IPL 2021 RCB vs KKR, Eliminator, Live Streaming: આજે બેંગ્લોર અને કોલકાતા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે મેચ

TV9 GUJARATI

|

Updated on: Oct 11, 2021 | 9:58 AM

IPL 2021 ની પ્રથમ એલિમિનેટર (Eliminator) મેચમાં KKR અને RCB વચ્ચે જે પણ હારશે તે લીગમાંથી બહાર થઈ જશે.

IPL 2021 RCB vs KKR, Eliminator, Live Streaming: આજે બેંગ્લોર અને કોલકાતા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે મેચ
Eoin Morgan-Virat Kohli

IPL 2021 ને તેની પ્રથમ ફાઇનલિસ્ટ મળી છે. રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સે(CSK) ટેબલ ટોપર દિલ્હી કેપિટલ્સ (DC) ને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. હવે બીજા ફાઇનલિસ્ટની શોધ ચાલુ છે. સોમવારે પ્રથમ એલિમિનેટર મેચ રમાશે જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challenger Bangalore) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) આમને સામને થશે. આ મેચમાં હારનાર ટીમ લીગમાંથી બહાર થઈ જશે. બીજી તરફ, બીજી ટીમ ફાઇનલની રેસમાં રહેશે. જે પણ ટીમ આ એલિમિનેટર મેચ જીતે છે તે ફાઇનલના સ્થાન માટે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.

કોહલી (Virat Kohli) ના નેતૃત્વમાં RCB 2016 માં ફાઇનલમાં પહોંચી હતી, જેણે આ સીઝન બાદ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. આ સિવાય, તેમના નેતૃત્વમાં, ટીમ 2015 અને 2020 માં પણ પ્લેઓફમાં પહોંચી હતી અને હવે કોહલી કેપ્ટનશીપથી ભવ્ય વિદાય લેવા ઈચ્છશે. મોર્ગનને KKR ની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવાનો પડકાર છે. ટીમે 2012 થી 2014 વચ્ચે ત્રણ વર્ષમાં ગૌતમ ગંભીરના નેતૃત્વમાં બે વખત ટાઇટલ જીત્યું હતું.

KKR પર RCB ભારે છે

આ બંને ટીમો સોમવારે 29 મી વખત લીગમાં એકબીજા સામે ટકરાશે. આંકડાની દ્રષ્ટિએ, KKR આગળ દેખાય છે. KKR એ 28 માંથી 15 મેચ જીતી છે જ્યારે RCB ના ખાતામાં માત્ર 13 જીત છે. છેલ્લી વખત બંને ટીમો આ સિઝનમાં અત્યાર સુધી બે વખત સામ-સામે આવી છે અને બંનેએ એક-એક વખત જીત મેળવી છે. 18 એપ્રિલના રોજ રમાયેલી મેચમાં RCB એ જીત મેળવી હતી, જેમાં કોલકાતાને 38 રનથી હરાવ્યુ હતુ. ગત 20 સપ્ટેમ્બરે યોજાયેલી મેચમાં KKR 9 વિકેટે જીત્યું હતું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઈડર્સ મેચ ક્યારે રમાશે?

11 ઓક્ટોબર સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ મેચ રમાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઈડર્સ મેચ કેટલા વાગે શરૂ થશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 થી રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઈડર્સ મેચ ક્યાં રમાશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ શારજાહના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઈડર્સ ક્યાં મેચ લાઈવ અને લાઈવ સ્ટ્રીમિંગ કરશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટેલિકાસ્ટ થશે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર રહેશે.

આ પણ વાંચોઃ IPL 2021: ધોનીને મેચ ફિનીશ કરતા જોઇને વિરાટ કોહલી ખૂશીથી ઉછળી પડ્યો, કહ્યુ, કિંગ ઇસ બેક!

આ પણ વાંચોઃ T20 World Cup: વિશ્વકપ દરમ્યાન કોરોના સંક્રમણ ફેલાવવાને લઇને ટૂર્નામેન્ટ અંગે આમ લેવાશે નિર્ણય, જાણો શુ કરાયુ છે આયોજન

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati