IND vs ENG: ઈંગ્લેન્ડમાં રોહિત શર્માએ મચાવી ધમાલ, 7 વર્ષ બાદ વિદેશી ધરતી પર ફટકાર્યુ શતક

રોહિત શર્મા (Rohit Sharma)નું વિદેશી ધરતી પર આ પ્રથમ શતક છે. આ પહેલા તે ફક્ત ભારતમાં જ શતક લગાવી શક્યો છે. વર્તમાન સિરીઝમાં તે બે વાર અર્ધશતક લગાવી ચુક્યો છે.

IND vs ENG: ઈંગ્લેન્ડમાં રોહિત શર્માએ મચાવી ધમાલ, 7 વર્ષ બાદ વિદેશી ધરતી પર ફટકાર્યુ શતક
Rohit Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 10:48 PM

જ્યારે ભારતના બાકીના બેટ્સમેનો ઈંગ્લેન્ડ પ્રવાસ પર સંઘર્ષ કરતા જોવા મળ્યા છે, રોહિત શર્મા (Rohit Sharma) એક અલગ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. રોહિતે લોર્ડ્સ અને હેડિંગ્લે ખાતે શાનદાર ઈનિંગ્સ રમી હતી અને અડધી સદી ફટકારી હતી, પરંતુ તે ઈનિંગ્સને સદીમાં બદલી શક્યો ન હતો. રોહિતે ઓવલ મેદાન (Oval Test) પર રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ પૂરી કરી હતી.

રોહિતે શનિવારે મેચના ત્રીજા દિવસે પોતાની ટેસ્ટ કારકિર્દીની આઠમી સદી ફટકારી છે. વિદેશની ધરતી પર રોહિતની આ પ્રથમ ટેસ્ટ સદી છે. તેણે આ પહેલા વિદેશની ધરતી પર ટેસ્ટમાં ક્યારેય સદી ફટકારી ન હતી. રોહિતની સદી પૂરી કરવાની સ્ટાઈલ પણ અલગ હતી. તેણે 64મી ઓવર ફેંકી રહેલા મોઈન અલીની ઓવરમાં શાનદાર છગ્ગા સાથે પોતાની ટેસ્ટ સદી પૂરી કરી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રોહિતે કોલકાતામાં નવેમ્બર 2013માં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ ત્યારથી તે ટેસ્ટમાં વિદેશી ધરતી પર સદી ફટકારી શક્યો નથી. આ કમીને રોહિતે આ વખતે 2021માં સાત વર્ષ પછી ઈંગ્લેન્ડમાં પૂરી કરી હતી. રોહિતે ત્રીજી વખત ટેસ્ટમાં સદી ફટકારીને સદી પૂરી કરી છે.

રાહુલ દ્રાવિડને છોડ્યો પાછળ

ભલે વિદેશની ધરતી પર અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટમાં રોહિતની આ પ્રથમ ટેસ્ટ સદી છે. પરંતુ તેણે આ પહેલા મર્યાદિત ઓવરોમાં ઈંગ્લેન્ડની ધરતી પર સદી ફટકારી છે. ત્રણેય ફોર્મેટની વાત કરીએ તો ઈંગ્લેન્ડમાં આ તેની કુલ નવમી સદી છે અને આ કિસ્સામાં તેણે રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે. રાહુલે ત્રણેય ફોર્મેટમાં ઈંગ્લેન્ડમાં કુલ આઠ સદી ફટકારી છે. આ સાથે તે ઈંગ્લેન્ડમાં સદી ફટકારનારા વિદેશી બેટ્સમેનોની યાદીમાં વિવિયન રિચાર્ડ્સની બરાબરી પર આવ્યો છે.

રિચર્ડ્સને ઈંગ્લેન્ડમાં કુલ નવ સદી પણ ફટકારી છે અને રોહિતે આજે તેની બરાબરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેન આ બેથી આગળ છે. રોહિત રમતના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ઈંગ્લેન્ડનો બીજો બેટ્સમેન છે. તેમના પહેલા કેએલ રાહુલ આ કામ કરી ચૂક્યા છે. આ બંને બેટ્સમેનોએ ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ, T20 અને વનડે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે.

ટીમને આપી મજબૂત શરુઆત

રોહિતે આ મેચની બીજી ઈનિંગમાં શરૂઆતથી જ શાનદાર બેટિંગ કરી અને તેના ઓપનિંગ પાર્ટનર કેએલ રાહુલ સાથે મળીને ટીમને સારી શરૂઆત આપી હતી. તેણે પ્રથમ વિકેટ માટે રાહુલ સાથે 83 રનની ભાગીદારી કરી હતી. જોકે, રાહુલ અડધી સદી પૂરી કરી શક્યો ન હતો અને 46 રનના વ્યક્તિગત સ્કોર પર જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યો હતો. આ પછી રોહિતે ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) સાથે મળીને ભારતીય ઈનિંગ સંભાળી. બંને વચ્ચે જબરદસ્ત ભાગીદારી રમત રહી છે.

આ પણ વાંચોઃ Cricket: વર્તમાન સમયમાં આ ત્રણ બેટ્સમેન લગાવી ચુક્યા છે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર, જાણો

આ પણ વાંચોઃ Cricket: વન ડે ક્રિકેટમાં 300 પ્લસ રનનો સ્કોર સૌથી વધુ આ ટીમે નોંધાવ્યો છે, જાણો 300 પ્લસ રન નોંધાવનારી ટીમો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">