AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 પહેલા Shikhar Dhawan બન્યો ‘સિંઘમ’, દરવાજો તોડીને લીધી એન્ટ્રી ગુંડાઓને માર્યો માર, જુઓ VIDEO

IPL 2023 પહેલા પંજાબ કિંગ્સ ટીમના કેપ્ટન શિખર ધવનને 'સિંઘમ' તરીકે જોવામાં મળ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ગુંડાઓને મારતો જોવા મળી રહ્યો છે.

IPL 2023 પહેલા Shikhar Dhawan બન્યો 'સિંઘમ', દરવાજો તોડીને લીધી એન્ટ્રી ગુંડાઓને માર્યો માર, જુઓ VIDEO
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 11:53 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને આક્રમક ઓપનર શિખર ધવનને ટીમમાં યુવા બેટ્સમેનોના આવવાના કારણે બહાર કરવામાં આવ્યો છે. જો કે, હવે તે IPL 2023માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.IPL 2023 પહેલા જ્યાં 10 ટીમોના ખેલાડીઓ પોતપોતાની ટીમો સાથે પ્રેક્ટિસ સેશનમાં વ્યસ્ત છે, ત્યારે પંજાબ કિંગ્સ ટીમના કેપ્ટન શિખર ધવન ‘સિંઘમ’ ની સ્ટાઈલમાં જોવા મળ્યો હતો. ધવન દરવાજો તોડીને એન્ટ્રી મારી રહ્યો છે, જ્યારે તે પોલીસ સ્ટેશનમાં અવાજ ઉઠાવતા પણ જોવા મળી રહ્યો છે.

શિખર ધવને  ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિખર ધવન ગુંડાઓને મારતો અને હાથ-પગના મસાજ કરાવતો જોવા મળી રહ્યો છે. તેણે પોતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.શિખર ધવને તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બેકગ્રાઉન્ડમાં એ જ થીમ સોંગ વાગી રહ્યું છે, જે સિંઘમ ફિલ્મ સિરીઝમાં સુખવિંદર સિંહના અવાજમાં સંભળાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ધવન દરવાજો તોડીને અંદર પ્રવેશી રહ્યો છે અને ગુંડાઓને ખેંચીને લઈ જઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, હાલના સમયે શિખર ધવન પણ આઈપીએલનો ભાગ છે, પરંતુ તેણે કોઈ એડ માટે કે આઈપીએલના પ્રમોશન માટે વીડિયો શૂટ કર્યો છે. આ દરમિયાન, તેણે સિંઘમની થીમ પર એક વિડિઓ બનાવવાનું વિચાર્યું, જેને તેણે રીલ તરીકે શેર કર્યો છે, ગબ્બર નામથી ફેમસ શિખર ધવન અવારનવાર આવા નાના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

શિખર ધવન ટીમ ઈન્ડિયામાંથી બહાર થયો

તમને જણાવી દઈએ કે, અનુભવી બેટ્સમેન શિખર ધવન હાલમાં ભારત માટે કોઈ ફોર્મેટ નથી રમી રહ્યો. શિખરના સતત ફ્લોપ રહ્યા બાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જો કે તેના માટે ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સીમાં ફરી રમવું અશક્ય લાગી રહ્યું છે.ઓપનર શિખર ધવન IPL 2023માં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરશે. ટીમ મેનેજમેન્ટે મયંક અગ્રવાલને હટાવીને ધવનને મોટી જવાબદારી સોંપી છે. IPLની છેલ્લી સિઝનમાં શિખર પંજાબનો ટોપ સ્કોરર હતો. તેણે 14 મેચમાં 460 રન બનાવ્યા હતા. લીગની શરૂઆત પહેલા શિખર ધવન એક નવી ભૂમિકામાં જોવા મળ્યો છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">