IPL 2022: રિકી પોન્ટીંગથી લઇને આશિષ નેહરા સુધી જાણો તમામ ટીમોના કોચિંગ સ્ટાફ અંગેની પુરી જાણકારી
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની શરુઆત 26 માર્ચથી થવા જઈ રહી છે. આ વખતે 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. જેમાં ગુજરાતની ટીમ પણ હિસ્સો લઇ રહી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) આવતા સપ્તાહથી ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે. IPL ની 15મી સિઝન ઘણી રીતે અલગ રહેવાની છે. આ સિઝનમાં 8 નહીં પરંતુ 10 ટીમો હાંસલ કરવા જઈ રહી છે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Gaints) ની આ ડેબ્યૂ સિઝન હશે. આ વર્ષની હરાજી પહેલા જ ટીમોએ તેમના કોચિંગ સ્ટાફની જાહેરાત કરી દીધી હતી. હરાજી દરમિયાન તે તમામ ટીમોના બાકીના અધિકારીઓ સાથે જોવા મળ્યો હતો. અગાઉ ખેલાડી તરીકે લીગમાં ભાગ લેનાર ઘણા ખેલાડીઓ હવે ટીમ સાથે કોચ તરીકે જોડાયેલા છે.
દરેક ટીમની સફળતામાં તેના કોચિંગ સ્ટાફની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ખેલાડીઓ મેદાન પર જે કંઈ કરે છે, તેની બ્લુ પ્રિન્ટ મેદાનની બહાર આ જ લોકો બનાવે છે. ટીમોના ખેલાડીઓ ઉપરાંત કોચિંગ સ્ટાફમાં પણ ભારતીય અને વિદેશી દિગ્ગજ ખેલાડીઓનું યોગ્ય મિશ્રણ હોય છે. અહી તમને બતાવીશુ તમામ ટીમોનો સંપૂર્ણ કોચિંગ સ્ટાફ જાણો
કોલકાતા નાઈટ રાઈડર્સ
ન્યુઝીલેન્ડના દિગ્ગજ બ્રેન્ડમ મેક્કુલમ KKR ના મુખ્ય કોચ છે. તેમના સિવાય અભિષેક નાયર અને ડેવિડ હસીને સહાયક કોચની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ભરત અરુણ ટીમના બોલિંગ કોચ છે અને ઓમકાર સાલ્વી તેમના આસિસ્ટન્ટ છે.
મુંબઈ ઈન્ડિયન્સ
શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દને પાંચ વખતની ચેમ્પિયન મુંબઈના મુખ્ય કોચ છે. આ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય બોલર ઝહીર ખાન ડિરેક્ટર ઓફ ક્રિકેટ છે. કિવી ફાસ્ટ બોલર શેન બોન્ડને ટીમનો બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે જ્યારે રોબિન સિંહને બેટિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે.
પંજાબ કિંગ્સ
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલે પંજાબ કિંગ્સના મુખ્ય કોચ છે. તે ટીમના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ પણ છે. દક્ષિણ આફ્રિકાનો સ્ટાર ખેલાડી જોન્ટી રોડ્સ ટીમનો આસિસ્ટન્ટ કોચ છે. ઓસ્ટ્રેલિયાના ડેમિન રાઈટ ટીમના બોલિંગ કોચ છે, જ્યારે જુલિયન વુડને બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ
CSKના મુખ્ય કોચ ન્યુઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગ છે, જે લાંબા સમયથી ટીમ સાથે જોડાયેલા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના માઈકલ હસી બેટિંગ કોચ છે. ભૂતપૂર્વ ભારતીય બોલર લક્ષ્મીપતિ બાલાજીને બોલિંગ કોચ અને એરિક સિમોન્સને બોલિંગ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજીવ કુમાર ફિલ્ડિંગ કોચ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
આ વખતે RCBની ટીમ પોતાના નવા કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સાથે મેદાનમાં ઉતરશે. ટીમના કોચિંગ સ્ટાફની વાત કરીએ તો ભૂતપૂર્વ ભારતીય બેટિંગ કોચ સંજય બાંગડ ટીમના મુખ્ય કોચ છે. માઈક હેસન ડિરેક્ટર ઓફ ક્રિકેટના પદ પર છે. ઓસ્ટ્રેલિયાના એડમ ગ્રિફિથ બોલિંગ કોચ છે. બીજી તરફ શ્રીધરન શ્રીરામને બેટિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે.
દિલ્હી કેપિટલ્સ
લાંબા સમયથી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ટીમના મુખ્ય કોચની જવાબદારી સંભાળી રહ્યા છે. શેન વોટસન આ સિઝનથી ટીમના સહાયક કોચ હશે, તેની સાથે પ્રવીણ આમરે અને અજીત અગરકર પણ તે જ પદ પર રહેશે. જેમ્સ હોપ્સને ટીમના ઝડપી બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સ ટીમના મુખ્ય કોચ કુમાર સંગાકારા છે, જેમને ડાયરેક્ટ ઓફ ક્રિકેટનું પદ પણ આપવામાં આવ્યું છે. ઝિમ્બાબ્વેના ટ્રેવર પેને આ ટીમના આસિસ્ટન્ટ કોચ છે. તેના સિવાય શ્રીલંકાના દિગ્ગજ ઝડપી બોલર લસિથ મલિંગાને ટીમનો ઝડપી બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે. અમોલ મજુમદારને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત જાયન્ટ્સ
આશિષ નેહરા ગુજરાત જાયન્ટ્સની ટીમના મુખ્ય કોચ છે, જે ટીમ લીગમાં પ્રથમ વખત રમી રહી છે. વિક્રાંત સોલંકી ટીમના ડિરેક્ટર ઓફ ક્રિકેટ છે. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ગેરી કર્સ્ટન ટીમના બેટિંગ કોચ અને મેન્ટર છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ છેલ્લી સિઝનમાં ખૂબ જ વિવાદાસ્પદ રહી છે. છેલ્લી સિઝનની જેમ આ વખતે પણ ટીમના મુખ્ય કોચની જવાબદારી ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડી પાસે છે. સિમરો હેમિર તેમના સહાયક હશે. શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરનને સ્પિન બોલિંગ કોચ બનાવવામાં આવ્યા હતા, જ્યારે ફાસ્ટ બોલર ડેલ સ્ટેનને બોલિંગ કોચ તરીકે નિયુક્ત છે.
લખનૌ સુપર જાયન્ટ્સ
એન્ડી ફ્લાવરને લખનૌ સુપર જાયન્ટ્સની નવી સામેલ થયેલ ટીમના મુખ્ય કોચ છે. વિજય દહિયા, જે ભારતના અનુભવી ખેલાડી હતા, તેમને સહાયક કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. KKR ને બે વખત ચેમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીરને ટીમના મેન્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના એન્ડી બૈકલને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.