India vs Bangladesh, Women’s World Cup 2022 : ભારતે બાંગ્લાદેશને હરાવી, ત્રીજી જીત નોંધાવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 1:15 PM

India Women vs Bangladesh Women live cricket score and updates in Hindi: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે હેમિલ્ટનમાં મેચ રમાઇ રહી છે.

India vs Bangladesh, Women's World Cup 2022 : ભારતે બાંગ્લાદેશને હરાવી, ત્રીજી જીત નોંધાવી
India vs Bangladesh

India vs Bangladesh, Women’s World Cup 2022 : ICC મહિલા વર્લ્ડ કપ 2022માં ભારતે બાંગ્લાદેશ પર વિજય મેળવ્યોછે. ભારત માટે બાંગ્લાદેશ સામેની મેચ મોટી હતી. આ મેચમાં જીત જરૂરી હતી. અને ભારતીય ટીમે તે વિજય ખૂબ જ ગૌરવ સાથે હાંસલ કર્યો હતો. મિતાલી રાજ એન્ડ કંપનીએ બાંગ્લાદેશને મોટી હાર આપી છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં ભારતની આ ત્રીજી જીત છે. આ સાથે જ બાંગ્લાદેશની 5 મેચમાં ચોથી હાર થઈ છે.

ICC મહિલા વિશ્વ કપની પીચ પર, આ મેચ દ્વારા બંને ટીમો પ્રથમ વખત આમને-સામને હતી, જેમાં ભારતીય ટીમ બાંગ્લાદેશને હરાવવામાં સફળ રહી હતી.

ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન

યાસ્તિકા ભાટિયા, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, મિતાલી રાજ, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, સ્નેહ રાણા, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, ઝુલન ગોસ્વામી.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 22 Mar 2022 01:07 PM (IST)

    ભારતે બાંગ્લાદેશને હરાવી ત્રીજી જીત નોંધાવી

    ભારતે બાંગ્લાદેશને 110 રને હરાવ્યું

  • 22 Mar 2022 12:58 PM (IST)

    ભારત જીતથી માત્ર 1 વિકેટ દૂર છે

    104 રનના સ્કોર પર બાંગ્લાદેશને 9મો ફટકો લાગ્યો હતો. સ્નેહ રાણાએ નાહિદા અખ્તરને તેના જ બોલ પર કેચ આઉટ કરાવી હતી. હવે ભારત જીતથી માત્ર 1 વિકેટ દૂર છે.

  • 22 Mar 2022 12:52 PM (IST)

    100 રનના સ્કોર પર જ બાંગ્લાદેશને 8મો ઝટકો લાગ્યો

    100 રનના સ્કોર પર જ બાંગ્લાદેશને 8મો ઝટકો લાગ્યો હતો. ફહિમા ખાતૂન 1 રન બનાવીને સ્નેહ રાણાનો શિકાર બની હતી.

  • 22 Mar 2022 12:51 PM (IST)

    બાંગ્લાદેશના 100 રન 33.4 ઓવરમાં પૂરા થયા

    બાંગ્લાદેશના 100 રન 33.3 ઓવરમાં પૂરા થયા. ફહિમા ખાતૂનના સિંગલથી સ્કોર 7 વિકેટે 100 રન સુધી પહોંચ્યો હતો. હાલમાં રિતુ મોની 10 અને ફાહિમા 1 રન બનાવીને રમી રહી છે.

  • 22 Mar 2022 12:50 PM (IST)

    બાંગ્લાદેશની 7મી વિકેટ પડી

    લતા મંડલ પૂજા વસ્ત્રાકરનો શિકાર બની હતી, બાંગ્લાદેશને 98 રનના ટીમ સ્કોર પર 7મો ફટકો લાગ્યો હતો. લતાએ 46 બોલ રમ્યા અને 2 ચોગ્ગાની મદદથી 24 રન બનાવ્યા.

  • 22 Mar 2022 12:49 PM (IST)

    સલમા ખાતૂન 32 રન બનાવીને આઉટ, બાંગ્લાદેશને છઠ્ઠો ફટકો

    સલમા ખાતૂન આઉટ, બાંગ્લાદેશની છઠ્ઠી વિકેટ 75 રનના ટીમ સ્કોર પર પડી. સલમાએ 32 રન બનાવ્યા હતા, જે ઇનિંગ્સની 28મી ઓવરના ચોથા બોલ પર રિચા ઘોષના હાથે કેચ આઉટ થઈ હતી. તેણે 35 બોલની ઈનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 22 Mar 2022 12:24 PM (IST)

    બાંગ્લાદેશનો સ્કોર 83/6

    બાંગ્લાદેશે 30 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 83 રન બનાવ્યા છે

  • 22 Mar 2022 12:21 PM (IST)

    ભારતે બાંગ્લાદેશી મહિલા ટીમને જીતવા માટે 230 રનનો ટાર્ગેટ આપ્યો

    બાંગ્લાદેશે 25 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા હતા. સલમા ખાતૂન 27 અને લતા મંડલ 11 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતે બાંગ્લાદેશી મહિલા ટીમને જીતવા માટે 230 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 22 Mar 2022 12:19 PM (IST)

    35 રનના સ્કોર સુધી બાંગ્લાદેશની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી

    35 રનના સ્કોર સુધી બાંગ્લાદેશની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. સ્નેહ રાણાએ રૂમાના અહેમદ (2)ને યસ્તિકા ભાટિયાના હાથે કેચ કરાવ્યો હતો. બાંગ્લાદેશની 5મી વિકેટ ઇનિંગની 18મી ઓવરના બીજા બોલ પર પડી હતી.

  • 22 Mar 2022 11:59 AM (IST)

    ટીમના ટોચના 4 બેટ્સમેન માત્ર 31 રનમાં પેવેલિયન પરત ફર્યા

    ભારત સામે બાંગ્લાદેશનો ટોપ ઓર્ડર નબળો રહ્યો છે. ટીમના ટોચના 4 બેટ્સમેન માત્ર 31 રનમાં પેવેલિયન પરત ફર્યા હતા. 17 ઓવર પછી ટીમનો સ્કોર 4 વિકેટે માત્ર 35 રન છે.

  • 22 Mar 2022 11:37 AM (IST)

    સ્નેહ રાણાએ વધુ એક સફળતા અપાવી

    રુમાના અહેમદને ક્રિઝ પર લાંબો સમય ટકવા દેવાઇ નથી. સ્નેહ રાણાએ રુમાનાને 2 જ રનની ઇનીંગ સાથે યાસ્તિકાના હાથે કેચ આઉટ કરાવીને સમાપ્ત કરાવી દીધી છે.

  • 22 Mar 2022 11:36 AM (IST)

    પૂનમ યાદવે મુર્શિદાની ઇનીંગનો અંત કર્યો

    મુર્શિદા ખાતુન ધીમી રમત વડે ક્રિઝ પર સંઘર્ષ કરી રહી હતી. પરંતુ પૂનમ યાદવે તેની ઇનીંગ સમાપ્ત કરી દીધી છે. તે 54 બોલમાં 19 રન કરીને પેવેલિયન પરત ફરી છે.

  • 22 Mar 2022 11:36 AM (IST)

    સ્નેહ રાણાએ નિગર સુલ્તાનાની વિકેટ ઝડપી

    14 મી ઓવરમાં બાંગ્લાદેશે તેની ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. સ્નેહ રાણાએ ભારતને આ સફળતા અપાવી હતી. સુલ્તાનાએ માત્ર 3 જ રન 11 બોલમાં કર્યા હતા.

  • 22 Mar 2022 11:04 AM (IST)

    10 ઓવરના અંતે બાંગ્લાદેશઃ 19-02

  • 22 Mar 2022 11:03 AM (IST)

    વસ્ત્રાકરે અપાવી ભારતને બીજી સફળતા

    પૂજા વસ્ત્રાકરે ભારતને બીજી વિકેટની સફળતા અપાવી છે. ફર્ગના હકને એલબીડબલ્યુ આઉટ કરી પેવેલિયન પરત મોકલી છે. આમ 15 રનનામાં બાંગ્લાદેશે બીજી વિકેટ ગુમાવી દીધી છે.

  • 22 Mar 2022 10:52 AM (IST)

    ભારતને પ્રથમ સફળતા, ગાયકવાડે ઝડપી વિકેટ

    ઓરૃપનર શર્મિન અખ્તરને ઝડપથી પેવેલિયન મોકલમાં રાજેશ્વર ગાયકવાડ સફળ રહી છે. આમ ભારતને ઝડપથી પ્રથમ સફળતા હાથ લાગી છે.

  • 22 Mar 2022 10:27 AM (IST)

    બાંગ્લાદેશની બેટીંગ ઇનીંગ શરુ, ઝૂલનની મેડન ઓવર

    બાંગ્લાદેશ તરફથી ભારતીય ટીમે આપેલા લક્ષ્યનો પીછો કરવા માટેની શરુઆત કરાઇ છે. મુર્શિદા ખાતૂન અને શર્મિન અખ્તર ઓપનીંગ બેટ્સમેન તરીકે રમતમાં આવ્યા છે. ભારત તરફથી પ્રથમ ઓવર ઝૂલન ગોસ્વામી લઇ આવી હતી અને તેણે તે મેડન ઓવરથી શરુઆત કરી હતી. મુર્શિદા એ ઝૂલનનો સામનો કરતા એક પણ રન મેળવી શકી નહોતી.

  • 22 Mar 2022 10:02 AM (IST)

    બાંગ્લાદેશ સામે ભારતની ઇનીંગ સમાપ્ત

    ભારતે બાંગ્લાદેશ સામે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા. ભારત તરફથી યસ્તિકા ભાટિયાએ સૌથી વધુ 50 રનની ઇનિંગ રમી હતી. હવે બાંગ્લાદેશને 230 રન બનાવવાનું લક્ષ્ય છે. આ મેચ બંને ટીમો માટે મહત્વની છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ રનનો પીછો કરવાનો પૂરો પ્રયાસ કરશે. ભારતીય બોલરો બાંગ્લાદેશના પ્રયાસને કેવી રીતે નિષ્ફળ બનાવે છે તે જોવું રસપ્રદ રહેશે.

  • 22 Mar 2022 09:05 AM (IST)

    રિચા ઘોષ આઉટ

    3 ચોગ્ગા સાથે 26 રનનુ યોગદાન આપીને સેટ થઇ ચુકેલ રિચા ઘોષ પેવેલિયન પરત ફરી છે. નાહિદા અખ્તરે તેનો શિકાર કર્યો હતો. રિચા કેચ આઉટ થતા જ યાસ્તિકા સાથેની 54 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. 39 ઓવરના અંતે ભારતનો સ્કોર 5 વિકેટે 163 રન પર પહોંચ્યો હતો.

  • 22 Mar 2022 08:52 AM (IST)

    યાસ્તિકા અને રિચા વચ્ચે 50 રનની ભાગીદારી રમત

    રિચા ઘોષ અને યાસ્તિકાએ મહત્વના સમયે ભાગીદારી રમત નોંધાવી છે. ભારતે એક બાદ એક ચાર વિકેટો ગુમાવી દીધી હતી. એવા સમયે બંનેએ ધૈર્યપૂર્ણ રમત રમીને ભારતનો સ્કોર આગળ વધારવા પ્રયાસ કર્યો છે. બંને એ અડધી સદીની ભાગીદારી રમત પૂર્ણ કરી છે.

  • 22 Mar 2022 08:50 AM (IST)

    રિચા ઘોષે ચોગ્ગો ફટકાર્યો

    36 મી ઓવર ભારત માટે સારી રહી હતી. ફાતિમા ખાતુનની ઓવરમાં ભારતીય બેટ્સમેન રિચાએ બાઉન્ડરી લગાવી હતી. આરામદાયક લગાવેલ શોટ સીધો જ પોઇન્ટ તરફ ગયો હતો અને ભારતને ચાર રન મળ્યા હતા. આ ઓવરમાં ભારતે 9 રન મેળવ્યા હતા. ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટે 156 રન થયો હતો.

  • 22 Mar 2022 08:19 AM (IST)

    હરમનપ્રીત પેવેલિયન પરત ફરી

    ભારતે ચોથી વિકેટ ગુમાવી છે. હરમનપ્રીત કૌર 33 બોલનો સામનો કરીને 14 રનનુ યોગદાન આપી પેવેલિયન પરત ફરી છે. લતા મોંડલે રન લેવા દોડેલ હરમનપ્રીતને સીધા થ્રો વડે રન આઉટ કરીને પેવેલિયન પરત મોકલી છે. ભારતે 108 રનના સ્કોર પર 4થી વિકેટ ગુમાવી હતી.

  • 22 Mar 2022 08:04 AM (IST)

    હરમનપ્રીતની બાઉન્ડરી

    23 મી ઓવર રુમાના અહેમદ લઇને આવી હતી. જેના ધીમાં બોલ અને બહારના બોલ પર હરમનપ્રીતે લેગ સાઇડમાં મીડ વિકેટ પર બોલને મોકલ્યો હતો. જે બાઉન્ડરીની પાર પહોંચતા ભારતના સ્કોર બોર્ડમાં 4 રન ઉમેરાયા હતા. ભારતનો સ્કોર 23 ઓવરના અંતે 93 રન પર 3 વિકેટે પહોંચ્યો હતો.

  • 22 Mar 2022 08:01 AM (IST)

    યાસ્તિકા એ ચોગ્ગો ફટકાર્યો

    ભારતીય ટીમે એક બાદ એક ઝડપથી 3 વિકેટ ગુમાવ્યા બાદ દબાણની સ્થિતીમાં આવી હતી. જોકે યાસ્તિકા ભાટીયા અને હરમનપ્રીત કૌરે રમતને સંભાળવા પ્રયાસ કર્યો છેય 22 મી ઓવરમાં રિતુ મોનીના બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. આમ ભારતનો સ્કોર 22 ઓવરના અંતે 3 વિકેટે 86 રન પર પહોંચ્યો હતો.

  • 22 Mar 2022 07:43 AM (IST)

    રિતુએ મુશ્કેલી સર્જી, મિતાલી શૂન્ય પર આઉટ

    ભારતની 3 વિકેટ એક બાદ એક પડી ગઇ. ભારતે બાંગ્લાદેશ સામે 5 બોલના અંતરે 3 વિકેટ ગુમાવી દીધી હતી. મિતાલી રાજ ખાતું પણ ખોલાવી શકી ન હતી અને પહેલા જ બોલ પર આઉટ થઈ ગઈ હતી. આ પહેલા સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની વિકેટ પડી હતી. ઓપનિંગ જોડી વચ્ચે 74 રનની ભાગીદારી થઈ હતી.

    ભારતઃ 74-03

  • 22 Mar 2022 07:42 AM (IST)

    શેફાલી વર્મા પેવેલિયન પરત ફરી

    ઓપનીંગ જોડી ગત ઓવર એટલે કે 15 મી ઓવરના અંતિમ બોલ પર તુટી ગઇ હતી. ત્યાં જ હવે 16 મી ઓવરના ત્રીજા બોલે ઓપનર શેફાલી પણ પેવેલિયન પરત ફરી ગઇ છે. શાનદાર લયમાં રમી રેહલી શેફાલી રિતુ મોનીના બોલ પર સ્ટંમ્મપ આઉટ થઇ ગઇ હતી. તેણે 42 બોલમાં 42 રનનુ યોગદાન આપ્યુ હતુ.

  • 22 Mar 2022 07:40 AM (IST)

    મંધાના આઉટ

    સ્મૃતિ મંધાના એ શેફાલી વર્મા સાથે મળીને ભારતને સારી શરુઆત અપાવી હતી. આવા સમયે જ તે નાહિદા અખ્તરના બોલનો શિકાર થઇ ગઇ હતી. તેણે કેચ આપી બેસી હતી.

  • 22 Mar 2022 07:22 AM (IST)

    શેફાલીની વધુ એક બાઉન્ડરી

    12 મી ઓવર લઇને આવેલ રીતુ મોનીના બોલ પર શેફાલીએ બાઉન્ડરી ફટકારી હતી. શેફાલી વર્માએ થર્ડ મેન પર બોલને બાઉન્ડરીની પાર કરવાતો શોટ ફટકાર્યો હતો.

  • 22 Mar 2022 07:19 AM (IST)

    શેફાલીની ત્રણ બાઉન્ડરી

    જહાંઆરા આલમ 10મી ઓવર લઇને આવી હતી. આ ઓવરમાં શેફાવી વર્માએ ફરીએકવાર ધમાલ મચાવતી રમત રમી હતી. ઓવરના ત્રીજા, પાંચમાં અને છઠ્ઠા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. આ સાથે જ ભારતનો સ્કોર પણ 50 ને પાર વિના વિકેટે થયો હતો. ઓવરમાં ભારતે 13 રન મેળવ્યા હતા.

    ભારતઃ 52-0

  • 22 Mar 2022 07:16 AM (IST)

    શેફાલી એ લગાવ્યો છગ્ગો

    શેફાલી વર્માએ તેના આક્રમક સ્વભાવ મુજબ શાનદાર છગ્ગો ફટકાર્યો છે. નાહિદા અખ્તર 9મી ઓવર લઇને આવી હતી. જે ઓવરના બીજા બોલને ફટકારતા શેફાલીએ લોંગ ઓન પર બાઉન્ડરીની બહાર હવાઇ યાત્રા સાથે મોકલી દીધો હતો. ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમા ભારતના સ્કોર બોર્ડમાં 14 રન ઉમેરાયા હતા.

    ભારત 39-0

  • 22 Mar 2022 07:01 AM (IST)

    સ્મૃતિએ બાઉન્ડરી ફટકારી

    7 મી ઓવરની શરુઆતે સ્મૃતિ મધાનાએ બાઉન્ડરી ફટકારી હતી. સલમા ખાતુન આ ઓવર લઇને આવી હતી અને તેના બોલ પર એક્સ્ટ્રા કવર પર શાનદાર શોટ મંધાનાએ ફટકાર્યો હતો.

  • 22 Mar 2022 06:44 AM (IST)

    સ્મૃતિ સાથે શેફાલી ઓપનિંગમાં આવી

    ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરી રહી છે. ભારત તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ બેટિંગની શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ બે ઓવરમાં 11 રન બનાવ્યા હતા.

  • 22 Mar 2022 06:43 AM (IST)

    ભારતની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર

    ભારતે બાંગ્લાદેશ સામે તેની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર કર્યો છે. તેણે મેઘના સિંહની જગ્યાએ પૂનમ યાદવને તક આપી છે.

    ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન

    યાસ્તિકા ભાટિયા, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, મિતાલી રાજ, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, સ્નેહ રાણા, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, ઝુલન ગોસ્વામી.

  • 22 Mar 2022 06:42 AM (IST)

    ભારતે ટોસ જીત્યો

    બાંગ્લાદેશ સામેની મેચમાં મિતાલી રાજે ફરી એકવાર ટોસ પર કબજો જમાવ્યો છે. ટોસ જીત્યા બાદ હવે મેચ જીતવાનો વારો છે. આ મેચમાં ભારત પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. હેમિલ્ટનમાં વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં ભારતનો પ્રયાસ મોટો સ્કોર બનાવવાનો રહેશે, જેથી જ્યારે મેચ ડકવર્થ લુઈસમાં જઇને ફસાઈ જાય તો ભારતની જીતની તકો રહે.

Published On - Mar 22,2022 6:37 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">