AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup : પાકિસ્તાનને હરાવ્યા બાદ આ ભારતીય ખેલાડીને મળી મોટી સજા

મહિલા T20 વર્લ્ડ કપ 2024 વચ્ચે ટીમ ઈન્ડિયાની એક ખેલાડીને મોટો આંચકો લાગ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ ખેલાડી વિરુદ્ધ કાર્યવાહી કરીને તેને સજા ફટકારી છે. વાસ્તવમાં, પાકિસ્તાન વિરૂદ્ધ રમાયેલી મેચમાં આ ખેલાડીએ ICC આચાર સંહિતાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

T20 World Cup : પાકિસ્તાનને હરાવ્યા બાદ આ ભારતીય ખેલાડીને મળી મોટી સજા
Arundhati ReddyImage Credit source: ICC/ICC via Getty Images
| Updated on: Oct 07, 2024 | 9:42 PM
Share

મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાએ તેની બીજી મેચ પાકિસ્તાનની ટીમ સામે રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીત મેળવીને ટૂર્નામેન્ટમાં પોતાની જીતનું ખાતું ખોલ્યું હતું. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય ટીમની એક ખેલાડીને મોટો આંચકો લાગ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ ખેલાડી વિરુદ્ધ કાર્યવાહી કરીને તેને સજા ફટકારી છે. આ ખેલાડીએ પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ભારતીય ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

અરુંધતી રેડ્ડી સામે કાર્યવાહી થઈ

ભારતીય ફાસ્ટ બોલર અરુંધતી રેડ્ડીને મહિલા T20 વર્લ્ડ કપ મેચ દરમિયાન પાકિસ્તાનની નિદા દારને આઉટ કર્યા બાદ આક્રમક રીતે ઉજવણી કરવા બદલ ICC દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. પાકિસ્તાનની ઈનિંગની 20મી ઓવરમાં નિદા ડારને આઉટ કર્યા બાદ તે પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શકી ન હતી અને પેવેલિયન તરફ જવાનો ઈશારો કર્યો હતો. આવી સ્થિતિમાં તેણે ICC આચાર સંહિતા સાથે જોડાયેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

ICC કોડ ઓફ કન્ડક્ટના ભંગ બદલ દોષી

ICCએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘અરુંધતી રેડ્ડી ICC કોડ ઓફ કન્ડક્ટના અનુચ્છેદ 2.5ના ભંગ બદલ દોષી સાબિત થઈ છે. જેમાં આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ભાષા અથવા હાવભાવથી આઉટ થયેલ બેટ્સમેન સામે આક્રમક પ્રતિક્રિયાથી ઉશ્કેરવામાં આવે છે.

એક ડીમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો

ICCએ વધુમાં કહ્યું કે, ‘રેડ્ડીના અનુશાસનાત્મક રેકોર્ડમાં એક ડીમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. 24 મહિનાના સમયગાળામાં આ તેનો પહેલો ગુનો છે.’ તમને જણાવી દઈએ કે, લેવલ-1ના ઉલ્લંઘન માટે ન્યૂનતમ દંડ એ ખેલાડીની મેચ ફીના 50 ટકા અને એક અથવા બે ડિમેરિટ પોઈન્ટ છે. ખેલાડી આ સમયગાળાની અંદર ચાર કે તેથી વધુ ડીમેરિટ પોઈન્ટ્સ સુધી પહોંચે છે, તો તેને પ્રતિબંધનો સામનો પણ કરવો પડી શકે છે. જો કે, અરુંધતિએ ગુનો સ્વીકાર્યો હતો.

અરુંધતી રેડ્ડીનું દમદાર પ્રદર્શન

પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં અરુંધતી રેડ્ડી ભારતની સૌથી સફળ બોલર રહી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 19 રન આપ્યા અને 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. અરુંધતી રેડ્ડીએ પણ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધના કારણે ભારતની આ ટીમને મોટું નુકસાન, ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">