IPL 2021: આ એક નિયમ જે The Hundredમાં રોમાંચ વધારી રહ્યો છે, જે IPLમાં લાગુ કરવા કહેવાયુ

IPL 2021 મે માસમાં કોરોના સંક્રમણને લઈને સ્થગિત થવાને લઈને ફરીથી શરુ થવા જઈ રહી છે. The Hundred નવા નિયમો સાથે નવી ટૂર્નામેન્ટના રુપમાં શરુ થઈ છે.

IPL 2021: આ એક નિયમ જે The Hundredમાં રોમાંચ વધારી રહ્યો છે, જે IPLમાં લાગુ કરવા કહેવાયુ
IPL Trophy
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Aug 21, 2021 | 10:43 PM

વિશ્વની સૌથી પ્રખ્યાત T20 ક્રિકેટ લીગ IPL 2021 ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. લીગની વર્તમાન સીઝન મે મહિનામાં કોરોના વાઈરસને કારણે સ્થગિત કરવામાં આવી હતી. હવે તેનો બાકીનો ભાગ 19 સપ્ટેમ્બરથી ફરી શરૂ કરવામાં આવશે. IPL 2021 મુલતવી રાખવા અને ફરી શરૂ કરવા વચ્ચે બીજી ટુર્નામેન્ટ રમાઈ છે. જેણે ક્રિકેટપ્રેમીઓમાં ઘણી ચર્ચા ઉભી કરી છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની ‘ધ હન્ડ્રેડ’ (The Hundred) ટૂર્નામેન્ટ. આ સો બોલની ટુર્નામેન્ટ ગયા મહિને જ શરૂ થઈ હતી અને હવે તે તેના અંત સુધી પહોંચી ગઈ છે. નવા ફોર્મેટ ઉપરાંત ઘણા નવા નિયમોએ પણ તેની રોમાંચ વધારવામાં ફાળો આપ્યો છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન અને કેપ્ટન ડેવિડ ગ્રોવર (David Gower) માને છે કે, ધ હન્ડ્રેડનો નિયમ અજમાવવાથી IPL વધુ સારી બની શકે છે.

ગ્રોવરનો ઈશારો સ્લો ઓવર રેટનો છે, જેના કારણે IPLમાં મેચો ઘણી વખત નિયત સમય કરતા વધારે ખેંચાય છે. માત્ર IPLમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ ટીમો અને આઈસીસીને ધીમી ઓવર રેટના કારણે ઘણીવાર ટીકાઓનો સામનો કરવો પડે છે. અત્યાર સુધી આ માટે માત્ર નાણાકીય દંડ લાદવામાં આવતો હતો, પરંતુ આઈસીસીએ સજા તરીકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઈન્ટ કાપવાનો નિર્ણય કર્યો છે. તેવી જ રીતે BCCIએ IPL 2021 સીઝનમાં સ્લો ઓવર રેટ માટે દંડ સાથે કેપ્ટન પર પ્રતિબંધની પણ જોગવાઈ કરી છે.

સ્લો ઓવર રેટનો નિયમ અપનાવી શકે છે IPL

જો કે ધ હન્ડ્રેડમાં નિયમો અલગ છે અને IPLમાં તે એ જ જોવા માંગે છે. ભૂતપૂર્વ સ્ટાઈલિશ ડાબા હાથના બેટ્સમેને જણાવ્યું હતું કે જો IPLને ધ હન્ડ્રેડ પાસેથી વિચાર લેવો હોય તો તેઓ ફિલ્ડિંગ ટીમ પર ધીમી ગતિ માટે ફીલ્ડ પ્લેસિંગનો દંડ અપનાવી શકે છે, તે કોઈપણ મેચ પલટી દેશે. એવું કહી શકાય કે આ સૌથી સારો વિચાર છે. મને ઓવર રેટ સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ જો લોકો ઓવર રેટ જાળવી શકે તો તે વધુ સારું રહેશે.

The Hundredમાં મળે છે આવી સજા

હકીકતમાં ધ હન્ડ્રેડમાં સ્લો ઓવર રેટની સ્થિતિમાં ફિલ્ડિંગ ટીમને તાત્કાલિક સજા મળે છે. આ માટે ફિલ્ડિંગ ટીમે 30 યાર્ડના વર્તુળની અંદર એક ફિલ્ડર તૈનાત કરવો પડે છે, જેના કારણે તેમને બાઉન્ડ્રી પર ફિલ્ડરની ખોટ સાથે જ ઓવર નિકાળવી પડે છે. જેનાથી બેટીંગ કરી રહેલી ટીમ પાસે આક્રમક શોટ રમવાનો મોકો બની જાય છે.

આ પણ વાંચોઃ Headingley : શું ટીમ ઇન્ડિયા 19 વર્ષ પછી હેડિંગલીમાં કમાલ કરી શકશે ? જાણો આ મેદાન પર ભારતનો હાર-જીતનો રેકોર્ડ

આ પણ વાંચોઃ IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ સ્ટાર ઓલરાઉન્ડરને સમાવ્યો ટીમમાં, ત્રણ ફેરફાર સાથે નજર આવશે RCB

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati