India vs West Indies, 5th T20, Live Score Highlights: 100 રનમાં જ વેસ્ટ ઈન્ડિઝ ઓલઆઉટ, રવિ બિશ્નોઈ અને અક્ષર પટેલનુ શાનદાર પ્રદર્શન

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 12:32 AM

IND Vs WI 5th T20 Match Live Updates: ભારતે શનિવારે વેસ્ટ ઈન્ડિઝને 5 રને હરાવીને પહેલાથી શ્રેણી પોતાને નામે કરી લીધી છે. ટીમ ઈન્ડિયા 3-1 થી સરસાઈ ધરાવે છે.

India vs West Indies, 5th T20, Live Score Highlights: 100 રનમાં જ વેસ્ટ ઈન્ડિઝ ઓલઆઉટ, રવિ બિશ્નોઈ અને અક્ષર પટેલનુ શાનદાર પ્રદર્શન
ભારતે 3-1 થી સિરીઝમાં અજેય સરસાઈ મેળવી છે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝની પાંચમી અને શ્રેણીની અંતિમ મેચ આજે રવિવારે રમાઈ રહી છે. આજની મેચ અમેરિકાના ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ ખાતે રમાઈ રહી છે. જ્યાં શનિવારે ચોથી મેચ પણ રમાઈ હતી. અત્યાર સુધીની ચાર મેચોમાં પ્રથમ, તૃતીય અને ચોથી મેચ ભારતને નામ રહી હતી. જ્યારે બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝે જીતી હતી. ભારતીય ટીમ (Indian Cricket Team) સિરીઝ પોતાને નામે કરી લીધી છે. તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ પણ આબરુ જાળવી રાખવા માટે પ્રયાસ કરશે. રોહિત શર્મા આજે આરામ પર છે અને હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ સંભાળી છે.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 07 Aug 2022 11:29 PM (IST)

    IND vs WI Live Score: બિશ્નોઈએ અંત લાવી દીધો

    રવિ બિશ્નોઈએ 16મી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.  મેચમાં 4 વિકેટ બિશ્નોઈના નામે રહી છે.

  • 07 Aug 2022 11:23 PM (IST)

    IND vs WI Live Score: હેટમાયરની અડધી સદી

    રવિ બિશ્નોઈ લઈને આવેલ 14 મી ઓવરમાં હેટમાયરે બાઉન્ડરી ફટકારી હતી. આ સાથે જ તેણે પોતાની અડધી સદી પુરી કરી હતી.

  • 07 Aug 2022 11:21 PM (IST)

    IND vs WI Live Score: કુલદીપ યાદવે વધુ એક સફળતા મેળવી

    ઓવરના ચોથા બોલે ઓડિયન સ્મિથની વિકેટ કુલદીપ યાદવે ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝની આ આઠમી વિકેટ હતી.

  • 07 Aug 2022 11:19 PM (IST)

    IND vs WI Live Score: કુલદીપ યાદવે ડ્રેક્સની વિકેટ ઝડપી

    કુલદીપ યાદવ 13મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર ડોમિનિક્સ ડ્રેક્સને બોલ્ડ કરીને પરત મોકલ્યો હતો.

  • 07 Aug 2022 11:18 PM (IST)

    IND vs WI Live Score: રવિ બિશ્નોઈનો કમાલ, વધુ એક વિકેટ ઝડપી

    ઓવરના ચોથા બોલ પર રવિ બિશ્નોઈએ વધુ એક વિકેટ ઝડપી છે. કીમો પોલને શૂન્યમાં આઉટ કરીને પરત મોકલ્યો છે. એલબીડબલ્યૂ માટે રિવ્યૂ લેતા પોવેલ આઉટ અપાયો હતો.

  • 07 Aug 2022 11:17 PM (IST)

    IND vs WI Live Score: રવિ બિશ્નોઈએ રોવમેન પોવેલની વિકેટ ઝડપી

    12 મી ઓવર લઈને આવેલા રવિ બિશ્નોઈએ ત્રીજા બોલે રોવમેન પોવેલનો શિકાર કર્યો હતો. તેમે સ્ટંપ લાઈનના નાંખેલ બોલ પોવલના પેડને વાગતા જ અપીલ કરી હતી.

  • 07 Aug 2022 11:11 PM (IST)

    IND vs WI Live Score: હેટમાયરની સિક્સર

    આવેશ ખાન 11 મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ અને બીજા બોલ પર છ રન હેટમાયરે ફટકાર્યા હતા. ઓવરમાં 15 રન આવેશે ગુમાવ્યા હતા.

  • 07 Aug 2022 10:50 PM (IST)

    IND vs WI Live Score: કુલદીપે અપાવી સફળતા, પૂરન આઉટ

    8મી ઓવર લઈને કુલદીપ યાદવ આવ્યો હતો. તેની ઓવરમાં તેણે માત્ર 2 રન ગુમાવીને મહત્વની વિકેટ ઝડપી હતી. કેરેબિયન કેપ્ટન નિકોલસ પૂરનને તેણે મીડલ સ્ટંપની દીશાના બોલ પર એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. પૂરન માત્ર 3 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 07 Aug 2022 10:48 PM (IST)

    IND vs WI Live Score: હેટમાયરે સિક્સર ફટકારી

    7મી ઓવર લઈને આવેલા હાર્દિક પંડ્યાના બીજા બોલ પર શિમરોન હેટમાયરે છગ્ગો ફટકાર્યો હતો. ઉભા ઉભા જ પુલ કરી ને બોલને ડીપ સ્કેવર લેગની દીશામાં મોકલી દીધો હતો. ઓવરમાં હાર્દિકે 10 રન આપ્યા હતા.

  • 07 Aug 2022 10:39 PM (IST)

    IND vs WI Live Score: હેટમાયરની બાઉન્ડરી

    આવેશ ખાન છઠ્ઠી ઓવર લઈને આવ્યો છે. આ ઓવરના પ્રથમ બોલ પર જ શિમરોન હેટમાયરે બાઉન્ડરી જમાવી દીધી છે. તેણે ઉભા ઉભા જ બોલને કટ કરી દઈને પોઈન્ટ તરફ ચાર રન મેળવ્યા હતા. ઓવરમાં આવેશે 5 રન આપ્યા હતા.

  • 07 Aug 2022 10:37 PM (IST)

    IND vs WI Live Score: થોમસ ક્લીન બોલ્ડ, અક્ષરની ત્રીજી સફળતા

    પાંચમી ઓવર કમાલની રહી છે. ઓવરમાં ત્રણ ચોગ્ગા સહન કરી ને પણ અક્ષર પટેલ બે વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે. આ વખતે ડેવન થોમસના સ્ટંપ ઉખાડ્યા છે. થોમસ 10 રન નોંધાવી ક્લીન બોલ્ડ થઈ પરત ફર્યો છે.

  • 07 Aug 2022 10:36 PM (IST)

    IND vs WI Live Score: હેટમાયરની બેક ટુ બેક બાઉન્ડરી

    પાંચમી ઓવરમાં પ્રથમ બોલે અક્ષર પટેલે બાઉન્ડરી સહન કરી હતી, ત્યાર બાદ તુરત જ બીજા બોલે બ્રૂક્સની વિકેટ ઝડપી હતી. હવે શિમરોન હેટમાયરે સળંગ બે ચોગ્ગા ઓવરના ત્રીજા અને ચોથા બોલે નોંધાવ્યા હતા.

  • 07 Aug 2022 10:33 PM (IST)

    IND vs WI Live Score: અક્ષરે અપાવી બીજી સફળતા, બ્રૂક્સ આઉટ

    અક્ષર પટેલે વધુ એક સફળતા મેળવી છે. તેણે બ્રૂક્સની વિકેટ ઝડપી છે. આગળના બોલ પર ચોગ્ગાનો માર સહ્યા બાદ તુરત જ વિકેટ ઝડપી હતી. અક્ષરે શમરાહ બ્રૂક્સને વિકેટકીપર દિનેશ કાર્તિકના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. બ્રૂક્સ 13 બોલમાં 13 રન નોંધાવી પરત ફર્યો હતો.

  • 07 Aug 2022 10:32 PM (IST)

    IND vs WI Live Score: ડેવોન થોમસે બાઉન્ડરી નોંધાવી

    ચોથી ઓવર લઈને એર્શદીપ સિંહ આવ્યો હતો. તેની ઓવરના ત્રીજા અને અંતિમ બોલ પર ડેવોન થોમસે બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 11 રન અર્શદીપે ગુમાવ્યા હતા.

  • 07 Aug 2022 10:19 PM (IST)

    IND vs WI Live Score: હોલ્ડર શૂન્યમાં આઉટ, અક્ષરની સફળતા

    અક્ષર પટેલે પ્રથમ ઓવરમાં જ શૂન્ય રને ઓપનર જેસન હોલ્ડરને ક્લીન બોલ્ડ કરી દીધો. હોલ્ડર અક્ષરના જબરદસ્ત બોલ પર થાપ ખાઈ ગયો હતો અને બોલ સીધો જ સ્ટંપ ઉખાડી ગયો હતો.

  • 07 Aug 2022 10:14 PM (IST)

    IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝની બેટીંગ શરુ

    જેસન હોલ્ડર અને શમરાહ બ્રૂક્સ વેસ્ટ ઈન્ડિઝ વતી ઓપનીંગ જોડીરુપે આવ્યા હતા. જેમની સામે અક્ષર પટેલ બોલીંગ લઈને આવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામે 189 રનનુ વિશાળ લક્ષ્ય છે.

  • 07 Aug 2022 10:02 PM (IST)

    IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝ સામે 189 રનનુ લક્ષ્ય

    ભારતે 20 ઓવરના અંતે 188 રનનો સ્કોર 7 વિકેટે નોંધાવ્યો હતો. શ્રેયસ અય્યર અને દીપક હુડાએ શાનદાર શરુઆત ભારતીય ટીમને કરાવી હતી. જોકે પાછળની ઓવરોમાં વેસ્ટ ઈન્ડિઝના બોલરો વિકેટ લેવામાં સફળ રહેતા રનની ગતિ ધીમી રહી હતી. એક સમયે ભારત 200 પ્લસ સ્કરો ખડકશે એમ લાગી રહ્યુ હતુ.

  • 07 Aug 2022 09:58 PM (IST)

    IND vs WI Live Score: અક્ષર પટલે આઉટ

    નિકોલસ પૂરનના હાથમાં તેણે કેચ આપ્યો હતો. ઓડીયન સ્મિથે તેની વિકેટ ઝડપી હતી.

  • 07 Aug 2022 09:57 PM (IST)

    IND vs WI Live Score: હાર્દિક પંડ્યા આઉટ

    હાર્દિક પંડ્યા રન આઉચ થઈને પરત ફર્યો છે. ઓડીયન સ્મિથે કરેલા થ્રોને લઈ પંડ્યા રન આઉટ થતા 16 બોલમાં 28 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 07 Aug 2022 09:56 PM (IST)

    IND vs WI Live Score: હાર્દિક પંડ્યાએ હોલ્ડરની ધુલાઈ કરી

    જેસન હોલ્ડર 19મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરના ત્રીજા અને બોલે છગ્ગો, ચોથા બોલે ચોગ્ગો અને પાંચમાં બોલે ફરીથી છગ્ગો હાર્દિક પંડ્યાએ જમાવી દીધો હતો. ઓવરમાં 19 રન આવ્યા હતા.

  • 07 Aug 2022 09:47 PM (IST)

    IND vs WI Live Score: દિનેશ કાર્તિક આઉટ

    દીનશ કાર્તિક 18મી ઓવરના બીજા બોલ પર આઉટ થયો હતો. તે ઓડિયન સ્મિથના બોલ પર એલબીડબલ્યૂ આઉટ થયો હતો. તે 9 બોલમાં 12 રન ગુમાવીને પરત ફર્યો હતો.

  • 07 Aug 2022 09:38 PM (IST)

    IND vs WI Live Score: સંજૂ સેમસન ક્લીન બોલ્ડ

    16મી ઓવરના બીજા બોલે સંજૂ સેમસને વિકેટ ગુમાવી હતી. સંજૂ સેમસન ઓડિયન સ્મિથના બોલ પર આઉટ થયો. સ્મિથનો બોલ ઝડપથી અંદર આવ્ચો હતો અને સ્ટંપ ઉખાડી ગયો હતો.

  • 07 Aug 2022 09:27 PM (IST)

    IND vs WI Live Score: રમત ફરી શરુ થઈ

    ખરાબ વાતાવરણને લઈને મેચ ને રોકી દેવાઈ હતી. આકાશમા ખૂબ જ વિજળીઓ ઝબકી રહી હતી. જેને લઈ ખેલાડીઓની સલામતી માટે થઈને મેચને અટકાવાઈ હતી.

  • 07 Aug 2022 09:19 PM (IST)

    IND vs WI Live Score: ખરાબ વાતાવરણને લઈ મેચ રોકી દેવાઈ

    મેદાન પર આકાશમાં વિજળીઓ ચમકી રહી છે. ખૂબ જ વિજળીઓના ચમકારા આકાશમાં થઈ રહી હોવાને લઈ ખેલાડીઓની સલામતીને ધ્યાને રાખીને અંપાયરે મેચને રોકી દેવા માટે નિર્ણય લીધો હતો. વાતાવરણમાં સુધારો થવા માટે રાહ જોવાઈ રહી છે. અહીં સુધી ભારતનો સ્કોર 14.3 ઓવરમાં 135 રન 3 વિકેટે પહોંચ્યો છે.

  • 07 Aug 2022 09:17 PM (IST)

    IND vs WI Live Score: હાર્દિક અને સેમસનની બાઉન્ડરી

    14મી ઓવર લઈને વોલ્સ આવ્યો હતો. વોલ્સના ત્રીજા બોલ પર હાર્દિક પંડ્યાએ ફાઈન લેગ તરફ ચોગ્ગો લગાવ્યો હતો. ત્યાર બાદ સંજૂ સેમસને પાંચમાં બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. સેમસને ઉભા ઉભા જ બેટ ચલાવીને બાઉન્ડરી મેળવી હતી

  • 07 Aug 2022 09:06 PM (IST)

    IND vs WI Live Score: શ્રેયસ અય્યર આઉટ

    શ્રેયસ અય્યર ફુલટોસ બોલ પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. જોસન હોલ્ડરના બોલ પર જ તે તેને પાછો બોલ હવામાં આપી બેઠો હતો. અય્યરે શાનદાર રમત રમી હતી. તેણે 64 રનની આક્રમક ઈનીંગ રમી હતી. 40 બોલમાં 2 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદ વડે આ રન નોંધાવ્યા હતા.

  • 07 Aug 2022 09:06 PM (IST)

    IND vs WI Live Score: શ્રેયસની બાઉન્ડરી

    13મી ઓવરના પ્રથમ બોલ પર જ શ્રેયસ અય્યરે બાઉન્ડરી ફટકારી હતી. જેસન હોલ્ડરના ફુલટોસ બોલને તેણે ચાર રન માટે બાઉન્ડરી પર મોકલી દીધો હતો.

  • 07 Aug 2022 08:57 PM (IST)

    IND vs WI Live Score: દીપક હુડા આઉટ

    હેડન વોલ્સે ભારતીય જોડીને તોડી દીધી છે. દીપક હુડાની તેણે 12મી ઓવરમાં વિકેટ ઝડપી છે. દીપક શાનદાર રમત રમી રહ્યો હતો એવા સમયે જ તેને બ્રૂક્સના હાથમાં કેચ ઝડપાવ્યો છે. હુ઼ડા ડીપ મીડ વિકેટ પર શોટ લગાવવા ઈચ્છતો હતો પરંતુ બેટ પર યોગ્ય કનેક્ટ નહીં થતા સીધો જ કેચ આપી દીધો હતો. તે 25 બોલમાં 3 રન નોંધાવીને પરત ફર્યો હતો. તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 07 Aug 2022 08:54 PM (IST)

    IND vs WI Live Score: હુડા અને અય્યરે કરી મેકોયની ધુલાઈ

    મેકોય 11મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરના પ્રથમ બોલ પર જ દીપક હુડાએ બાઉન્ડરી ફટકારી હતી. હુડાએ પીકઅપ શોટ લગાવીને ચાર રન મેળવ્યા હતા. બીજા બોલે મેકોયની ઉપરથી છગ્ગો લોંગ ઓફ તરફ લગાવ્યો હતો. અય્યરે ચોથા બોલ પર બાઉન્ડરી જમાવી હતી. ઓવરમાં 17 રન આવ્યા હતા.

  • 07 Aug 2022 08:48 PM (IST)

    IND vs WI Live Score: શ્રેયસ અય્યરની અડધી સદી

    શ્રેયસ અય્યરે 10મી ઓવરના અંતિમ બોલ પર રોવમેન પોવેલ પર શોટ લગાવ્યો હતો. જે શોટ બાઉન્ડરી માટેનો હતો. આ સાથે જ શ્રેયસ અય્યરે તેની અડધી સદી પુરી કરી લીધી હતી. ભારતનો સ્કોર પણ આ સાથે 10 ઓવરના અંતે 95 રન પર એક વિકેટ ગુમાવીને પહોંચ્યો હતો.

  • 07 Aug 2022 08:46 PM (IST)

    IND vs WI Live Score: હુડાએ છગ્ગો જમાવ્યો

    9મી ઓવરના પ્રથમ બોલ પર જ હુડાએ શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. આગળની ઓવરના અંતિમ બંને બોલ પર અય્યરે છગ્ગા લગાવતા ભારતના ખાતામાં આ સળંગ ત્રીજો છગ્ગો આવ્યો છે. હુડાએ હેડન વોલ્સના બોલ પર એકસ્ટ્રા કવર પર ફટકાર્યો હતો.

  • 07 Aug 2022 08:44 PM (IST)

    IND vs WI Live Score: અય્યરે બેક ટુ બેક છગ્ગા જમાવ્યા

    8મી ઓવરના અંતિમ બંને બોલ પર શ્રેયસ અય્યરે શાનદાર 2 છગ્ગા બેક ટુ બેક લગાવી દીધા હતા. ઓડિયન સ્મિથ પર પહેલા શાનદાર કટ વડે છગ્ગો જમાવ્યો હતો. જ્યારે બીજો છગ્ગો આગળ આવીને એક્સ્ટ્રા કવર થઈને છ રન માટે શોટ લગાવ્યો હતો.

  • 07 Aug 2022 08:42 PM (IST)

    IND vs WI Live Score: ભારતની શાનદાર શરુઆત

    પાવર પ્લેમાં ભારતે 53 રનનો સ્કોર કર્યો છે. જોકે ઈશાન કિશનની વિકેટ આ દરમિયાન ગુમાવી હતી. આ દરમિયાન જોકે બાઉન્ડરી સમયાંતરે ભારતને મળતી રહી હતી. ખાસ કરીને અય્યરે જ્યાં મોકો મળ્યો ત્યાં ચોગ્ગો ફટકારવાનુ ચુક્યો નહીં. છઠ્ઠી ઓવરમાં હુડાએ પણ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 07 Aug 2022 08:41 PM (IST)

    IND vs WI Live Score: ઈશાન કિશન આઉટ

    ઈશાન કિશને પાંચમી ઓવરમાં ડોમિનિક ડ્રેક્સના બોલ પર પોતાની વિકેટ ગુમાવી છે. ભારતે પ્રથમ વિકેટ 38 રનના સ્કોર પર ગુમાવી છે. કિશન 13 બોલમાં 11 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 07 Aug 2022 08:08 PM (IST)

    IND vs WI Live Score: ભારતની બેટીંગ ઈનીંગ શરુ

    શ્રેયસ અય્યર અને ઈશાન કિશને ભારતીય ટીમની ઓપનીંગ જોડીના રુપમાં શરુઆત કરી હતી. ભારતે શરુઆતથી જ આક્રમક રમત અપનાવી હતી. પ્રથમ ઓવરમાં જ અય્યરે શાનદાર બાઉન્ડરી જમાવી દીધી હતી.

  • 07 Aug 2022 08:07 PM (IST)

    IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવન

  • 07 Aug 2022 08:06 PM (IST)

    IND vs WI Live Score: ભારતની પ્લેઈંગ ઈલેવન

  • 07 Aug 2022 07:53 PM (IST)

    IND vs WI Live Score: ભારતે ટોસ જીત્યો, પ્રથમ બેટીંગ પસંગ કરી

    ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી છે. ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણી પોતાના નામે કરી લીધી છે. શ્રેણીમાં ભારત 3-1 થી સરસાઈ ધરાવે છે. રોહિત શર્મા અંતિમ મેચમાં આરામ પર રહ્યો છે, જેના બદલે હાર્દિક પંડ્યા આજે કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે.

Published On - Aug 07,2022 7:51 PM

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">