IND vs WI: ટીમ ઈન્ડિયાની જીત બાદ હાર્દિકનું મોટુ નિવેદન, રોહિત-કોહલીના ચાહકો થઈ શકે છે નિરાશ
વિરાટ કોહલી અને રોહિત શર્માએ ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદથી આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે કોઈ મેચ રમી નથી, પરંતુ T20 શ્રેણીની પ્રથમ બે મેચની હાર બાદ જ બંનેને આ ફોર્મેટમાં પાછા લાવવા ચાહકો માંગ કરી રહ્યા છે. એવાં ત્રીજી મેચમાં જીત બાદ હાર્દિક પંડયાના નિવેદનને ભારે ચર્ચા જગાવી છે.
ભારતીય ક્રિકેટ ટીમ માટે છેલ્લા એક દાયકામાં વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Virat Kohli) એ બેટથી સૌથી વધુ યોગદાન આપ્યું છે. આ બંને સુપરસ્ટાર્સે ત્રણેય ફોર્મેટમાં રન બનાવ્યા છે અને ટીમ ઈન્ડિયા (Team India) માટે ઘણી મેચ અને શ્રેણી જીતી છે. આવી સ્થિતિમાં જ્યારે આ બંને ન હોય અને ટીમને હારનો સામનો કરવો પડે, ત્યારે ચાહકોની ચિંતા વધી જાય છે.
વિરાટ-રોહિતની વાપસીની માંગ
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર T20 શ્રેણીમાં સતત બે મેચમાં ભારતીય ટીમની હાર બાદ પણ સ્થિતિ આવી જ હતી અને વિરાટ-રોહિતની વાપસીની માંગ ઉઠી હતી. હવે ત્રીજી T20માં આખરે ટીમ ઈન્ડિયાને જીત મળી અને ત્યાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ માત્ર એક વાત સાથે જે સંકેત આપ્યા છે તે ઘણા ક્રિકેટ ચાહકોને ભાગ્યે જ ગમશે.
Suryakumar Yadav, Tilak Varma shine as India pull one back to keep the series alive 💪#WIvIND | 📝 https://t.co/v1bKUN3ftO pic.twitter.com/By6tBpGVJ2
— ICC (@ICC) August 8, 2023
ત્રીજી T20માં ભારતની જીત
ગયાનામાં 8 ઓગસ્ટ મંગળવાર ટીમ ઈન્ડિયા માટે જીતના સમાચાર લઈને આવ્યો. ટીમ ઈન્ડિયાને અહીંના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં 48 કલાક પહેલા શ્રેણીમાં બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. પાંચ મેચોની આ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝે 2-0થી લીડ મેળવી લીધી છે. ભારતની યુવા ટીમ અને કેપ્ટન હાર્દિક પંડ્યા પર સવાલો ઉઠી રહ્યા હતા. નિશાન પર ખાસ કરીને બેટ્સમેનો હતા, જેમણે બે મહિના પહેલા IPLમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ અહીં તેઓ નિષ્ફળ રહ્યા હતા. અંતે ત્રીજી T20માં કેટલાક ખેલાડીઓ રંગમાં આવ્યા અને ટીમનો 7 વિકેટે વિજય થયો.
બે મેચમાં હાર બાદ ઉઠયા સવાલ
સિરીઝની શરૂઆતની બે મેચમાં હાર બાદ સોશિયલ મીડિયા પર ચાહકો રોહિત શર્મા અને વિરાટ કોહલીને T20 ટીમમાં પરત લાવવાની માંગ કરવા લાગ્યા હતા. આ બંને બેટ્સમેન ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદથી આ ફોર્મેટમાં પસંદ કરવામાં આવ્યા નથી અને આગામી વર્ષે T20 વર્લ્ડ કપમાં તેમના રમવાની લગભગ કોઈ શક્યતા નથી. આનું કારણ બંનેની રમવાની રીત છે, જેના પર પહેલા પણ સવાલો ઉઠ્યા છે. તેમજ ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ટીમમાં ફેરફાર કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Mast win in a must win!#INDvsWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/NQsoXEU3W6
— FanCode (@FanCode) August 8, 2023
જીત બાદ કેપ્ટન હાર્દિકનો હુંકાર
જો ટીમ ઈન્ડિયાને ત્રીજી મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હોત તો શ્રેણી તેના હાથમાંથી નીકળી ગઈ હોત. સ્વાભાવિક છે કે કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ પર ટિપ્પણીઓ વધુ ઉગ્ર બની હશે. આ ઉપરાંત, બંને દિગ્ગજોને T20 ટીમમાં પરત લાવવાની માંગણી તેજ થઈ હશે. આ જીતે કેપ્ટન હાર્દિક પંડ્યાને એટલી રાહત અને પ્રોત્સાહન આપ્યું છે કે મેચ પુરી થયા બાદ તેણે એવી વાત કહી, જે રોહિત અને કોહલીના ફેન્સને પસંદ નહીં આવે.
આ પણ વાંચોઃ 51 સદી ફટકારનાર ખેલાડી હવે પાકિસ્તાન માટે નહીં રમે, બીજા દેશમાં બનાવશે કારકિર્દી
હાર્દિકે કર્યો ઈશારો
હાર્દિકે પોતાના નિવેદન સાથે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગમે તે થાય, હવે આ ટીમ રમવાનું ચાલુ રાખશે અને રોહિત-કોહલી જેવા સિનિયર ખેલાડીઓ આ ફોર્મેટમાં પાછા ફરશે નહીં. હાર્દિકે જીત બાદ કહ્યું કે બે હાર કે બે જીતથી વસ્તુઓ બદલાતી નથી કારણ કે ટીમ ભવિષ્યની યોજનાઓ પર કામ કરી રહી છે. તેણે એમ પણ કહ્યું કે ટીમમાં હિંમત રાખવાની અને સારું પ્રદર્શન કરવાની જરૂર છે.