Team India Cricket Schedule 2025 : ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત રહેશે, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ
નવું વર્ષ શરુ થવા જઈ રહ્યું છે અને આ વર્ષ ભારતીય ચાહકો માટે ખુબ જ વ્યસ્ત રહેવાનું છે. આ વર્ષે ટીમ અનેક મહત્વપૂર્ણ મેચ રમવાની છે. તો ચાલો જાણીએ ભારતીય ક્રિકેટ ટીમનું નવા વર્ષનું સંપૂર્ણ શેડ્યૂલ કેવું રહેશે.
ભારતીય ક્રિકેટ ટીમ માટે નવું વર્ષ એક ઉમંગ અને ઉત્સાહ લાવનારું છે. 2025માં ટીમ ઈન્ડિયાના ચાહકોને મેચ જોવાનો ભરપુર આનંદ મળશે. ભારતીય ક્રિકે ટીમ આખું વર્ષ વ્યસ્ત રહેશે. ટીમ ઈન્ડિયા ઘરથી લઈ વિદેશમાં મેચ રમવાની છે. આ વર્ષે ભારત પાસે 2 આઈસીસી ટ્રોફી જીતવાની તક છે. ભારતીય ટીમના શેડ્યુલની શરુઆત 3 જાન્યુઆરીથી થવાની છે. જેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની સીરિઝની છેલ્લી મેચ રમશે. ત્યારબાદ ચાહકોને સતત મેચ જોવાની તક મળશે. તો ચાલો આપણે ભારતીય ક્રિકેટ ટીમનું સંપૂર્ણ શેડ્યુલ જોઈએ.
આ વર્ષની શરુઆત ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલું સીરિઝથી થશે. જેમાં 5 T20I અને 3 ODI મેચ સામેલ હશે. ત્યારબાદ ચેમ્પિયન ટ્રોફી, આઈપીએલ 2025 પૂર્ણ થયા બાદ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ 11 થી 16 જૂન વચ્ચે રમાશે. જૂન-ઓગસ્ટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાશે.
કેટલીક મેચ ગુજરાતમાં રમાશે
તમને જણાવી દઈએ કે, વર્ષ 2025માં કેટલીક મેચ ગુજરાતમાં રમાવાની છે. જેમાં 28 જાન્યુઆરીના રોજ ભારત vs ઈંગ્લેન્ડ વચ્ચે ટી20 મેચ રમાવાની છે. તેમજ 12 ફેબ્રુઆરીના રોજ ભારત vs ઈંગ્લેન્ડ ODI મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય ક્રિકેટ ટીમ 2025નું શેડ્યુલ જુઓ
ભારત vs ઈંગ્લેન્ડ (T20I)
- 22 જાન્યુઆરી ચેન્નાઈ
- 25 જાન્યુઆરી કોલકત્તા
- 28 જાન્યુઆરી રાજકોટ
- 31 જાન્યુઆરી પુણે
- 2 ફેબ્રુઆરી મુંબઈ
ભારત vs ઈંગ્લેન્ડ (ODI)
- 6 ફેબ્રુઆરી નાગપુર
- 9 ફેબ્રુઆરી કટક
- 12 ફેબ્રુઆરી અમદાવાદ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025
- 20 ફેબ્રુઆરી-9 માર્ચ દુબઈ
ભારત vs ન્યુઝીલેન્ડ 1 માર્ચ દુબઈ
ભારત vs પાકિસ્તાન
- 23 ફેબ્રુઆરી દુબઈ
- ફાઈનલ 9 માર્ચ દુબઈ
IPL 2025 માર્ચ-જૂન લોર્ડસ, લંડન
ભારત vs ઈંગ્લેન્ડ
- ભારત vs ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ 20-24 જૂન
- ભારત vs ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટ 2-6 જૂલાઈ
- ભારત vs ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ 10-14 જૂલાઈ
- ભારત vs ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટ 23-27 જૂલાઈ
- ભારત vs ઈંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ 31-જૂલાઈ થી 4 ઓગસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમ આ સિવાય ઓગસ્ટમાં અનેક મેચ રમવાની છે, જેનું શેડ્યુલ હજુ સુધી રિલીઝ કરવામાં આવ્યું નથી. ભારતીય ચાહકો આ વર્ષ ક્રિકેટનું ભરપુર મનોરંજન કરશે. ટીમના અનેક દિગ્ગજ ખેલાડીઓ આગમી વર્ષ સંન્યાસ પણ લઈ શકે છે. તો કેટલાક ખેલાડીઓની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થઈ શકે છે.