રથમ મેચમાં રમશે નહીં.

આ પણ વાંચોઃ Tennis: Ashleigh Barty એ નિવૃત્તી જાહેર કરી, વિડીયો શેર કરીને આપી જાણકારી, ફેંન્સને નથી થઇ રહ્યો વિશ્વાસ

આ પણ વાંચોઃ IPL 2022: રવિ શાસ્ત્રીએ આઇપીએલને મહાન ફિઝિયોથેરાપિસ્ટ ગણાવી, કહ્યુ સિઝન આવતા બધા જ ફિટ થઇ જાય છે!

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">