IPL 2021: પંજાબ સામે અંતિમ ઓવરમાં મેચ પલટી દેનારા ખેડૂત પુત્ર કાર્તિક ત્યાગીની આવી છે કહાની, જાણો યુવા ક્રિકેટરની સફર
ઉત્તર પ્રદેશના કાર્તિક ત્યાગી (Karthik Tyagi) ને 2019 ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) 1.30 કરોડ રૂપિયા ખર્ચીને ટીમમાં સામેલ કર્યા હતા.
રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) રવિવારે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) ને હરાવી હતી. આ જીતનો શ્રેય 19 વર્ષના યુવાન રાજસ્થાનના બોલર કાર્તિક ત્યાગી (Karthik Tyagi) ને જાય છે જેમણે છેલ્લી ઓવરમાં આખી મેચ બદલી નાખી. ઉત્તરપ્રદેશના કાર્તિક માટે આ મેચ યાદગાર બની ગઈ, કારણ કે તેને આ મેચમાં નવી ઓળખ મળી. પંજાબ કિંગ્સે છેલ્લી ઓવરમાં 4 રન બનાવવાના હતા પરંતુ તે તેમ કરી શક્યો નહીં. કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં માત્ર 1 રન આપીને 2 વિકેટ લીધી હતી.
કાર્તિક ત્યાગીએ ગયા વર્ષે મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) સામે IPL માં પ્રવેશ કર્યો હતો. તેણે તે જ વર્ષની શરૂઆતમાં યોજાયેલા અંડર-19 વર્લ્ડ કપ (World Cup) માં શાનદાર રમત દર્શાવી હતી. અગાઉ હરાજીમાં રાજસ્થાન રોયલ્સે તેમને 1.30 કરોડની રકમ સાથે ટીમ સાથે જોડ્યા હતા. કાર્તિક ત્યાગી માટે આ સિઝન ખૂબ જ ખાસ રહેશે.
પરિવારના સહયોગથી સપના પૂરા થયા
ત્યાગી પશ્ચિમ ઉત્તર પ્રદેશના હાપુરના રહેવાસી છે. વર્લ્ડ કપ દરમિયાન, તેણે કહ્યું કે તેના પરિવારે ક્રિકેટ રમવાના સ્વપ્ન માટે ઘણું બલિદાન આપ્યું છે. કાર્તિકે કહ્યું હતું કે, જ્યારે મેં નક્કી કર્યું હતું કે હું ક્રિકેટ રમીશ, ત્યારે લોકો અમારી સાથે હસતા હતા. મારા પિતાએ કહ્યું કે તુ સફળ થઇશ કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. તુ જે કરી રહ્યા છો તેનો આનંદ માણ. તેમણે મને ક્યારેય ખેતીનું કામ કરવા દીધું નહીં, કારણ કે તે ઇચ્છતા હતા કે હું મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરું. કાર્તિકે માત્ર 16 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતુ.
વર્ષ 2019 ની હરાજીમાં, 20 લાખની બેઝ પ્રાઇસ ધરાવતી રાજસ્થાન રોયલ્સ ટીમના આ ખેલાડીને 1.30 કરોડ રૂપિયા ખર્ચીને તેની ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો. કાર્તિકને પોતાની ટીમમાં ઉમેરવા માટે રાજસ્થાન અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે સ્પર્ધા હતી. અંતે રાજસ્થાન જીત્યું હતુ.