IPL 2021: ધોનીને મેચ ફિનીશ કરતા જોઇને વિરાટ કોહલી ખૂશીથી ઉછળી પડ્યો, કહ્યુ, કિંગ ઇસ બેક!
ધોની (Dhoni) એ દિલ્હી સામેની મેચ પૂરી કરવા માટે છેલ્લા બોલ સુધી રાહ જોઇ ન હતી. તેના બદલે, 2 બોલ અગાઉથી, ચેન્નાઇએ પ્રથમ ક્વોલિફાયરની કસોટી પાર કરીને ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે.
દિલ્હી સામે તાકાત બતાવી. ધોની (MS Dhoni)એ રમત પૂરી કરી. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે લક્ષ્ય અશક્ય બની રહ્યું હતું. પરંતુ, જ્યાં સુધી માહી ક્રિઝ પર હતી ત્યાં સુધી બધું શક્ય હતું. એવું જ થયું. CSK ને છેલ્લા 6 બોલમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે જીતવા માટે 13 રનની જરૂર હતી. ઓવરના પહેલા બોલ પર વિકેટ પડી હતી. દબાણ છતા ધોની શાંત હતો. અને, પછી તેણે તે કામ કર્યું જેના માટે તે ક્રિકેટ જગતમાં પ્રખ્યાત છે. પોતાની સ્ટાઇલમાં ગેમ ફિનીશ.
ધોનીએ દિલ્હી સામેની મેચ પૂરી કરવા માટે છેલ્લા બોલ સુધી રાહ જોવી પડી ન હતી. તેના બદલે, 2 બોલ અગાઉ, ચેન્નાઇએ પ્રથમ ક્વોલિફાયરની કસોટી પાર કરીને ફાઇનલની ટિકિટ મેળવી લીધી હતી. ધોનીએ IPL ની પીચ પર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ કામ કર્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નો કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ તેને આમ કરતો જોઈને ખૂશીથી ઉછળી પડ્યો હતો.
ધોનીને દિલ્હી સામે મેચ પૂરી કરતા જોઈને RCB કેપ્ટન વિરાટ કોહલી પોતાની સીટ પરથી ઉછળી પડ્યો હતો. તો વળી તેણે ખુદે જ સોશિયલ મીડિયા દ્વારા મેચ બાદ આ વાતનો ખુલાસો કર્યો હતો. વિરાટ કોહલીએ ટ્વિટ કરીને લખ્યું- ‘… અને, કિંગ્સ ઇસ બેક! સૌથી મોટો ફિનિશર, જેની ઇનીંગ જોઇને હું પોતાની સીટ થી ઉછળી પડ્યો હતો.
Anddddd the king is back ❤️the greatest finisher ever in the game. Made me jump Outta my seat once again tonight.@msdhoni
— Virat Kohli (@imVkohli) October 10, 2021
આ સ્પષ્ટ છે કે આ ટ્વીટ દ્વારા વિરાટ કોહલીએ ધોનીની મેચ ફિનિશર સ્ટાઇલની પ્રશંસા કરી છે. એટલું જ નહીં પણ દુનિયાને કહેવાનો પણ પ્રયાસ કર્યો છે, રમતની શરૂઆત કોઇ પણ કરે, પરંતુ તેને ફિનીશ કરવાના મામલે તેના કરતા વધુ સારુ કોઈ નથી.
ધોની સર્વોચ્ચ સ્ટ્રાઇક રેટ વાળી ઇનીંગ
ધોનીએ દિલ્હી સામેની મેચમાં માત્ર 6 બોલનો સામનો કર્યો હતો. આ 6 બોલમાં તેણે 300 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. જે આઈપીએલની પિચ પર ધોનીની સર્વોચ્ચ સ્ટ્રાઈક રેટની ઈનિંગ છે. ધોનીએ 6 બોલમાં અણનમ 18 રન બનાવ્યા હતા, જેમાં એક છગ્ગો અને ત્રણ ચોગ્ગા સામેલ હતા. અગાઉ તેણે વર્ષ 2012 માં મુંબઈ ઈન્ડીયન્સ સામે સૌથી વધુ સ્ટ્રાઈક રેટ સાથે ઈનિંગ રમી હતી. ત્યારબાદ ધોનીએ 281.45 ના સ્ટ્રાઇક રેટ પર 16 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા.