AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 DC vs SRH Live Streaming: આજે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે જંગ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ નિહાળી શકાશે

દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) યુવા સુકાની ઋષભ પંત (Rishabh Pant ) ના નેતૃત્વમાં અત્યાર સુધી રમતના ત્રણેય વિભાગમાં સારું પ્રદર્શન કર્યું છે. બીજી બાજુ, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) લગભગ દરેક મેચમાં સંઘર્ષ કરતી જોવા મળી હતી.

IPL 2021 DC vs SRH Live Streaming: આજે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે જંગ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ નિહાળી શકાશે
delhi capitals vs sunrisers hyderabad
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 10:05 AM
Share

IPL 2021 માં બુધવારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Delhi Capitals vs Sunrisers Hyderabad સામ-સામે હશે. આ બે ટીમો લીગમાં બીજી વખત એકબીજા સામે ટકરાશે. ઋષભ પંત (Rishabh Pant ) ની આગેવાનીવાળી ટીમે પ્રથમ તબક્કો જીત સાથે પૂર્ણ કર્યો હતો. હવે તે UAE માં પણ જીત સાથે શરૂઆત કરવા ઈચ્છે છે. આ કરવા માટે, તેમની પાસે સારા આક્રમક બેટ્સમેન છે. જે કોઈપણ સારા બોલીંગ આક્રમણને તોડી શકે છે, સનરાઇઝર્સ પણ તેનો અપવાદ રહેશે નહીં.

સનરાઇઝર્સની વાત કરીએ તો, જીત તેમના મનોબળને વધારશે અને તેમને ટુર્નામેન્ટમાં રહેવા મદદ કરશે. જો કે, તેમને જોની બેયરસ્ટોની ખોટ જરુર સાલશે. જેણે બીજા તબક્કામાંથી હટી જવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે વધુ જવાબદારી લેવી પડશે. ટીમને કેન વિલિયમસન, મનીષ પાંડે, રિદ્ધિમાન સાહા, કેદાર જાધવ, અબ્દુલ સમાદ અને વિજય શંકરના સારા યોગદાનની પણ જરૂર છે. બોલિંગમાં તેનું નેતૃત્વ રાશીદ ખાન કરશે, જેણે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં દિલ્હીના બેટ્સમેનોને રોકવા માટે અનુશાસિત પ્રદર્શન કરવું પડશે.

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ ક્યારે રમાશે?

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ (DC vs SRH) IPL 2021 ની 33 મી મેચ 22 સપ્ટેમ્બર, બુધવારે રમાશે.

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ ક્યાં રમાશે?

દુબઇના દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ (DC vs SRH) મેચ રમાશે.

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ (DC vs SRH) મેચ 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ 7 વાગ્યે યોજાશે.

કઈ ટીવી ચેનલ દ્વારા દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ મેચનું જીવંત પ્રસારણ કરાશે?

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ (DC vs SRH) મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ (DC vs SRH) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃ IPL 2021: પંજાબ સામે અંતિમ ઓવરમાં મેચ પલટી દેનારા ખેડૂત પુત્ર કાર્તિક ત્યાગીની આવી છે કહાની, જાણો યુવા ક્રિકેટરની સફર

આ પણ વાંચોઃ IPL 2021 Orange Cap: રાજસ્થાન સામે શાનદાર રમતને લઇ કેએલ રાહુલ ઓરેન્જ કેપની રેસમાં નંબર-1 શિખર ધવન સાથે બરાબરી પર

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">