Mumbai Indians, IPL 2022: હિટમેન રોહિત શર્માની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ છઠ્ઠી વાર વિજેતા બનશે? દમદાર પલટનની આ છે ખાસીયતો
Mumbai Indians, IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની પલટનમાં કેટલાક ખેલાડીઓનો રુઆબ જ એવડો મોટો છે કે, જેના કારણે તેમની ઘણી ખામીઓ ઢંકાઇ જાય છે. આ પ્લસ પોઈન્ટ 5 વખતની ચેમ્પિયન ટીમની સૌથી મોટી વિશેષતા છે.
ભલે ગમે તેટલી મોટી સ્પર્ધા હોય. લડાઈ ગમે તેટલી ઉગ્ર હોય. તેને જીતવા માટે સારી ટીમની સાથે સાથે એક મહાન લીડર હોવો પણ ખૂબ જરૂરી છે. અને, IPL ની લડાઈમાં મુંબઈ ઈન્ડિયન્સની આ જ સૌથી મોટી તાકાત છે. તેની પાસે રોહિત શર્મા (Rohit Sharma) જેવો કેપ્ટન છે. જેણે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ને 5 વખત આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું છે. તેઓએ લીગના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ તરીકેની પ્રતિષ્ઠા મેળવી છે. જો આપણે સુકાનીની વાત ન કરીએ તો પણ રોહિત શર્મા IPL ઇતિહાસનો સૌથી સફળ ખેલાડી છે. હવે જ્યારે આટલો પાવરફુલ વ્યક્તિ ટીમનો કેપ્ટન છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ દુનિયાને હચમચાવી નાખે તેવી શક્તિથી ભરપૂર છે અને તે જ જોવા મળશે. એટલે કે IPL 2022માં પણ આ ટીમ ટાઈટલ જીતવાની મજા લૂંટતી જોવા મળે તો નવાઈ નહીં.
અમે આ માત્ર રોહિત શર્માની કુશળતા અથવા કેપ્ટનશિપમાં જોવા મળેલા તેના પ્રભાવને કારણે નથી કહી રહ્યા. બલ્કે, તેની પાછળનું કારણ ટીમનું શાનદાર નેતૃત્વ તેમજ મજબૂત ખેલાડીઓ છે. મુંબઈ ઈન્ડિયન્સની પલટનમાં કેટલાક ખેલાડીઓનુ નામ એવડુ મોટુ છે કે જેના કારણે તેમની ઘણી ખામીઓ પણ ઢંકાઇ જાય છે. અને, આ પ્લસ પોઈન્ટ 5 વખતની ચેમ્પિયન ટીમની સૌથી મોટી વિશેષતા છે.
હિટમેન મુંબઇ ઇન્ડિયન્સની તાકાત
IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી તાકાત તેની બેટિંગ હશે. ‘હિટમેન’ કેપ્ટન રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરશે. ઈશાન કિશન તેને સપોર્ટ કરવા માટે હાજર રહેશે. તે પછી સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ જેવા મોટા નામો. અને કદાચ આ બધાની વચ્ચે આ વખતે જુનિયર એબી એટલે કે ડેવોલ્ડ બ્રેવિસનું વિસ્ફોટક સ્વરૂપ પણ જોવા મળી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે આ વખતે હરાજીમાં U19 વર્લ્ડ કપમાં ધમાલ મચાવનાર ડેવોલ્ડ બ્રેવિસને ટીમમાં સામેલ કર્યો છે. હવે જરા વિચારો, જે ટીમમાં આટલા બધા બેટ્સમેન હશે તેનો વિજય રથ કેવી રીતે રોકી શકશે.
મુંબઈ ઈન્ડિયન્સના વિજય રથનું પૈડું પણ તેના ઝડપી બોલર હશે. ભલે આ વખતે ટ્રેન્ટ બોલ્ટ ન હોય. જોફ્રા આર્ચર ઈજાના કારણે આ સિઝનમાંથી બહાર છે. તેમ છતાં, ટીમમાં જસપ્રિત બુમરાહ, મિલ્સ, રિલે મેરેડિથ અને જયદેવ ઉનડકટ જેવા પેસ ખેલાડી હશે.
મુંબઈ ઈન્ડિયન્સની નબળી કડી
IPL માં મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો, ફોકસ માત્ર તેની શક્તિઓ પર જ જાય છે. પરંતુ આ ટીમમાં પણ આ વખતે કેટલીક ખામીઓ છે. મુંબઈનો પેસ એટેક મજબૂત હોઈ શકે છે. પરંતુ તેમાં ઓલરાઉન્ડરનો અભાવ છે. ટીમના પેસ આક્રમણના નામ ભલે ગમે તે હોય, તેમની બેટિંગ એટલી સારી નથી કે જરૂર પડ્યે ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે.
આ સિવાય IPL 2022માં ટીમનો સ્પિન વિભાગ પણ નબળો પડી ગયો છે. અગાઉ તેમાં કૃણાલ પંડ્યા અને રાહુલ ચહર જેવા મોટા નામ હતા. પરંતુ આ વખતે તે મયંક માર્કંડેયા અને મુરુગન અશ્વિન છે, જેમની પાસે અનુભવનો થોડો અભાવ છે. ખેલાડીઓની ઈજાના કિસ્સામાં બેક-અપમાં વિકલ્પોનો અભાવ પણ મુંબઈ ઈન્ડિયન્સની નબળી બાજુ છે.
આ ખૂબીઓ મુંબઈ ઈન્ડિયન્સને ફરીથી જીતાડી શકશે
એકંદરે, રોહિત શર્માનો કેપ્ટનશિપનો અનુભવ, કિરોન પોલાર્ડની શક્તિ અને જસપ્રિત બુમરાહનો યોર્કર IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી તાકાત છે. આ સિવાય ટીમ ડેવિડ અને ડિવાલ્ડ બ્રેવિસ જેવા નવા યોદ્ધાઓ બેટિંગમાં ટીમનું નવું હથિયાર સાબિત થશે. આ ખેલાડીઓ મેદાનના દરેક ખૂણામાં રન ચોરી લેવામાં માહિર છે.
આઇપીએલ માં મુંબઇ ઈન્ડિયન્સનુ પ્રદર્શન
સિઝન | ટૂર્નામેન્ટમાં પોઝિશન |
2008 | પાંચમુ સ્થાન |
2009 | સાતમુ સ્થાન |
2010 | બીજુ સ્થાન |
2011 | ત્રીજુ સ્થાન |
2012 | ચોથુ સ્થાન |
2013 | વિજેતા |
2014 | ચોથુ સ્થાન |
2015 | વિજેતા |
2016 | પાંચમુ સ્થાન |
2017 | વિજેતા |
2018 | પાંચમુ સ્થાન |
2019 | વિજેતા |
2020 | વિજેતા |
2021 | પાંચમુ સ્થાન |
મુંબઈ ઈન્ડિયન્સની આઈપીએલ 2022 ટીમ
બેટ્સમેન- રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ડિવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, રમનદીપ સિંહ, રાહુલ બુદ્ધી, અનમોલપ્રીત સિંહ
ઓલરાઉન્ડર – કિરોન પોલાર્ડ, ડેનિયન સેમ્સ, સંજય યાદવ, ટિમ ડેવિડ, ફેબિયન એલન, અર્જુન તેંડુલકર, હૃતિક શોકીન
બોલરો- જસપ્રિત બુમરાહ, જોફ્રા આર્ચર, ટાઇમલ મિલ્સ, અરશદ ખાન, જયદેવ ઉનડકટ, રિલે મેરેડિથ, બેસિલ થમ્પી
વિકેટકીપર- ઈશાન કિશન, આર્યન જુયાલ
સ્પિનર્સ- મયંક માર્કંડેય, મુરુગન અશ્વિન
મુંબઈ ઈન્ડિયન્સનો કોચિંગ સ્ટાફ
મહેલા જયવર્દને (મુખ્ય કોચ), રોબિન સિંઘ (બેટિંગ કોચ), શેન બોન્ડ (ફાસ્ટ બોલિંગ કોચ), જેમ્સ પેમેન્ટ (ફિલ્ડિંગ કોચ).
MI vs ___? 🧐
Paltan, which match excites you the most? 🤩💙#OneFamily #MumbaiIndians #TATAIPL pic.twitter.com/kHxg0nCaDI
— Mumbai Indians (@mipaltan) March 6, 2022