IND VS SL: ભારતે 28 વર્ષ પછી શ્રીલંકાને ક્લીન સ્વીપ કર્યું, જાણો ટેસ્ટ સિરીઝ જીતવાના 5 મોટા કારણો

IND vs SL, 2nd Test: ભારતે બેંગ્લોર ટેસ્ટમાં શ્રીલંકાને 238 રને હરાવ્યું, T20 પછી ટેસ્ટ શ્રેણીમાં પણ કર્યો સફાયો.

IND VS SL: ભારતે 28 વર્ષ પછી શ્રીલંકાને ક્લીન સ્વીપ કર્યું, જાણો ટેસ્ટ સિરીઝ જીતવાના 5 મોટા કારણો
Team India (PC: BCCI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 7:35 PM

બેંગ્લોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ (Team India) ત્રીજા દિવસે જ શ્રીલંકાને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું. ભારતના 447 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની ટીમ 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બીજી ઇનિંગમાં જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) 3 અને અશ્વિને 4 વિકેટ લીધી હતી. અક્ષર પટેલને 2 અને જાડેજાને 1 વિકેટ મળી હતી. ભારતે મોહાલી ટેસ્ટ પણ 222 રને જીતી લીધી અને આ રીતે શ્રીલંકાને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું. આ જીત સાથે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) માં 12 પોઈન્ટ મળ્યા છે.

બેંગ્લોર ટેસ્ટમાં ભારતની જીતનો હીરો શ્રેયસ અય્યર હતો. તેણે બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. મેન ઓફ ધ સિરીઝ રિષભ પંતને જાહેર કરવામાં આવ્યો હતો. 60થી વધુની એવરેજથી રન બનાવવા ઉપરાંત તેણે વિકેટ પાછળ 8 શિકાર પણ કર્યા હતા. તમને જણાવી દઈએ કે 28 વર્ષ બાદ ભારતે શ્રીલંકાને ટેસ્ટ સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું. ભારતની સિરીઝ જીતવાના કારણો શું હતા, આખરે તેણે શ્રીલંકાને આટલી આસાનીથી કેવી રીતે હરાવ્યું, ચાલો તમને જણાવીએ આના 5 મોટા કારણો.

શાનદાર બોલિંગ અટેક

ભારતની જીતનું સૌથી મોટું કારણ તેનું શાનદાર બોલિંગ યુનિટ હતું. જસપ્રિત બુમરાહ, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીની શાનદાર બોલિંગે શ્રીલંકાને ચારેય તરફ કેદ દીધું હતું. બુમરાહ અને જાડેજાએ 10-10 વિકેટ લીધી હતી.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

પંત-અય્યરે દેખાડ્યો દમ

ભારતના બે યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર અને રિષભ પંતે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મોહાલી બાદ બેંગ્લોરની મુશ્કેલ પીચ પર પણ બંને બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. અય્યરે 62ની એવરેજથી 186 રન બનાવ્યા અને પંતે 61.66ની એવરેજથી 185 રન બનાવ્યા. બંને બેટ્સમેનોએ 2-2 અડધી સદી ફટકારી હતી.

જાડેજા બન્યો ‘રોકસ્ટાર’

રવિન્દ્ર જાડેજાએ એકલા હાથે શ્રીલંકા પર ભારે પડ્યો હતો. જાડેજાએ એકલા હાથે મોહાલી ટેસ્ટ જીતાડી હતી. પહેલા તેણે અણનમ 175 રનની ઇનિંગ રમી અને ત્યાર બાદ તેણે મેચમાં 10 વિકેટ પણ લીધી. આ શ્રેણીમાં જાડેજાની બેટિંગ એવરેજ 100થી વધુ હતી.

શ્રીલંકાના ઇજાગ્રસ્ત ખેલાડીઓ

શ્રીલંકાની ટીમ પહેલાથી જ ઓછા અનુભવી ખેલાડીઓ સાથે મેદાન પર ઉતરી હતી અને શ્રેણી દરમિયાન તેના કેટલાક મહત્વના ખેલાડીઓ ઈજાના કારણે રમી શક્યા ન હતા અને તેઓ પુરી તાકાત સાથે મેદાન પર આવ્યા ન હતા. શ્રીલંકાના બેટ્સમેન નિશંકાએ ઈજાના કારણે બીજી ટેસ્ટ રમી ન હતી. દુષ્મંત ચમીરા આખી શ્રેણીમાં રમી શક્યો ન હતો. કુસલ મેન્ડિસ પણ આ જ ટેસ્ટ રમ્યો હતો.

શ્રીલંકાનું એવરેજ પ્રદર્શન કર્યું

સુકાની દિમુથ કરુણારત્ને સિવાય શ્રીલંકાના અન્ય કોઈ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યા ન હતા. સિરીઝમાં માત્ર કરુણારત્ને જ 100થી વધુ રન બનાવી શક્યો હતો. બોલિંગમાં પણ શ્રીલંકાનું પ્રદર્શન સરેરાશ રહ્યું હતું.

આ પણ વાંચો : Womens World Cup 2022: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડની હારની હેટ્રિક, સાઉથ આફ્રિકાની ઐતિહાસીક જીત

આ પણ વાંચો : IND vs SL: ટીમ ઇન્ડિયાએ કર્યા શ્રીલંકાના સુપડા સાફ, બીજી ટેસ્ટ 238 રનથી જીતી સીરિઝ કબજે કરી

g clip-path="url(#clip0_868_265)">