IND vs ENG: ત્રીજા દિવસની રમત ખરાબ પ્રકાશને લઇને વહેલી સમાપ્ત, ભારતીય ટીમ 171 રન થી આગળ

ભારતીય ટીમે ઇગ્લેન્ડ સામે ત્રીજા દિવસની રમત મજબૂતાઇથી રમી હતી. ઉતાર ચઢાવ વાળી ઓવલ ટેસ્ટ (Oval Test) માં દિવસના અંતે ભારતીય ટીમ સારી લીડ મેળવી લીધી હતી.

IND vs ENG: ત્રીજા દિવસની રમત ખરાબ પ્રકાશને લઇને વહેલી સમાપ્ત, ભારતીય ટીમ 171 રન થી આગળ
Rohit Sharma-Cheteshwar Pujara
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 10:46 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England0 વચ્ચેની ઓવલ ટેસ્ટ (Oval Test) મેચના ત્રીજા દિવસની રમત સમય કરતા વહેલી સમાપ્ત થઇ ચુકી હતી. ત્રીજો દિવસ ભારતીય ટીમ (Team India) ના નામે રહ્યો હતો. ત્રીજા દિવસની રમત દરમ્યાન ત્રણ વિકેટ ગુમાવીને દિવસના અંત સુધી બીજા દાવની રમત જારી રહી હતી. ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) અને કેએલ રાહલ, તેમજ ચેતેશ્વર પુજારાની શાનદાર રમત રહી હતી.

ત્રીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 270 રન કર્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે ભારત પર 99 રનની લીડ કરી હતી. પરંતુ ભારતીય ટીમના ઓપનર અને બીજી વિકેટની રમતે ભારતીય ટીમને ઇંગ્લેન્ડથી ગણું આગળ કરી દીધુ હતુ. ત્રીજા દિવસના અંતે 171 રન થી ભારતીય ટીમ આગળ રહી હતી. ભારત પાસે હજુ 7 વિકેટ છે અને જે સ્કોરને મજબૂત કરવા માટે પુરતુ છે.

ઇંગ્લેન્ડની ટીમ માટે ત્રીજો દિવસ મુશ્કેલ સાબિત થયો હતો. પ્રથમ દાવમાં ઝડપ થી વિકેટ ગુમાવી રહેલ ટીમ ઇન્ડીયાએ બીજા દાવમાં જબરદસ્ત રીતે મેચમાં પરત ફરતી રમત રમી હતી. ભારતીય બેટ્સમેનોએ ઇંગ્લીશ બોલરોને શનિવારની રમતમાં હંફાવી દીધા હતા. રોહિત શર્માએ 127 રનની જબરદસ્ત રમત રમી હતી. રોહિત શર્માએ વિદેશની ધરતી પર તેનુ પ્રથમ શતક લગાવ્યુ હતુ. આ પહેલા તેણે બે અર્ધશતક સિરીઝમાં લગાવ્યા હતા. પરંતુ શતક સુધી તેની રમતને લંબાવી શક્યો નહોતો.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને રોહિત શર્માએ વિશાળ ભાગીદારી રમત રમી હતી. જેને લઇને ભારતીય ટીમની સ્થિતી મેચમાં શાનદાર થઇ હતી. આ પહેલા રોહિત શર્મા અને કેએલ રાહુલે 83 રનની ભાગીદારી રમત રમી હતી. આમ બંને એ સારી શરુઆત આપ્યા બાદ બીજી વિકેટની ભાગીદારી રમત પણ ટીમ ને સારી રહી હતી. પુજારાએ 127 બોલમાં 61 રન કર્યા હતા. આ પહેલા કેએલ રાહુલ ભારતની પ્રથમ વિકેટના સ્વરુપ તેણે વ્યક્તિગત 46 રન કરી પેવેલિયન પરત ફર્યો હતો.

બંને વચ્ચે શાનદાર ઇનીંગ ચાલી રહી હતી. બંનેએ ભારતનુ સ્કોર બોર્ડ ફરતુ રાખ્યુ હતુ. પરંતુ નવા બોલે તેમને મુશ્કેલી સર્જી હતી. નવો બોલ આવતા જ રોબિન્સનની ઓવરમાં પ્રથમ બોલે જ પહેલા રોહિત અને બાદમાં રોબિન્સનની ઓવરમાં પુજારા પેવેલિયન પરત ફર્યો હતો.

વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા બંને ત્રીજા દિવસની રમતના અંતે રમતમાં હતા. કોહલીએ 37 બોલમાં 22 રન કર્યા હતા. તેણે 4 ચોગ્ગા લગાવ્યા હતા. જાડેજા 33 બોલનો સામનો કરીને 9 રને રમતમાં હતો.

નવા બોલે ઇગ્લેન્ડની આશા પુરી કરી

ઇંગ્લીશ બોલરો પરેશાન હતા. રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા બંનેએ તેમની રમત વડે ઇંગ્લીશ બોલરોને મચક આપી નહોતી. આ દરમ્યાન નવો બોલ રમતમાં આવતા જ બંનેની વિકેટ મેળવવામાં ઇંગ્લેન્ડને સફળતા મળી હતી. રોબિન્સનને 2 વિકેટ મળી હતી. જ્યારે જેમ્સ એન્ડરસનને 1 વિકેટ મળી હતી.

 આ પણ વાંચોઃ Tokyo Paralympics: પ્રમોદ ભગતે ભારતને અપાવ્યો બૈડમિન્ટનમાં પહેલો ગોલ્ડ મેડલ, મનોજ સરકારને મળ્યો બ્રોન્ઝ

આ પણ વાંચોઃ Pakistani cricketer પણ છે MS ધોનીના ચાહક ઘરમાં જોવા મળ્યો ફોટો, ભારતીય ફેન્સ ખુશ થયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">