IPL 2022 Final: IPL ના ઇતિહાસમાં જે કોઇ ભારતીય કરી ન શક્યું, તે આશિષ નહેરાએ કરી બતાવ્યું, જાણો તેની મોટી સિદ્ધી

IPL 2022 : ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) નવી ટીમ તરીકે IPL માં પ્રવેશી છે. તેણે આશિષ નેહરા (Ashish Nehra) ની કેપ્ટનશિપમાં અને હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ પહેલી જ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું.

IPL 2022 Final: IPL ના ઇતિહાસમાં જે કોઇ ભારતીય કરી ન શક્યું, તે આશિષ નહેરાએ કરી બતાવ્યું, જાણો તેની મોટી સિદ્ધી
Ashish Nehra and Hardik Pandya (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 4:29 PM

ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 સીઝનમાં નવી ટીમ તરીકે પ્રવેશ કર્યો હતો. પરંતુ તેના પ્રદર્શનથી સૌને ચોંકાવી દીધા હતા અને પ્રથમ સિઝનમાં જ ટાઇટલ જીત્યું હતું. હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન હતો અને આશિષ નેહરા કોચિંગની જવાબદારી સંભાળી રહ્યા હતા. આમાં સૌથી મોટી વાત એ હતી કે કોચ આશિષ નેહરા (Ashish Nehra) એ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આશિષ નેહરાએ હવે તે કરી બતાવ્યું છે જે કોઈ ભારતીય ખેલાડીઓએ આઈપીએલમાં કરી શક્યું નથી. વાસ્તવમાં કોચ આશિષ નેહરા IPL જીતનાર પ્રથમ ભારતીય કોચ બની ગયા છે.

જો કે આ પહેલા અનિલ કુંબલ (Anil Kumble) એ પણ મેન્ટર રહીને 2 વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂક્યો છે. પરંતુ તે સમયે તે ટીમનો કોચ ન હતા. અનિલ કુંબલે 2013 અને 2015 ની સિઝનમાં મુંબઈ ટીમનો મેન્ટર હતો. ત્યાર બાદ મુંબઈ ઈન્ડિયન્સે ખિતાબ જીત્યો હતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

હાર્દિક પંડ્યાએ મેળવી સિદ્ધી, આશિષ નહેરાને વિશ્વાસ થયો નહીં

મેચ જીત્યા બાદ હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ પણ આ વાત કહી હતી. પરંતુ ગુજરાત ટીમના મુખ્ય કોચ આશિષ નેહરાએ પણ આ વાત પર વિશ્વાસ ન કર્યો. એટલે કે આશિષ નેહરાને પણ ખબર ન હતી કે તેણે આટલો મોટો ઈતિહાસ રચ્યો છે. મેચ બાદ મેદાન પર વાત કરતા ગુજરાત ટાઇટન્સ ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ મુખ્ય કોચ આશિષ નેહરાને કહ્યું, ‘કેવું લાગે છે. તમે પહેલા ભારતીય કોચ છો જે IPL ટ્રોફી જીતશે.

તેના પર આશિષ નેહરા (Ashish Nehra) એ જવાબ આપતા કહ્યું કે, હું આ જાણતો નથી. પરંતુ સંયોગથી થયું છે. પરંતુ લાગણી સારી છે કારણ કે તમારી કેપ્ટનશીપમાં ટીમે કેટલું શાનદાર પ્રદર્શન કર્યું છે. તે એટલું સરળ ન હતું.

આ ઉપરાંત મુખ્ય કોચ આશિષ નેહરા (Ashish Nehra) હવે ત્રીજા ખેલાડી બની ગયા છે જેણે એક ખેલાડીની સાથે સાથે કોચ તરીકે પણ IPL નો ખિતાબ જીત્યો હોય. તેના પહેલા આ સિદ્ધિ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને શેન વોર્નના નામે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">