IPL 2021: ઇશાન કિશને રન લેવાની પાડી તો, પાર્થિવ પટેલે જાણે ધક્કો મારીને ક્રિઝ પરથી મારીને નિકાળવો પડ્યો, જુઓ Video

મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) વર્તમાન વિજેતા છે, અને IPL 2021 ની આગળની મેચોની સિઝનની તૈયારીઓ માટે તે સંયુક્ત આરબ અમીરાત પહોંચી ચુકી છે. જ્યાં તેમના ખેલાડીઓ અભ્યાસમાં વ્યસ્ત છે.

IPL 2021: ઇશાન કિશને રન લેવાની પાડી તો, પાર્થિવ પટેલે જાણે ધક્કો મારીને ક્રિઝ પરથી મારીને નિકાળવો પડ્યો, જુઓ Video
Parthiv Patel-Ishan Kishan

IPL-14 ની બાકી સિઝન માટે મુંબઈ ઇન્ડીયન્સ (Mumbai Indians) ના ખેલાડીઓ સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચી ગયા છે. જ્યાં અબુધાબીમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઇશાન કિશન (Ishan Kishan) ટીમનો એક મહત્વપૂર્ણ સભ્ય છે. જે જુલાઇમાં શ્રીલંકા પ્રવાસે ગયેલ ભારતીય ટીમનો હિસ્સો હતો. કિશન પણ તેની તૈયારીઓમાં પાછળ નથી અને તે પરસેવો વહાવી રહ્યો છે.

ટીમના તાજેતરના પ્રેક્ટિસ સેશનમાં કિશને એવું કામ કર્યું કે, ટીમના સપોર્ટ સ્ટાફના સભ્ય પાર્થિવ પટેલે (Parthiv Patel) કંઇક આમ કરવુ પડ્યુ હતુ. કિશન જે કરવા માંગતો ન હતો તે જબરદસ્તીથી કરવાની ફરજ પડી.

કિશન પ્રેક્ટિસ દરમિયાન બેટિંગ કરી રહ્યો હતો. તેણે બોલ રમ્યો, તે નો બોલ હતો અને તે પછીનો બોલ ફ્રી હિટ થવાનો હતો. તેથી કિશને રન લેવાની ના પાડી. પાર્થિવે આ અંગે કિશનને કહ્યું કે ભાગ, કારણ કે એક સરળ રન છે જે લેવો પડશે. કિશન થોડો સમય રોકાયો પણ પટેલે તેને ભાગી જવાનું કહ્યું, પછી કિશનને ભાગવું પડ્યું.

આ પછી કિશનના પાર્ટનરે ફ્રી હિટ લીધી જે ફુલ ટોસ હતી. ફ્રેન્ચાઇઝીએ આ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી છે અને તેને તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Mumbai Indians (@mumbaiindians)

કિશને નિરાશ કર્યા હતા

IPL-14 ના પ્રથમ તબક્કામાં કિશનનું બેટ વધારે ચાલ્યુ ન હતું. તેણે ટીમ માટે રમેલી પાંચ મેચમાં માત્ર 73 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડીયન્સ સાથેના તાજેતરના વીડિયોમાં કિશને બેટિંગ કરવા જતાં પોતાની માનસિકતા વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, એવું નથી કે હું શરૂઆતથી જ પ્રથમ બોલમાં સિક્સર ફટકારવા જાઉં. પણ હું મારી રમત જાણું છું. પ્રથમ બોલથી, હું હકારાત્મક માનસિકતામાં હોઈ શકું કે ન પણ હોઉં.

તે ઘણી મેચોમાં થાય છે જે તમને લાગે છે કે તમે બોલને થોડો વહેલો રમશો અને સેટ થયા પહેલા મોટા શોટ ફટકારશો. પણ આ મારી રમત નથી. તે મારી વિરુદ્ધ છે. જેવો હું મેદાનની અંદર જાઉં છું, મારે બોલને મધ્યમાં રાખવો પડશે.

કિશન બેટથી સારા ફોર્મમાં નહોતો, તેથી ટીમ મેનેજમેન્ટે તેને IPL-2021 ના ​​પ્રથમ તબક્કાની કેટલીક મેચોમાં ટીમમાંથી પડતો મૂક્યો હતો. કિશન તેના ફોર્મમાં પરત ફરવાની આશા રાખશે અને યુએઈમાં રમાનારા બીજા હાલ્ફમાં સારા રન બનાવશે. મુંબઈએ 2020 માં યુએઈમાં જ ખિતાબ જીત્યો હતો અને કિશને તેમાં મોટી ભૂમિકા ભજવી હતી. આ ડાબોડી બેટ્સમેન ટીમના મિડલ ઓર્ડરને મજબૂત બનાવે છે.

આ પણ વાંચોઃ IND vs ENG: ઈંગ્લેન્ડમાં રોહિત શર્માએ મચાવી ધમાલ, 7 વર્ષ બાદ વિદેશી ધરતી પર ફટકાર્યુ શતક

આ પણ વાંચોઃ IND vs ENG: ત્રીજા દિવસની રમત ખરાબ પ્રકાશને લઇને વહેલી સમાપ્ત, ભારતીય ટીમ 171 રન થી આગળ

Click on your DTH Provider to Add TV9 Gujarati