Vinesh Phogat માટે રાહતના સમાચાર, ભવિષ્યમાં ભુલની સજા આજીવન પ્રતિબંધની શરતે રેસલિંગ ફેડરેશને માફ કરી
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) રમતોમાં વિનેશ (Vinesh Phogat) ને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેના બાદ ભારત પરત ફરવા પર રેશલિંગ ફેડરેશને તેમની પર બેદરકારી અને શિસ્તભંગના આરોપ લગાવ્યા હતા.
મહિલા રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat) માટે રાહતના સમાચાર છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (Wrestling Federation Of India) એ તેની વિરુદ્ધ, શિસ્તભંગની કાર્યવાહી સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. વિનેશ ફોગાટ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Championship)માં ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે. આ માટે તેણે ટ્રાયલમાં હાજર થવું પડશે. વિનેશને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ગેમ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ ભારત પરત ફરતા જ રેસલિંગ ફેડરેશને તેના પર બેદરકારી અને અનુશાસનનો આરોપ લગાવ્યો હતો. વિનેશને શો કોઝ નોટિસ આપીને સસ્પેન્ડ કરવામાં આવી હતી. પરંતુ હવે તેમનું સસ્પેન્શન સમાપ્ત કરવામાં આવ્યું છે. વિનેશની સાથે બે યુવા મહિલા કુસ્તીબાજોને પણ માફી આપવામાં આવી છે.
મીડિયા રિપોર્ટનુસાર, રેસલિંગ ફેડરેશને વિનેશ ફોગાટ તેમજ એશિયન ચેમ્પિયન દિવ્યા સાન અને વર્લ્ડ કેડેટ ચેમ્પિયન સોનમ મલિકને પત્ર મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે શો કોઝ નોટિસ પર તમારા લોકોનો જવાબ સંતોષકારક નથી. પરંતુ ફેડરેશન બીજી તક આપવા માંગે છે જેથી તમે ભૂલોને સુધારી શકો.
જે પત્ર દ્વારા આ ત્રણેય કુસ્તીબાજોને ચેતવણી પણ આપવામાં આવી છે કે, ભવિષ્યમાં તેમના પર આજીવન પ્રતિબંધ લગાવી શકાય છે. ફેડરેશન વતી, ભારતીય કુસ્તી સંઘ તમને ચેતવણી આપીને માફ કરે છે. જો કે, જો ફરી ભૂલ થશે તો ફેડરેશને આજીવન પ્રતિબંધનું પગલું ભરવું પડશે.
રેસલિંગ ફેડરેશનના સેક્રેટરી વિનોદ તોમરે મીડિયા રિપોર્ટમાં કહ્યું, હવે શિસ્ત સમિતિએ તેને મંજૂરી આપી દીધી છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદગી ટ્રાયલમાં ભાગ લઈ શકે છે. વિનેશ વરિષ્ઠ કુસ્તીબાજ છે અને દિવ્યા અને સોનમ બંને યુવાન છે, તેથી તેમને બીજી તક આપવાનું નક્કી કરાયુ છે.
વિનેશ પર લાગ્યા હતા આરોપ
ઓલિમ્પિક ગેમ્સ પછી, રેસલિંગ ફેડરેશન વતી વિનેશ પર આરોપ લગાવવામાં આવ્યા હતા. કે તે આ રમતો દરમિયાન બાકીના ભારતીય ખેલાડીઓથી અલગ રહી હતી અને અલગ રીતે તાલીમ લીધી હતી. ઉપરાંત, તેની મેચ દરમિયાન, સત્તાવાર યૂનિફોર્મને બદલે, તેણે બીજો યૂનિફોર્મ પહેર્યો હતો.
આ દરમ્ચાન દિવ્યા સેન પર આરોપ કરવામાં આવ્યા હતા કે, તેના પિતાએ એક વીડિયોમાં ફેડરેશનની ટીકા કરી હતી. સોનમ મલિકના કિસ્સામાં એવો આક્ષેપ થયો હતો કે ટોક્યો જવા માટે રેસલિંગ ફેડરેશનની ઓફિસમાંથી તેનો પાસપોર્ટ લેવાને બદલે તેણે સ્પોર્ટ્સ ઓથોરિટીને મોકલવાનું કહ્યું હતું.