AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: RCB ની ટીમે વધુ એક યુવા વિદેશી ખેલાડીને સમાવ્યો, વિદેશી T20 ટૂર્નામેન્ટમાં ધૂમ મચાવનાર ખેલાડી IPL માં પ્રથમ વાર રમશે

UAE માં રમાનાર IPL 2021 ના બીજા હાફ પહેલા જ RCB ના કેટલાક વિદેશી ખેલાડીઓએ પોતાના નામ પરત લઇ લીધા હતા. જેને લઇને RCB નવા ખેલાડીઓને સામેલ કરી રહી છે.

IPL 2021: RCB ની ટીમે વધુ એક યુવા વિદેશી ખેલાડીને સમાવ્યો, વિદેશી T20 ટૂર્નામેન્ટમાં ધૂમ મચાવનાર ખેલાડી IPL માં પ્રથમ વાર રમશે
George Garton
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 3:11 PM
Share

IPL 2021 જીતવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફ્રેન્ચાઇઝી ખૂબ પ્રયાસ કરી રહી છે. હાલમાં તે સતત તેમની સાથે નવા ખેલાડીઓને ઉમેરી રહી છે. આગામી મહિને UAE માં શરૂ થનારી IPL 2021 ના ​​બીજા હિસ્સા માટે ટીમના 5 વિદેશી ખેલાડીઓએ પોતાના નામ પરત ખેંચી લીધા હતા. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઈઝીએ થોડાક દિવસ પહેલા 3 ખેલાડીઓને તેમની જગ્યા ભરવા માટે સાઈન કર્યા હતા. આ લિસ્ટમાં વધુ એક નવું નામ ઉમેરાયું છે, જે ભારતીય ક્રિકેટ ચાહકો માટે તદ્દન અજાણ છે.

RCB એ ઇંગ્લેન્ડના સ્થાનિક ક્રિકેટના ફાસ્ટ બોલર જ્યોર્જ ગાર્ટન (George Garton) ને આઇપીએલના બાકીના હિસ્સા માટે સાઇન કર્યો છે. ગાર્ટનને ઓસ્ટ્રેલિયન બોલર ડેનિયલ સેમ્સની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે. સેમ્સની જેમ, ગાર્ટન પણ ડાબા હાથથી બોલિંગ કરે છે અને નીચલા ક્રમમાં જરૂરી રન કરવાની ક્ષમતા ધરાવે છે.

24 વર્ષીય ગાર્ટન ઇંગ્લેન્ડની સ્થાનિક ક્રિકેટમાં સસેક્સ તરફથી રમે છે. અત્યાર સુધીની કારકિર્દીમાં તેણે 38 T20 મેચ રમી છે, તેણે 44 વિકેટ લીધી છે. તેનો ઇકોનોમી રેટ 8.26 છે. આ સિવાય તેણે 124 ની સ્ટ્રાઇક રેટથી 187 રન પણ બનાવ્યા છે. જોકે, ગાર્ટેન અત્યાર સુધી ઈંગ્લેન્ડ માટે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. તે સાઉથર્ન બ્રેવ ટીમનો મહત્વનો હિસ્સો હતો, તેની ટીમે તાજેતરમાં ધ હંડ્રેડ ટુર્નામેન્ટ જીતી હતી. ગાર્ટેને આ ટુર્નામેન્ટની 9 મેચમાં 10 વિકેટ લીધી હતી.

RCB એ 4 વિદેશી ખેલાડીઓ સામેલ કર્યા

ગાર્ટન પ્રથમ વખત IPL ની ચમક દમકની દુનિયામાં પગ મૂકશે. તેના પહેલા વિરાટ કોહલીના નેતૃત્વમાં RCB એ 3 અન્ય વિદેશી ખેલાડીઓને સાઇન કર્યા હતા. જેમાં શ્રીલંકાના સ્ટાર સ્પિનર ​​વાનીંદુ હસારંગા અને ફાસ્ટ બોલર દુષ્મંથા ચામીરા મુખ્ય છે. બંને બોલરોએ તાજેતરમાં ભારત સામે વનડે અને T20 શ્રેણીમાં પ્રભાવિત બોલિંગ કરી હતી.

 આ પણ વાંચોઃ Vinesh Phogat માટે રાહતના સમાચાર, ભવિષ્યમાં ભુલની સજા આજીવન પ્રતિબંધની શરતે રેસલિંગ ફેડરેશને માફ કરી

આ પણ વાંચોઃ IND vs ENG: દિવસના અંતે ભારત સામે 42 રનની લીડ સાથે ઈંગ્લેન્ડનો સ્કોર વગર વિકેટે 120 રન, બંને ઈંગ્લીશ ઓપનરોની ફીફટી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">