AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021,RCB vs PBKS: વિરાટ કોહલી ની ટીમ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચી, 6 રન થી પંજાબને હરાવ્યુ, ચહલની 3 વિકેટ

પંજાબ કિંગ્સ (Punjab Kings) માટે પ્લેઓફમાં પહોંચવુ મુશ્કેલ, રોમાંચક મેચમાં ચહલની ઓવરે બાજી પલટતા બેંગ્લોરને જીત નસીબ થઇ

IPL 2021,RCB vs PBKS: વિરાટ કોહલી ની ટીમ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચી, 6 રન થી પંજાબને હરાવ્યુ, ચહલની 3 વિકેટ
Harshal Patel
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 7:24 PM
Share

IPL 2021 માં આજે બે મેચોનો સુપર સંડે, જેમાં પહેલી મેચ શારજાહના મેદાન પર પંજાબ કિંગ્સ (Punjab Kings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે રમાઇ રહી છે. વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. RCB એ 20 ઓવરના અંતે 164 રન 7 વિકેટ ગુમાવીને કર્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સે 6 વિકેટ ગુમાવીને 158 રન કર્યા હતા.

પંજાબ કિંગ્સ બેટીંગ ઇનીંગ

આજે પંજાબ માટે વધુ એક મેચ કરો યા મરોના રુપમાં હતી. જેના માટે પુરો દમ પંજાબના બેટ્સમેનોએ લગાવી દીધો હતો. જોકે નિષ્ફળ રહ્યો હતો. મંયક અગ્રવાલ (Mayank Agarwal) અને કેએલ રાહુલે શાનદાર શરુઆત કરી હતી. રાહુલે 35 બોલમાં 39 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 1 ચોગ્ગા લગાવ્યો હતો. મયંક અને રાહુલની જોડીએ 91 રનની પાર્ટનરશીપ કરીને આરસીબીની છાવણીમાં ચિંતા સર્જી દીધી હતી. નિકોલસ પૂરન વધુ એકવાર રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તે 7 બોલમાં 3 રન કરીને આઉટ થયો હતો.

મયંક અગ્રવાલે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે રાહુલ સાથે મળીને રન ચેઝ કરવા માટેનો માર્ગ મોકળો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 42 બોલમાં 57 રન કર્યા હતા. એઇડન માર્કરમે 14 બોલમાં 20 રન કર્યા હતા. સરફરાજ ખાન ગોલ્ડ ડક આઉટ થયો હતો. આમ ઝડપ થી એક બાદ એક પંજાબે વિકેટો ગુમાવતા જ બાજી પલટાતી નજર આવવા લાગી હતી. શાહરુખ ખાન 11 બોલમાં 16 રન કર્યા હતા. તે અંતિમ ઓવરમાં સ્ટ્રાઇક લેવા જતા રન આઉટ થયો હતો. તેના આઉટ થતા જ મેચ પણ જાણે સરકી ચુકી હતી. હેનરીક અને બ્રાર અણનમ રહ્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બોલીંગ

યુઝવેન્દ્ર ચહલે બાજી પલટવાનો પ્રયાસ કરતી બોલીંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેની બોલીંગે એક તરફી બનેલી મેચને અચાનક રોમાંચક બનાવી દીધી હતી. જ્યોર્જ ગાર્ટને 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ મેળવી હતી. શાહબાઝ અહેમદે 3 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલ આજે વિકેટને લઇ નિરાશ રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 27 રન આપ્યા હતા. ડેનિયલ કિશ્વને 1 ઓવરમાં 11 રન આપ્યા હતા. સિરાજે 4 ઓવર કરીને 33 રન આપ્યા હતા. તેને વિકેટ મળી શકી નહોતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટીંગ

કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે (Devdutt Padikkal) 68 રનની ભાગીદારી રમત રમીને સારી શરુઆત આપી હતી. વિરાટ કોહલીના રુપમાં આરસીબીએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. કોહલીએ 24 બોલમાં 25 રન કર્યા હતા. આ દરમ્યાન 1 છગ્ગો અને 2 ચોગ્ગા તેણે લગાવ્યા હતા. દેવદત્ત પડિક્કલે 38 બોલમાં 40 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. ડેનિયલ ક્રિશ્વન ગોલ્ડ ડક આઉટ થયો હતો.

પોતાના અંદાજ મુજબ ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell) તોફાની બેટીંગ રમી હતી. તેણે ચોગ્ગા અને છગ્ગા સાથે તેણે સિઝનનુ પાંચમુ અર્ધશતક ફટકાર્યુ હતુ. 33 બોલમાં 57 રન બનાવી મેક્સવેલ અંતિમ ઓવરમાં આઉટ થયો હતો. તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. એબી ડિવીલીયર્સે 18 બોલમાં 23 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 1 ચોગ્ગો લગાવ્યો હતો. શાહબાઝ અહેમદે 5 બોલમાં 8 રન કર્યા હતા. શ્રીકર ભરત અણનમ રહ્યો હતો.

પંજાબ કિંગ્સ બોલીંગ

પંજાબના બોલર્સ વિકેટ માટે સંઘર્ષની સ્થિતમાં જોવા મળ્યા હતા. 17 ઓવરની રમત સુધી મોઇસ હેનરીક્સ સિવાય અન્ય કોઇ જ બોલર વિકેટ લેવામાં સફળ રહ્યો નહોતો. તેણે 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે હરપ્રિત બ્રારે 4 ઓવરમાં 26 રન કર્યા હતા. રવિ બિશ્નોઇએ 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. અર્શદિપ સિંહ 3 ઓવરમાં 42 રન આપી ખર્ચાળ સાબિત થયો હતો. માર્કરમે 1 ઓવર કરીને 5 રન આપ્યા હતા. મોહમ્મદ શામીએ તેની  4થી અને ઇંનીંગની અંતિમ ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ IND Women vs AUS Women: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ મેચ ડ્રો રહી, કાગારુ ટીમ સામે સ્મૃતી મંધાના અને બોલરો ઝળહળ્યાં

આ પણ વાંચોઃ IPL 2021: ચેન્નાઇ હિટ ‘રૈના’ સુપર ફ્લોપ, ધોનીનો ભરોસો કહેવાતા સુરેશ રૈના એ 13 સિઝનમાં આટલુ કંગાળ પ્રદર્શન પ્રથમ વાર કર્યુ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">