PAK vs AUS: મિચેલ સ્ટાર્કની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાનની ટીમ સાધારણ સ્કોરમાં વિખેરાઇ ગઇ

PAKvAUS: ઓસ્ટ્રેલિયા પહેલી ઇનિંગમાં 556/9 નો સ્કોર કર્યો હતો અને ઇનિંગ ડિક્લેર કરી હતી. જવાબમાં પાકિસ્તાન માત્ર 148 રન જ કરી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

PAK vs AUS: મિચેલ સ્ટાર્કની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાનની ટીમ સાધારણ સ્કોરમાં વિખેરાઇ ગઇ
Cricket Australia (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 10:45 PM

કરાચી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની (Cricket Australia) ટીમે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાની (Pakistan Cricket) ટીમને માત્ર 148 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. ત્રીજ દિવસની રમત પૂરી થતા બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 1 વિકેટના ભોગે 81 રન બનાવ્યા હતા. આમ ઓસ્ટ્રેલિયા પાસે હવે કુલ 489 રનની લીડ છે. ઉસ્માન ખ્વાજા 35 અને માર્નસ લાબુશેન 37 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 9 વિકેટે 556 રનનો મોટો સ્કોર બનાવીને પહેલી ઇનિંગ ડિકલેર કરી હતી. નીચલા ક્રમના બેટ્સમેનોએ પણ રન બનાવ્યા હતા.

વિકેટકીપર એલેક્સ કેરીએ 93 રન બનાવ્યા હતા. તે સિવાય સ્ટાર્કે 28 અને કમિન્સે 34 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ફહીમ અશરફ અને સાજિદ ખાને 2-2 વિકેટ લીધી હતી. જવાબમાં મેદાન પર આવેલી પાકિસ્તાની ટીમ પહેલી ઇનિંગની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર બેટ્સમેન શફીક 13 અને ઇમામ-ઉલ-હકે 20 રન બનાવીને સસ્તામાં આઉટ થયા હતા. ત્યારબાદ અઝહર અલી પણ 14 રન બનાવીને આઉટ થયો હતો. છેલ્લી મેચમાં આ ત્રણેય બેટ્સમેનોએ સદી ફટકારી હતી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

બાબર આઝમ ક્રિઝના એક ખૂણે ઊભો હતો પરંતુ બીજા છેડેથી વિકેટો પડતી રહી હતી. બાબર આઝમ નવમી વિકેટ માટે આઉટ થયો હતો. તે 36 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. લોઅર ઓર્ડર તરફથી નૌમાન અલીએ અણનમ 20 અને શાહીન આફ્રિદીએ 19 રન બનાવ્યા હતા. આ રીતે પાકિસ્તાનની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 148 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. સ્વેપસને પણ 2 વિકેટ ઝડપી હતી.

જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ડેવિડ વોર્નર માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુશેને આગેવાની કરી હતી અને દિવસના અંત સુધી બીજી કોઈ વિકેટ પડવા દીધી ન હતી. ખ્વાજા 35 અને લેબુશેન 37 રને અણનમ પરત ફર્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 1 વિકેટે 81 રન હતો.

ટુંકો સ્કોર ઓસ્ટ્રેલિયાઃ 556/9d, 81/1 પાકિસ્તાનઃ 148/10 (પહેલી ઇનિંગ)

આ પણ વાંચો : પંજાબના જલંધરમાં આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડીની ગોળી મારીને કરાઈ હત્યા, ટુર્નામેન્ટ સમયે બની ઘટના

આ પણ વાંચો : IND VS SL: ભારતે 28 વર્ષ પછી શ્રીલંકાને ક્લીન સ્વીપ કર્યું, જાણો ટેસ્ટ સિરીઝ જીતવાના 5 મોટા કારણો

g clip-path="url(#clip0_868_265)">