AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: ટીમ ઈન્ડિયાના ચાહકોએ હાર્દિક પંડ્યાને ‘સ્વાર્થી’ કહીને MS ધોનીને કેમ કર્યો યાદ?

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં સતત બે T20 મેચો હાર્યા બાદ ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં પ્રથમ જીત મળી હતી, જેમાં હાર્દિકે બોલ અને બેટ વડે ઉપયોગી યોગદાન આપ્યું હતું, છતાં અંતે તેણે ફટકારેલી સિક્સર બાદ ફેન્સ નિરાશ થયા હતા અને હાર્દિક સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો.

IND vs WI: ટીમ ઈન્ડિયાના ચાહકોએ હાર્દિક પંડ્યાને 'સ્વાર્થી' કહીને MS ધોનીને કેમ કર્યો યાદ?
Hardik Pandya
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 9:53 AM
Share

સતત બે T20 મેચમાં હાર બાદ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) બધાના નિશાના પર હતો. હાલમાં યુવા IPL સ્ટાર્સથી ભરેલી ટીમ ઈન્ડિયા (Team India) એ વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝ જીતવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. જ્યારે પાંચ મેચની સિરીઝ હાથમાંથી નીકળી જવાનો ખતરો હતો ત્યારે ટીમ ઈન્ડિયાએ કોઈક રીતે ત્રીજી મેચ જીતી T20 સીરિઝ જીવંત રાખી હતી.

હાર્દિક પંડ્યા થયો ટ્રોલ

ત્રીજી T20માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીતે શ્રેણીમાં ભારતની આશા જીવંત રાખી છે. સુકાની હાર્દિક પંડ્યાએ પણ બોલિંગ અને બેટિંગ બંનેમાં પોતાનું યોગદાન આપ્યું હતું. છતાં, હાર્દિકે કંઈક એવું કર્યું જેનાથી ભારતીય ચાહકો નિરાશ થયા અને તેને ‘સ્વાર્થી’ કહેવામાં આવ્યો હતો.

હાર્દિકનું બેટિંગ-બોલિંગ બંનેમાં સારું યોગદાન

બંને ટીમો ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ટકરાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને 159 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિકે 3 ઓવરમાં માત્ર 18 રન આપીને રન પર કંટ્રોલ કર્યો હતો. જવાબમાં સૂર્યકુમાર યાદવ (83) અને તિલક વર્મા (અણનમ 49)ની ઇનિંગ્સના આધારે ટીમ ઇન્ડિયાએ 17.5 ઓવરમાં 7 વિકેટે જીત મેળવી હતી. કેપ્ટન પંડ્યા 20 રન બનાવી અણનમ પરત ફર્યો હતો.

હાર્દિકની સિક્સર ફેન્સને પસંદ ના આવી

મેચ વિનિંગ રન હાર્દિકના બેટમાંથી નીકળ્યા હતા. તેણે રોવમેન પોવેલના બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. હવે સિક્સર વડે જીત મેળવવી એ પોતાનામાં ખાસ છે કારણ કે ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન MS ધોની વારંવાર આવું કરતો હતો. હાર્દિકના આ સિક્સના કારણે ફેન્સને ધોનીની યાદ આવી પરંતુ કારણ અલગ રીતે. વાસ્તવમાં, ચાહકોને હાર્દિકે મેચ સમાપ્ત કરવા માટે સિક્સર ફટકારી તે પસંદ નહોતું આવ્યું.

સૂર્યકુમાર-તિલક વર્માએ જીતનો પાયો નાખ્યો

હકીકતમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 34 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી તિલક વર્માએ સૂર્યકુમાર યાદવ સાથે 87 રનની ભાગીદારી કરીને જીત પર મહોર મારી હતી. સૂર્યાના આઉટ થયા બાદ હાર્દિક બેટિંગ માટે આવ્યો હતો. બંનેએ ટીમને જીત સુધી પહોંચાડી હતી. 17 ઓવર પછી ભારતનો સ્કોર 154 રન હતો અને તેને 18 બોલમાં માત્ર 6 રનની જરૂર હતી.

તિલક સતત બીજી ફિફ્ટી ફટકારી શક્યો નહીં

તિલક તેની અડધી સદીની નજીક હતો. તિલક ઓવરના ચોથા બોલ પર 1 રન લઈને 49 રન પર પહોંચ્યો હતો. હાર્દિક સ્ટ્રાઈક પર આવ્યો હતો. બધાને આશા હતી કે હાર્દિક બે બોલ ખાલી જવા દેશે અને પછી તિલક તેની અડધી સદી પૂરી કરી શકશે, પરંતુ હાર્દિકે સિક્સર ફટકારી જેથી તિલક સતત બીજી ફિફ્ટી ફટકારી શક્યો નહીં.

હાર્દિક થયો ટ્રોલ

20 વર્ષીય તિલકે આ સીરિઝથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે અને તે ત્રણેય મેચમાં ટીમનો સૌથી અસરકારક બેટ્સમેન સાબિત થયો છે. આવી સ્થિતિમાં, ચાહકોને તેની ફિફ્ટીની ત્રીજી મેચમાં આશા હતી. પરંતુ હાર્દિકની સિક્સરના કારણે તે ફિફ્ટી પુરી કરી શક્યો નહીં અને સોશિયલ મીડિયા પર હાર્દિક વિરુદ્ધ #Selfish ટ્રેન્ડ શરૂ થયો. આ સાથે ચાહકોએ ધોનીને પણ યાદ કર્યો હતો.

આ પણ વાંચોઃ IND vs WI: ટીમ ઈન્ડિયાની જીત બાદ હાર્દિકનું મોટુ નિવેદન, રોહિત-કોહલીના ચાહકો થઈ શકે છે નિરાશ

ધોનીએ કોહલી માટે વિજયી શોટ ન ફટકાર્યો

2014 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે શાનદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. તે મેચમાં, જ્યારે ભારતને માત્ર એક રનની જરૂર હતી, ત્યારે ધોનીએ 19મી ઓવરના છેલ્લા બોલ પર વિજયી રન ન ફટકાર્યો, જેથી ટીમને અહીં લાવનાર કોહલી જ છેલ્લો વિજયી રન બનાવી શકે. ત્યારબાદ કોહલીએ આગલી ઓવરમાં મેચ પૂરી કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">