Headingley :લોર્ડ્સ ટેસ્ટમાં રોમાંચક વિજય બાદ ભારતીય ક્રિકેટ (Indian cricket)ટીમ ભારે ઉત્સાહમાં છે. કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ રમવા માટે 25 ઓગસ્ટથી હેડિંગલી ખાતે યજમાન ઇંગ્લેન્ડ (IND v ENG 3rd ટેસ્ટ) રમશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, શું ભારતીય ટીમ 19 વર્ષ પછી ફરી આ મેદાન જીતી શકશે? ટીમ ઇન્ડિયા પાસે આ મેદાન પર હેટ્રિક જીતવાની તક છે.
ટીમ ઇન્ડિયા અત્યાર સુધી આ મેદાન પર 6 ટેસ્ટ રમી છે, જેમાંથી તેણે 2 જીતી છે અને 3 ટેસ્ટ મેચ હારી છે. એક ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ભારતે અહીં 1986 અને 2002 માં ટેસ્ટ મેચ જીતી હતી. અગાઉ 1979માં ભારતે ઇંગ્લેન્ડ સાથે ડ્રો રમ્યો હતો, જ્યારે 1952, 1959 અને 1967માં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો. 2002 માં સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ના નેતૃત્વમાં ભારતીય ટીમે યજમાનોને એક ઇનિંગ અને 46 રને હરાવી હતી. આવી સ્થિતિમાં કોહલી અને ટીમ પાસે આ મેદાન પર સતત ત્રીજી ટેસ્ટમાં ભારતને જીતવાની મોટી તક છે.
યજમાન ઇંગ્લેન્ડે વર્ષ 2019 માં ઓસ્ટ્રેલિયા સામે આ મેદાન પર પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. એશિઝ સીરિઝ હેઠળ રમાયેલી આ ટેસ્ટ મેચ (Test match)ના પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 67 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે બાદમાં બીજા દાવમાં બેન સ્ટોક્સની શાનદાર સદીની મદદથી ઇંગ્લેન્ડે એક વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો હતો. સચીન તેડુલકર (સચીન તેડુલકર )7 રનથી બેવડી સદી કરવાનું ચૂક્યો હતો.
વર્તમાન ભારતીય ટીમ (Indian team)ના કોઈ ખેલાડીએ અત્યાર સુધી હેડિંગ્લે ખાતે ટેસ્ટ મેચ રમી નથી. કેપ્ટન વિરાટ કોહલી પણ પ્રથમ વખત આ મેદાન પર ટેસ્ટ મેચ રમતા જોવા મળશે.
ભારત પાસે સીરિઝમાં લીડ બમણી કરવાની તક છે
ભારતીય ટીમ પાસે વર્તમાન પ્રવાસ પર સીરિઝમાં પોતાની લીડ બમણી કરવાની સુવર્ણ તક છે. ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચ (Second Test match)માં જો રૂટ એન્ડ કંપનીને 151 રનથી હરાવી હતી.
શ્રેણીની ત્રીજી મેચ 25 ઓગસ્ટથી લીડ્ઝ (Leeds) ના હેડિંગ્લે ખાતે રમાનારી છે. ઇંગ્લેન્ડે તે પહેલા તેની બેટિંગની સમસ્યાઓ દૂર કરવી પડશે. ટીમને માત્ર બેટિંગમાં જ નહીં, પરંતુ બોલિંગમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. કારણ કે ઝડપી બોલર માર્ક વુડની ફિટનેસ પર પ્રશ્નાર્થમાં છે. તે ભારત સામે મેચના ચોથા દિવસે ખભાની ઈજા વેઠી હતી. જોકે તેણે છેલ્લા દિવસે બોલિંગ કરી હતી, કોચ સિલ્વરવુડ હજુ સુધી તેની ત્રીજી ટેસ્ટ અંગે સંપૂર્ણ રીતે સુનિશ્ચિત નથી.
આ પણ વાંચો : Neeraj chopra ને વિશેષ સન્માન મળશે, સેના આ સ્પોર્ટસ સંસ્થાનું નામ ખેલાડીના નામ પરથી રાખશે