IND vs SA, LIVE Score, Women’s World Cup 2022: દક્ષિણ આફ્રિકાએ છેલ્લા બોલ પર મેચ જીતી લીધી,નો-બોલે રમત બગાડી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 2:09 PM

India Women vs South Africa Women Live Score in Gujarati: આઈસીસી મહિલા વિશ્વકપ 2022 માં ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાઇ રહી છે.

IND vs SA, LIVE Score, Women’s World Cup 2022: દક્ષિણ આફ્રિકાએ છેલ્લા બોલ પર મેચ જીતી લીધી,નો-બોલે રમત બગાડી
ક્રાઈસ્ટચર્ચમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ

ICC મહિલા વર્લ્ડ કપ 2022માં આજે ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી આ મેચ સેમીફાઈનલની દૃષ્ટિએ ભારત માટે મહત્વપૂર્ણ છે. જો ભારત આ મેચ જીતશે તો તેને સેમીફાઈનલમાં પ્રવેશ મળશે. ભારતે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચ માટે ભારતે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે.

ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન: સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા, મિતાલી રાજ, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર, સ્નેહ રાણા, રિચા ઘોષ, પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Mar 2022 01:59 PM (IST)

    સાઉથ આફ્રિકાએ સેમીફાઈનલમાં પહોંચવાની ભારતની તકો પર પાણી રેડ્યું

    મહિલા વર્લ્ડ કપમાંથી ભારત બહાર, નો-બોલે રમત બગાડી, મિતાલી-ઝુલનનું સપનું ચકનાચૂર

  • 27 Mar 2022 01:53 PM (IST)

    ભારતને સાતમી સફળતા મળી

    દક્ષિણ આફ્રિકાને 4 બોલમાં 5 રનની જરુર છે

  • 27 Mar 2022 01:43 PM (IST)

    ભારતને 255 રનમાં છઠ્ઠી સફળતા

    ગાયકવાડે પોતાની ઓવરના છેલ્લા બોલ પર પોતાના જ બોલ પર ક્લોનો કેચ પકડ્યો હતો. ક્લોએ 9 બોલમાં 17 રન બનાવ્યા હતા. જો કે તેણે તેની ઓવરમાં 14 રન પણ આપ્યા, પરંતુ છેલ્લી ઓવરમાં ફરી એકવાર વિકેટ લીધી.

  • 27 Mar 2022 01:41 PM (IST)

    વસ્ત્રાકરના બોલ પર સતત 2 ચોગ્ગા

    વસ્ત્રાકરની ઓવરમાં છેલ્લા બે બોલમાં સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ સમયે એક બાઉન્ડ્રી પણ ભારતને ભારે પડી શકે છે. 4 ઓવર રમવાની બાકી છે અને દક્ષિણ આફ્રિકાને 34 રનની જરૂર છે.

  • 27 Mar 2022 01:32 PM (IST)

    દક્ષિણ આફ્રિકાને 5 ઓવરમાં 45 રનની જરૂર છે

    ભારત-દક્ષિણ આફ્રિકા મેચ રોમાંચક બની છે. મેચ છેલ્લી ઓવરમાં અટકી જાય તેવું લાગે છે. સાઉથ આફ્રિકાની ઇનિંગ્સની 45 ઓવર રમાઈ છે. જેમાં તેણે 5 વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા છે. એટલે કે હવે તેને આગામી 5 ઓવરમાં વધુ 45 રન બનાવવાના છે.

  • 27 Mar 2022 01:11 PM (IST)

    હરમનપ્રીત કૌરે આ મેચમાં પોતાનો જીવ રેડ્યો

    હરમનપ્રીત કૌરે દક્ષિણ આફ્રિકા સામેની મહત્વની મેચને પોતાની બનાવી લીધી છે. તેણે પોતાની ફિલ્ડિંગ, બેટિંગ અને બોલિંગથી મેચને પોતાની બનાવી લીધી છે. તેણે હવે LBW બોલ કરીને દક્ષિણ આફ્રિકાના કેપ્ટનનો શિકાર કર્યો છે. આ મેચમાં તેની બીજી વિકેટ હતી. જોકે ફિલ્ડ અમ્પાયરે બેટ્સમેનને નોટઆઉટ આપ્યો હતો, પરંતુ ભારતે ડીઆરએસનો ઉપયોગ કરીને સફળતા હાંસલ કરી હતી.

  • 27 Mar 2022 01:10 PM (IST)

    ભારત-દક્ષિણ આફ્રિકાની મેચ રોમાંચક રહી

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ક્રાઈસ્ટચર્ચમાં ચાલી રહેલી મેચ રોમાંચક બની ગઈ છે. ભારત વિકેટની શોધમાં છે. અને જો તે વિકેટ નહીં લે તો સ્કોર એટલો મોટો નથી કે જે દક્ષિણ આફ્રિકા હાંસલ ન કરી શકે. 35 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 177 રન છે. તેની 7 વિકેટ બાકી છે. જો ભારતે મેચ જીતવી હોય તો આ વિકેટો લેવી પડશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા સામે 100થી ઓછા રન બાકી છે અને તેને હાંસલ કરવા માટે તેની પાસે 15 ઓવર બાકી છે.

  • 27 Mar 2022 12:37 PM (IST)

    હરમનપ્રીતે ત્રીજી સફળતા અપાવી

  • 27 Mar 2022 12:19 PM (IST)

    હરમનપ્રીત ને વોરવાર્ટને બોલ્ડ કરી દીધી

    ભારત માટે સૌથી મોટી ચિંતાનુ કારણ વોલવાર્ટ બની હતી. તેની આક્રમક રમત ભારતના લક્ષ્ય તરફ દક્ષિણ આફ્રિકાને આગળ વધારી રહ્યુ હતુ. આ દરમિયાન હરમને તેને બોલ્ડ કરી દઇ ભારતને મહત્વની સફળતા અપાવી છે. આમ ભારતને ત્રીજી સફળતા મળી હતી.

  • 27 Mar 2022 12:17 PM (IST)

    અંતે ભાગીદારી તૂટી

    લારા ગુડોલ ની વિકેટ ઝડપવામાં રાજેશ્વરી ગાયકવાડને સફળતા મળી છે. ભારતીય ટીમની વધતી ચિંતાને દૂર કરવાનો પ્રયાસ ગાયકવાડે કર્યો છે. ગુડોલે 69 બોલમાં 49 રન કર્યા હતા અને તેને કેચ આઉટ કરાવીને પેવેલિયન પરત મોકલી છે.

  • 27 Mar 2022 12:06 PM (IST)

    ગુડોલ અને વોલવાર્ટની ભાગીદારી વધતા ચિંતા

    ગુડોલ અને વોલવાર્ટની ભાગીદારી રમત વધવા લાગી છે. ભારત વિકેટની શોધમાં છે અને બંનેની ભાગીદારી તોડવા માટે પ્રયાસ બોલરો કરી રહ્યા છે. પરંતુ ભારતને હજુ કોઇ જ તક મળી રહી નથી. આમ બંને વચ્ચે શતકીય ભાગીદારી રમત થતા ભારતની ચિંતા વધી છે.

  • 27 Mar 2022 12:00 PM (IST)

    ભારતને વિકેટની તલાશ

    ભારત સાઉથ આફ્રિકાની આશાઓને ખતમ કરતા રોકવા માટે વિકેટની શોધમાં છે. પરંતુ તેની શોધનો અંત આવી રહ્યો નથી કારણ કે દક્ષિણ આફ્રિકાનો 22 વર્ષીય વોલવોર્ટ મધ્યમાં ઉભી છે. તેણે ફિફ્ટી ફટકારી છે. આ સાથે તે ટૂર્નામેન્ટમાં 400 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન પણ બની ગઈ છે. પરંતુ, તેની ઇનિંગ્સ હજુ પણ ચાલુ છે.

  • 27 Mar 2022 11:37 AM (IST)

    ગુડોલનો ચોગ્ગો

    પૂજા વસ્ત્રાકર 16મી ઓવર લઇને આવી હતી, જેના પ્રથમ બોલ પર જ ગુડોલે બાઉન્ડરી માટે શોટ ફટકાર્યો હતો. રાજેશ્વરીએ બોલને રોકવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ તે શોટ 4 રન માટે જ રહ્યો હતો.

  • 27 Mar 2022 11:33 AM (IST)

    વુલફાર્ટની અડધી સદી

  • 27 Mar 2022 11:30 AM (IST)

    હરમનપ્રીતનો સીધો થ્રો, જુઓ Video

    View this post on Instagram

    A post shared by ICC (@icc)

  • 27 Mar 2022 10:50 AM (IST)

    લિઝેલ લી પેવેલિયન પરત ફરી

    લિઝેલ લી રન લેવા જતા ડાયરેક્ટ હીટથી આઉટ થઇ હતી અને પેવેલિયન પરત ફરી છે. લિઝેલે સીધા બોલને શોર્ટ મીડ વિકેટ પર રમ્યો હતો. જેને હરમનપ્રીતે રોકીને રન દોડવા જઇ રહેલી લીઝેલના સ્ટ્રાઇકર એન્ડ તરફના સ્ટંપને સીધો થ્રો મારતા તે રન આઉટ થઇ હતી.

  • 27 Mar 2022 10:48 AM (IST)

    દક્ષિણ આફ્રિકાનો દાવ શરુ

    ભારતે 275 રનના આપેલા લક્ષ્ય સામે દક્ષિણ આફ્રિકાએ પિછો કરવાની શરુઆત કરી છે. લિઝેલ લી અને લોરા વુલફાર્ટએ ઇનીંગની શરુઆત કરી છે. ભારત તરફ થી મેઘના સિંહે પ્રથમ ઓવર લઇ આવી હતી. તેણે પ્રથમ ઓવરમાં માત્ર 1 જ રન આપ્યો  હતો. જે રન વાઇડ બોલ પર એક્સ્ટ્રા રન મળતા દક્ષિણ આફ્રિકાનુ ખાતુ ખુલ્યુ હતુ.

  • 27 Mar 2022 10:44 AM (IST)

    અંજુમ ચોપરા ભારતના પ્રદર્શન પર ભડકી

    ભારતના પૂર્વ કેપ્ટન અને ઓપનર અંજુમ ચોપરા ભારતના પ્રદર્શનથી નારાજ છે. તેણે કહ્યું કે ભારતે દક્ષિણ આફ્રિકા સામે 30-40 રન ઓછા કર્યા છે. સ્કોર બોર્ડ જે રીતે શરૂ થયું તેના કરતા મોટું હોવું જોઈએ. અંજુમે સ્ટાર સ્પોર્ટ્સ પર આ વાત કહી છે.

  • 27 Mar 2022 10:00 AM (IST)

    હરમનપ્રીત ચૂકી અડધી સદી

    હરમનપ્રીત કૌર અડધી સદી ચૂકી ગઇ છે. તે 48 રનના સ્કોર પર જ પોતાની વિકેટ ગુમાવી બેઠી હતી. હરમનપ્રીતે શાનદાર રમત દર્શાવી હતી અને તે 50 આંકડાને પાર કરી લેશે એમ મનાતુ હતુ.

  • 27 Mar 2022 09:54 AM (IST)

    ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી

    રિચા ઘોષના રુપમાં ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. ભારતીય મહિલા ટીમે શાનદાર શરુઆત બાદ અંતમાં રમત ધીમી પડી હતી. રિચાએ 8 રન નોંધાવ્યા હતા.

  • 27 Mar 2022 09:44 AM (IST)

    ભારતને પાંચમો ઝટકો લાગ્યો છે

    ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે 300 પ્લસ સ્કોર તરફ જોઈ રહી છે. પરંતુ, હાલના તબક્કે, દક્ષિણ આફ્રિકાના બોલરો તેના ઇરાદા પર પ્રભુત્વ ધરાવતા હોય તેવું લાગી રહ્યું છે. દક્ષિણ આફ્રિકાએ ભારતને 5મો ઝટકો આપ્યો છે. મિતાલી બાદ પૂજા વસ્ત્રાકર પણ આઉટ થઇ છે.

  • 27 Mar 2022 09:12 AM (IST)

    મિતાલીએ ચોગ્ગો ફટકાર્યો

    મિતાલી રાજની ઇનીંગ શાનદાર રહી છે. તે સમયે સમયે બાઉન્ડરી મેળવી રહી છે અને સ્કોર બોર્ડને આગળ વધારી રહી છે. 40મી ઓવરની શરુઆતે બાઉન્ડરી ફટકારી હતી.

  • 27 Mar 2022 08:57 AM (IST)

    મિતાલી રાજની અડધી સદી

    મિતાલી રાજે મહત્વની મેચમાં કેપ્ટન ઇનીંગ રમી છે. મિતાલીએ જવાબદારી પૂર્વક રમત સંભાળતા તેણે અડધી સદી ફટકારી છે. મિતાલીએ સ્મૃતિ મંધાના સાથે મોટી ભાગીદારી રમત રમી હતી.

  • 27 Mar 2022 08:54 AM (IST)

    સ્મૃતિના શોટ પર શાનદાર કેચ

    ભારતને દક્ષિણ આફ્રિકા સામે ત્રીજો ઝટકો લાગ્યો છે. આ વખતે વિકેટ સ્મૃતિ મંધાનાની પડી, જે 71 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સ્મૃતિ દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ટાયરોન દ્વારા પકડાયેલા જબરદસ્ત કેચનો શિકાર બની હતી. આ રીતે ભારતના 33 ઓવર પછી 3 વિકેટે 179 રન થઈ ગયા છે.

    View this post on Instagram

    A post shared by ICC (@icc)

  • 27 Mar 2022 08:36 AM (IST)

    સ્મૃતિ-મિતાલી વચ્ચે અડધી સદીની ભાગીદારી

    દક્ષિણ આફ્રિકા સામે ભારતની બીજી અડધી સદીની ભાગીદારી જોવા મળી છે. શેફાલી અને સ્મૃતિ બાદ હવે સ્મૃતિ અને મિતાલી વચ્ચે અડધી સદીની ભાગીદારી છે. બંનેએ આ ભાગીદારી 70 બોલમાં કરી હતી. આ રીતે ભારતે 30 ઓવર બાદ 2 વિકેટે 165 રન બનાવી લીધા છે.

  • 27 Mar 2022 08:35 AM (IST)

    મંધાનાની અડધી સદીથી ભારત મજબૂત

    દક્ષિણ આફ્રિકા સામેની લડાઈમાં ભારતની સ્મૃતિ મંધાનાએ પણ બેટથી અડધી સદી ફટકારી છે. તેણે 69 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. મંધાનાની ODI કારકિર્દીની આ 22મી અડધી સદી છે.

  • 27 Mar 2022 08:01 AM (IST)

    મિતાલી રાજની બાઉન્ડરી

    મિતાલી રાજે 21 મી ઓવર ના બીજા બોલે શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે ટ્રેયોનના બાઉન્સર બોલ પર શોટ લગાવીને બોલને બાઉન્ડરીને પાર મોકલ્યો હતો.

  • 27 Mar 2022 07:45 AM (IST)

    યાસ્તિકા ભાટીયા એ ઝડપથી વિકેટ ગુમાવી

    યાસ્તિકા ભાટીયા આજે ખાસ કમાલ કરી શકી નહોતી. તે જાણે બોલને સમજવામાં થાપ ગઇ હોય એમ ટ્રેયોનના બોલ પર તે બોલ્ડ થઇ હતી. યાસ્તિકાએ 3 બોલનો સામનો કરીને માત્ર 2 રન કર્યા હતા. ભારત માટે આ બીજો મોટો ઝટકો હતો.

  • 27 Mar 2022 07:36 AM (IST)

    શેફાલી વર્મા રન આઉટ

    શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના વચ્ચે રન લેવામાં તાલમેલ જળાવાયો નહોતો અને બોલ ફિલ્ડરે શેફાલીની આક્રમક ઇનીંગનો અંત કરી દીધો હતો. કમનસીબ રીતે આઉટ થવાને લઇ વર્મા નિરાશ થઇ ગઇ હતી.

  • 27 Mar 2022 07:35 AM (IST)

    મંધાનાએ છગ્ગો ફટકાર્યો

    સ્મૃતિ મંધાનાએ 14 મી ઓવરના અંતિમ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. ડીપ મીડ વિકેટ પર મંધાનાએ આ બોલને ફટકાર્યો હતો. આમ આ ઓવરમાં 12 રન ભારતના ખાતામાં આવ્યા હતા.

  • 27 Mar 2022 07:31 AM (IST)

    શેફાલીની વર્માની આક્રમક અડધી સદી

    શેફાલી વર્માએ 14મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. મીડ ઓન પર તેણે ફટકારેલો બોલ છગ્ગા માટે જઇ રહેલો લાગી રહ્યો હતો, પરંતે તે શોટ પર 4 રન શેફાલીને મળ્યા હતા. આ સાથે જ તેણે પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. તેણે 40 બોલમાં 50 રન પુરા કર્યા હતા.

  • 27 Mar 2022 07:07 AM (IST)

    સ્મૃતિ મંધાનાની બાઉન્ડરી

    મેરીઝન કાપ 8મી ઓવર લઇને આવી હતી. ઓવરના પ્રથમ 5 બોલ પર એક પણ રન આપ્યો નહોતો, પરંતુ તેનો સામનો કરી રહેલ સ્મૃતિ મંધાનાએ અંતિમ બોલ પર બોલને બાઉન્ડરીની પાર ફટકાર્યો હતો. બેકફુટ પર જઇને બોલને પુલ કરી દઇ ચાર રન મેળવ્યા હતા.

    ભારત 49-0

  • 27 Mar 2022 06:55 AM (IST)

    શેફાલીનો વધુ એક ચોગ્ગો

    શેફાલી વર્માએ પાંચમી ઓવરના ચોથા બોલ પર એકસ્ટ્રા કવર પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરને આયાબોંગા ખાકા લઇ આવી હતી.

    ભારત 36-0

  • 27 Mar 2022 06:52 AM (IST)

    શેફાલી વર્મા અસલી રંગમાં, સળંગ 3 ચોગ્ગા ફટકાર્યા

    ભારતની શરુઆત શાનદાર રહી છે. ભારતીય ઓપનર શેફાલી વર્માએ આક્રમક અંદાજથી રમત રમી રહી છે. તેણે ત્રીજી ઓવરમાં સળંગ ત્રણ ચોગ્ગા ફટકારી છે. શબનીમ ઈસ્માઇલની ઓવરમાં વર્માએ આ કમાલ કર્યો હતો. ઓવરનો પહેલો બોલ લેગ સ્ટંપ પર હતો અને તેને ફાઇનલ લેગ તરફ રમી હતી. બીજો બોલ ઓફ સ્ટંપની બહાર હતો અને તેને બેકવર્ડ પોઇન્ટ પર રમી હતી. જ્યારે ત્રીજા ઓફ સાઇડના બહારના બોલ તરફ આવીને ફાઇન લેગ તરફ ફટકાર્યો હતો.

  • 27 Mar 2022 06:44 AM (IST)

    આ કારણે ઝુલન ગોસ્વામી ટીમની બહાર થઈ

    ભારતની ઝડપી બોલર ઝુલન ગોસ્વામીને દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં જગ્યા મળી નથી. સમાચાર છે કે તેને સાઇડ સ્ટ્રેન છે. ઝુલન ગોસ્વામી પ્રથમ વખત વર્લ્ડ કપમાં કોઈ મેચ નહીં રમે. તેણે સતત 34 મેચ રમી છે. તેના સ્થાને મેઘના સિંહને દક્ષિણ આફ્રિકા સામેની ટીમમાં તક મળી છે. મેઘનાએ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, તે બાંગ્લાદેશ સામે છેલ્લી મેચ રમી ન હતી.

  • 27 Mar 2022 06:42 AM (IST)

    સેમી-ફાઇનલ સમીકરણ

    પ્રથમ, જો ભારત આજે જીતશે તો તે સીધું સેમીફાઈનલમાં જશે. બીજું, જો ભારતીય ટીમ હારશે તો વેસ્ટ ઈન્ડિઝ માટે આગળ જવાનો માર્ગ ખુલશે. અને ત્રીજું એ છે કે જો ભારતીય ટીમ પણ હારે છે અને બાંગ્લાદેશ પણ વેલિંગ્ટનની મેચમાં ઇંગ્લેન્ડને હરાવે છે, તો તે સ્થિતિમાં સેમિફાઇનલનો નિર્ણય નેટ રનરેટ દ્વારા નક્કી કરવામાં આવશે.

  • 27 Mar 2022 06:39 AM (IST)

    ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન

    સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા, મિતાલી રાજ, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર, સ્નેહ રાણા, રિચા ઘોષ, પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, મેઘના સિંહ અને રાજેશ્વરી ગાયકવાડ.

  • 27 Mar 2022 06:38 AM (IST)

    ભારતે ટોસ જીત્યો, ટીમમાં 2 ફેરફાર

    સાઉથ આફ્રિકા સામેની મહત્વની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજની મેચ માટે ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ઝુલન ગોસ્વામીના સ્થાને મેઘના સિંહ જ્યારે પૂનમ યાદવની જગ્યાએ દીપ્તિ શર્માને લાવવામાં આવી છે.

Published On - Mar 27,2022 6:34 AM

Follow Us:
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">