AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL : ભારતે શ્રીલંકાને 41 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયા એશિયા કપ ફાઈનલમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 11:05 PM
Share

IND vs SL : ભારતે શ્રીલંકાને 41 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયા એશિયા કપ ફાઈનલમાં

પાકિસ્તાન હારી ગયું. હવે શ્રીલંકા (Sri Lanka)નો વારો છે. જો ભારત આજે કોલંબોમાં શ્રીલંકા સામે જીતશે તો ફાઈનલ રમવાનું નક્કી થશે. પરંતુ, શ્રીલંકા ઘરઆંગણે રમશે, તેથી તેને હળવાશથી લઈ શકાય નહીં. આથી પાકિસ્તાન સાથેની મેચ પૂરી થતાં જ ભારત શ્રીલંકાને હરાવવાની તૈયારીમાં જોવા મળ્યું હતું. જ્યાં સુધી હવામાનની વાત છે તો મેચ દરમિયાન વરસાદની અસર જોવા મળી શકે છે.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

શ્રીલંકા: પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (wk), સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલાલાગે, મહિષ તિક્ષાના, કસુન રાજીથા, મથિશા પાથિરાના.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Sep 2023 11:04 PM (IST)

    IND vs SL Live Score : કુલદીપની બેક ટુ બેક વિકેટ, ભારતની જીત

    IND vs SL Live Score : કુલદીપ યાદવે બેક ટુ બેક બે વિકેટ ઝડપી ભારતને શ્રીલંકા સામે જીત અપાવી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023ની ફાઇનલમાં પહોંચી ગયું છે.

  • 12 Sep 2023 10:55 PM (IST)

    India vs Sri Lanka match live score : શ્રીલંકાની નવમી વિકેટ પડી

    India vs Sri Lanka match live score : કુલદીપ યાદવે શ્રીલંકાની નવમી વિકેટ ઝડપી હતી હવે ટીમ ઈન્ડીયાને જીત માટે માટ એક જ વિકેટની જરૂર છે.

  • 12 Sep 2023 10:52 PM (IST)

    SL vs IND Super 4 Live Score : શ્રીલંકાની આઠમી વિકેટ પડી

    SL vs IND Super 4 Live Score : હાર્દિક પંડયાએ મહિષ તિક્ષાનાને 2 રન પર આઉટ કરી ભારતને જીતની વધી નજીક લઈ ગયો છે. ભારત હવે જીતથી માત્ર બે વિકેટ જ દૂર છે.

  • 12 Sep 2023 10:34 PM (IST)

    India vs Sri Lanka match live score : ધનંજય ડી સિલ્વા આઉટ

    India vs Sri Lanka match live score : જાડેજાએ ધનંજય ડી સિલ્વાની વિકેટ લઈ ભારતને મેચમાં ફરી કમબેક કરાવ્યું છે.  ધનંજય ડી સિલ્વા 41 રન બનાવી આઉટ થયો હતો. હેવ ભારતને જીતવા વધુ ત્રણ વિકેટની જરૂર છે.

  • 12 Sep 2023 09:39 PM (IST)

    Ind vs SL cricket live score : શ્રીલંકાનો કેપ્ટન 9 રન બનાવી આઉટ 

    Ind vs SL cricket live score : કુલદીપ બાદ જાડેજાએ શ્રીલંકાને ઝટકો આપ્યો હતો, જાડેજાએ શ્રીલંકાના કેપ્ટન શનાકાને 9 રન બનાવી આઉટ ભારતને જીત તરફ અગ્રેસર કર્યું છે, જ્યારે શ્રીલંકાના કેપ્ટનના આઉટ થતાં હવે શ્રીલંકાની જીતની શક્યતાઓ પણ ઘટી ગઈ છે.

  • 12 Sep 2023 09:17 PM (IST)

    IND vs SL Super 4 Live Score : શ્રીલંકાની અડધી ટીમ પેવેલિયન ભેગી

    IND vs SL Super 4 Live Score : કુલદીપ યાદવે ભારતને પાંચમી સફળતા અપાવી હતી. કુલદીપે સારી બેટિંગ કરી રહેલ ચરિથ અસલંકાને 22 રન પર આઉટ કર્યો હતો. શ્રીલંકાની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ છે.

  • 12 Sep 2023 09:08 PM (IST)

    India vs Sri Lanka cricket live score : શ્રીલંકાની ચોથી વિકેટ પડી

    India vs Sri Lanka cricket live score : કુલદીપ યાદવે ભારતને જરૂરી બ્રેક થ્રુ અપાવતા મજબૂત રીતે આગળ વધી રહેલ શ્રીલંકાની ભાગીદારીને તોડી હતી. કુલદીપ યાદવે ભારતને મેચમાં ચોથી સફળતા અપાવી હતી અને સાદિરા સમરવિક્રમાને 17 રન પર આઉટ કર્યો હતો.

  • 12 Sep 2023 08:16 PM (IST)

    India vs Sri Lanka match live score : શ્રીલંકાની ત્રીજી વિકેટ પડી

    India vs Sri Lanka match live score : બુમરાહ બાદ સિરાજે મોરચો સંભાડતા ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. મહોમ્મદ સિરાજે શ્રીલંકાના ઓપનર દિમુથ કરુણારત્ને માત્ર 2 રન પર આઉટ કર્યો હતો. શ્રીલંકાની ભારત સામે રનચેઝ કરતા ખરાબ શરૂઆત.

  • 12 Sep 2023 08:11 PM (IST)

    Ind vs SL cricket live score : બુમરાહે લીધી બીજી વિકેટ

    Ind vs SL cricket live score : બુમરાહે ભારતને બીજી સફળતા આપવી હતી. બુમરાહે મેન્ડિસને 15 રનના સ્કોર પર સૂર્યકુમારના સાથે કેચ આઉટ કરાવ્યો હતો. ભારતને શ્રીલંકા સામે બીજી સફળતા મળી હતી.

  • 12 Sep 2023 07:50 PM (IST)

    Ind vs SL match live score : શ્રીલંકાને પહેલો ઝટકો

    Ind vs SL match live score : 214 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલ શ્રીલંકન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં બુમરાહે શ્રીલંકાને પહેલો ઝટકો આપ્યો હતો.  બુમરાહે નિસાંકાને 6 રન પર આઉટ કરી ભારતને પહેલી સફળતા અપાવી હતી.

  • 12 Sep 2023 07:31 PM (IST)

    Ind vs SL live score today : ટીમ ઈન્ડિયા 213 રનમાં ઓલઆઉટ

    Ind vs SL live score today : શ્રીલંકા સામે એશિયા કપ સુપર 4 મુકાબલામાં ભારતે પહેલા બેટિંગ કરતાં 213 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને જીતવા 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 49.1 ઓવરમાં ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ ગઈ હતી. અંતિમ વિકેટ અક્ષર પટેલની પડી હતી. અક્ષર પટેલ 26 રન બનાવી આઉટ થયો હતો. મહોમ્મદ સિરાજ પાંચ રન પર નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 53 રન બનાવ્યા હતા, જ્યારે શ્રીલંકાના વેલાલેગાએ પાંચ અને અસાલંકાએ ચાર વિકેટ ઝડપી હતી.

  • 12 Sep 2023 07:21 PM (IST)

    IND vs SL Live Score : અક્ષર પટેલની દમદાર સિક્સર

    IND vs SL Live Score : ભારતની માત્ર એક જ વિકેટ બાકી છે છતાં અક્ષર પટેલે ટીમના સ્કોરને આગળ લઈ જવાનું શરૂ રાખ્યું છે. અક્ષર પટેલે 48 મી ઓવરની અંતિમ બોલ પર દમદાર સિક્સર ફટકારી હતી અને ભારતનો સ્કોર 200ને પાર પહોંચી ગયો છે.

  • 12 Sep 2023 07:18 PM (IST)

    SL vs IND Super 4 Live Score : મેચ ફરી થઈ શરૂ

    SL vs IND Super 4 Live Score : વરસાદ બંધ થતાં ભારત અને શ્રીલંકા વચ્ચે ફરી એકવાર વનડે મેચ શરૂ થઈ ગઈ છે. ખેલાડીઓ મેદાન પર પહોંચી ગયા છે. ભારતની ઈનિંગમાં હજી ત્રણ ઓવરો બાકી છે. ભારતની 9 વિકેટ પડી ગઈ છે. અક્ષર અને સિરાજ ક્રિઝ પર હાજર છે.

  • 12 Sep 2023 06:54 PM (IST)

    India vs Sri Lanka cricket live score : વરસાદ બંધ, કવર હટાવવામાં આવ્યા

    India vs Sri Lanka cricket live score : ભારત શ્રીલંકા મેચમાં વરસાદ શરૂ થતાં મેચ રોકવામાં આવ્યા બાદ હવે ફરી વરસાદ બંધ થતાં ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા કવર હટાવવામાં આવી રહ્યા છે. જલ્દી મેચ ફરી શરૂ થશે એવી શક્યતા છે. ભારતનો સ્કોર 47 ઓવર બાદ 197/9 છે.

  • 12 Sep 2023 06:28 PM (IST)

    India vs Sri Lanka match live score : વરસાદના કારણે મેચ રોકવામાં આવી

    India vs Sri Lanka match live score : ભારત અને શ્રીલંકા વચ્ચેના મુકાબલામાં ભારતની ઈનિંગની 47મી ઓવરમાં વરસાદ શરૂ થતાં મેચ રોકવામાં આવી હતી. મેચ રોકવામાં આવી ત્યારે ભારતનો સ્કોર 47 ઓવરમાં 197/9 હતો. ભારતના અક્ષર પટેલ અને મહોમ્મદ સિરાજ ક્રિઝ પર હાજર હતા. શ્રીલંકાના સ્પિનરોએ આજની મેચમાં ભારત સામે કમાલ બોલિંગ કરી હતી અને ભારતની તમામ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 53 રન બનાવ્યા હતા.

  • 12 Sep 2023 06:04 PM (IST)

    India vs Sri Lanka live score : બુમરાહ-કુલદીપ આઉટ

    India vs Sri Lanka live score : ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે સતત વિકેટો ગુમાવી રહી છે. હાર્દિક અને જાડેજા બાદ હવે બુમરાહ અને કુલદીપે સતત બે બોલમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ભારતને બે બોલમાં બે ઝટકા લાગ્યા હતા.

  • 12 Sep 2023 05:51 PM (IST)

    Ind vs SL cricket live score : રવીન્દ્ર જાડેજા આઉટ

    Ind vs SL cricket live score : શ્રીલંકા સામે ભારતનું ખરાબ બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું છે, ટોપ ઓર્ડરની નિષ્ફળતા બાદ ઓલરાઉન્ડરોએ પણ આજે નિરાશ કર્યા હતા. હાર્દિક પંડયાના આઉટ થયા બાદ હવે રવીન્દ્ર જાડેજાએ પણ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જાડેજા માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. ક્રિઝ પર અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ હાજર છે.

  • 12 Sep 2023 05:41 PM (IST)

    Ind vs SL match live score : હાર્દિક પંડયા સસ્તામાં આઉટ

    Ind vs SL match live score : શ્રીલંકાના યુવા સ્પિનર ડનિથ વેલાલેગાએ કમાલ બોલિંગ પ્રદર્શન કરતાં પાંચમી વિકેટ હાંસલ કરી હતી. વેલાલેગાએ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને કેચ આઉટ કર્યો હતો. હાર્દિક માત્ર 5 ર બનાવી આઉટ થયો હતો. ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. હાલ રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ક્રિઝ પર હાજર છે.

  • 12 Sep 2023 05:34 PM (IST)

    Ind vs SL live score today : ઈશાન કિશન આઉટ

    Ind vs SL live score today : શ્રીલંકા સામે ભારતીય બેટ્સમેનોની સતત વિકેટો પડી રહી છે. કેએલ રાહુલ બાદ સેટ થાય બાદ વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન પણ આઉટ થઈ ગયો હતો. ચારિથ અસલંકાએ ઈશાન કિશનને વેલાલેગાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હાર્દિક પંડયા અને રવીન્દ્ર જાડેજા હાલ ક્રિઝ પર હાજર છે. 

  • 12 Sep 2023 05:17 PM (IST)

    IND vs SL Live Score : કેએલ રાહુલ થયો આઉટ

    IND vs SL Live Score : ભારતીય ટીમના ટોપ ઓર્ડર પર શ્રીલંકાનો યુવા બોલર ભરી પડી રહ્યો છે. શ્રીલંકાના 20 વર્ષીય ડનિથ વેલાલેગાએ રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ બાદ હવે કેએલ રાહુલની પણ વિકેટ ઝડપી હતી. વેલાલેગાએ કમાલ બોલિંગ પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરને ઘવસ્ત કર્યું છે. ભારતની ચારેય વિકેટ વેલાલેગાએજ લીધી હતી. 

  • 12 Sep 2023 05:08 PM (IST)

    Ind vs SL match live score :શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયા બેક ફૂટ પર

    ઇશાન કિશન અને લોકેશ રાહુલે ભારતીય ઇનિંગ્સની કમાન સંભાળી લીધી હતી.હવે સમગ્ર જવાબદારી ઈશાન કિશન અને કેએલ રાહુલની જોડી પર છે.

  • 12 Sep 2023 05:06 PM (IST)

    Ind vs SL cricket live score : 28 ઓવર પછી ભારતનો સ્કોર ત્રણ વિકેટે 145 રન

  • 12 Sep 2023 04:59 PM (IST)

    Ind vs SL cricket live score : કે.એલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો

    કે.એલ રાહુલે 28મી ઓવરના પહેલા અને બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો છે.

  • 12 Sep 2023 04:59 PM (IST)

    SL vs IND Super 4 Live Score : 26 ઓવરમાં ભારતનો સ્કોર 134/3

    ભારતે 26 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા છે. ઈશાન કિશન 19 રન સાથે રમી રહ્યો છે જ્યારે કેએલ રાહુલ 23 રન સાથે તેને સાથ આપી રહ્યો છે. આ પહેલા રોહિત શર્મા 53 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે ગિલે 19 રનનું યોગદાન આપ્યું હતું. વિરાટ કોહલી 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

  • 12 Sep 2023 04:55 PM (IST)

    SL vs IND Super 4 Live Score : 26 ઓવરમાં ભારતનો સ્કોર 131/3

    ભારતે 26 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા છે. ઈશાન કિશન 19 રન સાથે રમી રહ્યો છે જ્યારે કેએલ રાહુલ 20 રન સાથે તેને સાથ આપી રહ્યો છે. આ પહેલા રોહિત શર્મા 53 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે ગિલે 19 રનનું યોગદાન આપ્યું હતું. વિરાટ કોહલી 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

  • 12 Sep 2023 04:47 PM (IST)

    India vs Sri Lanka live score :ટીમ ઈન્ડિયાનો સ્કોર 122 /3

    ટીમ ઈન્ડિયાનો સ્કોર 24 ઓવર બાદ 122 /3 છે. રાહુલ 13 રન અને ઈશાન કિશન 17 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.

  • 12 Sep 2023 04:40 PM (IST)

    IInd vs SL cricket live score : ભારતનો સ્કોર 116/3

    22 ઓવર બાદ ભારતનો સ્કોર 116/3 છે. ઈશાન કિશન 33 બોલમાં 15 રન અને રાહુલ 14 બોલમાં 9 રન બનાવી રમી રહ્યા છે.

  • 12 Sep 2023 04:35 PM (IST)

    India vs Sri Lanka Live Score : ભારતીય ટીમ મુશ્કેલીમાં

    શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ મુશ્કેલીમાં છે. હવે સમગ્ર જવાબદારી ઈશાન કિશન અને કેએલ રાહુલની જોડી પર છે. ટીમ ઈન્ડિયાએ 21 ઓવરમાં 3 વિકેટે 111 રન બનાવ્યા છે.

  • 12 Sep 2023 04:30 PM (IST)

    India vs Sri Lanka Live Score : ભારતનો સ્કોર 100 રનને પાર

    ભારતીય ટીમનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન સાથે 100 રનને પાર કરી ગયો છે. લોકેશ રાહુલ અને ઈશાન કિશન ક્રિઝ પર છે. ડ્યુનિથ વેલાલ્ગેએ ત્રણ વિકેટ લઈને ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી છે. હવે આ જોડીની જવાબદારી ટીમ ઈન્ડિયાને મોટા સ્કોર સુધી લઈ જવાની છે.

  • 12 Sep 2023 04:29 PM (IST)

    India vs Sri Lanka Live Score :ભારતનો સ્કોર 107/3

    19 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટે 107 રન છે. ઈશાન કિશન 20 બોલમાં 10 અને કે.એલ રાહુલ 9 બોલમાં 6 રન બનાવી રમી રહ્યા છે.

  • 12 Sep 2023 04:25 PM (IST)

    India vs Sri Lanka Live Score :ભારતનો સ્કોર 103/3

    16 ઓવર પછી ભારતનો સ્કોર 103/3 છે.હવે ઈશાન કિશન અને લોકેશ રાહુલ ક્રિઝ પર છે.

  • 12 Sep 2023 04:24 PM (IST)

    India vs Sri Lanka Live Score : ઈશાન કિશને ચોગ્ગો ફટકાર્યો

    ઈશાન કિશને 18મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો છે.

  • 12 Sep 2023 04:23 PM (IST)

    India vs Sri Lanka Live Score : શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને બેક ફૂટ પર ધકેલી

    આ મેચમાં વેલાલ્ગેએ એકલા હાથે ટીમ ઈન્ડિયાને બેક ફૂટ પર ધકેલી દીધી છે. તેણે તેની સતત ત્રણ ઓવરમાં ભારતના ત્રણ સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. હવે ઈશાન કિશન અને રાહુલ ક્રિઝ પર છે.

  • 12 Sep 2023 04:19 PM (IST)

    India vs Sri Lanka Live Score : ઈશાન કિશન અને કેએલ રાહુલ ક્રિઝ પર

    ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. વેલાલાગે રોહિત શર્માને આઉટ કર્યો હતો. વેલાલાગે બંને વિકેટ લીધી હતી. ભારતનો સ્કોર 16 ઓવર બાદ ત્રણ વિકેટે 93 રન છે. ઈશાન કિશન અને કેએલ રાહુલ ખાતું ખોલાવ્યા વગર જ ક્રિઝ પર છે.

  • 12 Sep 2023 04:14 PM (IST)

    India vs Sri Lanka Live Score : રોહિત શર્મા આઉટ

    ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, કેપ્ટન પેવેલિયન પરત ફર્યો છે.રોહિત શર્મા 48 બોલમાં 53 રન બનાવી આઉટ થયો છે.

  • 12 Sep 2023 04:11 PM (IST)

    India vs Sri Lanka Live Score : રોહિત શર્મા સાથે ઈશાન કિશન ક્રિઝ પર

  • 12 Sep 2023 04:10 PM (IST)

    India vs Sri Lanka Live Score : ભારતે 14 ઓવરમાં 2 વિકેટે 90 રન બનાવ્યા

    ભારતે 14 ઓવરમાં 2 વિકેટે 90 રન બનાવ્યા છે. ક્રિઝ પર ઈશાન કિશન અને રોહિત શર્મા છે. હવે આ બંન્ને ખેલાડી પાસે મોટા સ્કોરની આશા છે.

  • 12 Sep 2023 04:06 PM (IST)

    India vs Sri Lanka Live Score : ભારતીય ટીમને બીજી ઝટકો

    ભારતીય ટીમને બીજી ઝટકો વિરાટ કોહલીના રુપમાં લાગ્યો છે. વિરાટ કોહલી 3 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે.

  • 12 Sep 2023 04:05 PM (IST)

    India vs Sri Lanka Live Score :રોહિત શર્માની અડધી સદી

    રોહિત શર્માએ 44 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. ODI ક્રિકેટમાં આ તેની 51મી અડધી સદી છે. આ ઇનિંગમાં તેણે પોતાના 10 હજાર વનડે રન પણ પૂરા કર્યા. તેની ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 100 રનની નજીક પહોંચી ગયો છે.

  • 12 Sep 2023 04:05 PM (IST)

    India vs Sri Lanka Live Score :ભારતનો સ્કોર એક વિકેટે 90 રન

    13ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 90 રન છે. રોહિત શર્મા 52 અને વિરાટ કોહલી 3 રન બનાવી રમી રહ્યા છે.

  • 12 Sep 2023 04:00 PM (IST)

    India vs Sri Lanka Live Score : રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો

    રોહિત શર્માએ 13મી ઓવરના ત્રીજા બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો.રોહિત શર્મા 52 અને વિરાટ કોહલી 3 રન બનાવી રમી રહ્યા છે.

  • 12 Sep 2023 04:00 PM (IST)

    India vs Sri Lanka Live Score : ગિલ આઉટ થતા વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો

  • 12 Sep 2023 03:58 PM (IST)

    India vs Sri Lanka Live Score :ભારતની પ્રથમ વિકેટ પડી

    ભારતની પ્રથમ વિકેટ 80 રનના સ્કોર પર પડી હતી. શુભમન ગિલ 25 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો.

  • 12 Sep 2023 03:52 PM (IST)

    India vs Sri Lanka Live Score : રોહિત શર્મા અડધી સદીની નજીક

    11 ઓવર બાદ ટીમ ઈન્ડિયાએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 80 રન બનાવી લીધા છે. રોહિત પોતાની અડધી સદી સુધી પહોંચી ગયો છે.

  • 12 Sep 2023 03:51 PM (IST)

    India vs Sri Lanka Live Score : 10 હજાર રન બનાવનાર ભારતીયો (ODI)

    10 હજાર રન બનાવનાર ભારતીયો (ODI)

    • 18426 – સચિન તેંડુલકર
    • 13024- વિરાટ કોહલી
    • 11363- સૌરવ ગાંગુલી
    • 10889- રાહુલ દ્રવિડ
    • 10773- મહેન્દ્ર સિંહ ધોની
    • 10000- રોહિત શર્મા
  • 12 Sep 2023 03:49 PM (IST)

    India vs Sri Lanka Live Score : રોહિત શર્માએ સિક્સ ફટકારી

    રોહિત શર્માએ 11મી ઓવરના બીજા બોલ પર સિક્સ ફટકારી

  • 12 Sep 2023 03:48 PM (IST)

    India vs Sri Lanka Live Score :ભારતનો સ્કોર 50 રનને પાર

    ભારતીય ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 50 રનનો આંકડો પાર કરી લીધો છે.

  • 12 Sep 2023 03:48 PM (IST)

    Asia Cup Super 4 India vs Sri Lanka Live Score : ભારતનો સ્કોર 65/0

    10 ઓવર પછી ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 65 રન છે

  • 12 Sep 2023 03:43 PM (IST)

    Asia Cup Super 4 India vs Sri Lanka Live Score : રોહિત શર્માએ 4 ચોગ્ગા ફટકાર્યા

    રોહિત શર્માએ 10મી ઓવરમાં પહેલા અને બીજા બોલ પર ઉપરા ઉપરી 2 ચોગ્ગા ફટકાર્યા છે. ત્યારબાદ ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ પાંચમા બોલ પર ફરી એક ચોગ્ગો ફટકાર્યો હતો

  • 12 Sep 2023 03:39 PM (IST)

    Asia cup 2023 Live : રોહિત શર્માએ વનડેમાં પોતાના 10 હજાર રન પૂરા કર્યા

    રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કરી લીધા છે. આવું કરનાર તે છઠ્ઠો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે કસુન રાજિતાની બોલ પર સિક્સર ફટકારીને ODI ક્રિકેટમાં તેના 10 હજાર રન પૂરા કર્યા. આ ઇનિંગમાં પણ તે અડધી સદી તરફ આગળ વધી રહ્યો છે. સાત ઓવર પછી ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 43 રન છે.

  • 12 Sep 2023 03:36 PM (IST)

    Asia cup 2023 super 4 match :ભારતે 8 ઓવરમાં 44 રન બનાવ્યા

    ભારતીય ટીમે 8 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 44 રન બનાવી લીધા છે. રોહિત અને ગિલ ક્રિઝ પર છે. બંને સારી બેટિંગ કરી રહ્યા છે. રોહિત વનડેમાં પોતાના 10 હજાર રન પૂરા કર્યા છે

  • 12 Sep 2023 03:33 PM (IST)

    Asia cup 2023 Live : રોહિત વનડેમાં પોતાના 10 હજાર રન પૂરા કર્યા

  • 12 Sep 2023 03:31 PM (IST)

    India vs Sri Lanka Live Score : 5 ઓવરમાં ભારતનો સ્કોર 43/0

    ભારતે પ્રથમ 7 ઓવરમાં કોઈપણ નુકશાન વગર 43 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 23 રન અને શુભમન ગિલ 13 રન સાથે રમી રહ્યા છે. શ્રીલંકા પ્રથમ વિકેટની શોધમાં છે.

  • 12 Sep 2023 03:30 PM (IST)

    Asia cup 2023 super 4 match : રોહિત શર્માએ સિક્સ ફટકારી

  • 12 Sep 2023 03:26 PM (IST)

    Asia Cup Super 4 India vs Sri Lanka Live Score : ભારતનો સ્કોર 31/0

    6 ઓવર દાસુન શનાકા લઈને આવ્યો હતો.ઓવરના 5માં બોલ પર રોહિત શર્માએ શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. ભારતનો સ્કોર 31/0 છે

  • 12 Sep 2023 03:25 PM (IST)

    Asia Cup Super 4 India vs Sri Lanka Live Score : રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો

  • 12 Sep 2023 03:22 PM (IST)

    Asia cup 2023 Live : ભારતના ખાતામાં કુલ 8 રન આવ્યા

    5 ઓવર પછી ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 25 રન છે. 5મી ઓવરમાં ભારતના ખાતામાં કુલ 8 રન આવ્યા છે.

  • 12 Sep 2023 03:22 PM (IST)

    Asia cup 2023 super 4 match : શુભમન ગિલે ચોગ્ગો ફટકાર્યો

  • 12 Sep 2023 03:17 PM (IST)

    India vs Sri Lanka Live Score :રોહિત શર્મા અને શુભમન ગિલ પાસેથી મજબૂત શરૂઆતની અપેક્ષા

    ભારતીય ટીમની બેટિંગ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને શુભમન ગિલ પાસેથી મજબૂત શરૂઆતની અપેક્ષા છે. ગિલ 5 રન અને રોહિત શર્મા 12 રન પર રમી રહ્યા છે. ભારતનો સ્કોર 4 ઓવર પછી કોઈ નુકસાન વગર 17રન છે.

  • 12 Sep 2023 03:13 PM (IST)

    Asia Cup Super 4 India vs Sri Lanka Live Score : ઓપનર સારી લયમાં

    બંને સારી લયમાં જોવા મળી રહ્યા છે અને સારી બેટિંગ કરી રહ્યા છે.ટીમ ઈન્ડિયાનો સ્કોર 14/0

  • 12 Sep 2023 03:09 PM (IST)

    Asia cup 2023 Live : ટીમ ઈન્ડિયાનો સ્કોર 10/0

    ભારતીય ટીમની બેટિંગ શરૂ થઈ ગઈ છે. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર છે.બીજી ઓવર મહિષ તિક્ષાના લઈને આવ્યા હતો. બીજી ઓવરમાં કુલ 3 રન આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 10/0

  • 12 Sep 2023 03:05 PM (IST)

    Asia cup 2023 super 4 match : ભારતનો સ્કોર 7/0

    1 ઓવર બાદ ભારતના ખાતામાં કુલ 7 રન આવ્યા છે. રોહિત શર્મા 5 બોલમાં 5 રન અને ગિલ 2 રન પર રમી રહ્યો છે.

  • 12 Sep 2023 03:03 PM (IST)

    India vs Sri Lanka Live Score : રોહિતે શાનદાર ચોગ્ગા સાથે ખાતું ખોલ્યું

  • 12 Sep 2023 02:59 PM (IST)

    Asia Cup Super 4 India vs Sri Lanka Live Score :શ્રીલંકા સામે ભારતની બેટિંગ શરુ

    ભારત અને શ્રીંલકાની મેચ શરુ થઈ ચૂકી છે. ક્રિઝ પર રોહિત શર્મા અને ગિલ આવ્યા છે. કસુન રાજીથા પ્રથમ બોલિંગ નાંખી રહ્યો છે.

  • 12 Sep 2023 02:59 PM (IST)

    Asia cup 2023 Live :બેટિંગ કરવા માંગતો હતો : કેપ્ટન દાસુન

    ટોસ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે પીચ પર ઘાસ નથી. આવી સ્થિતિમાં અમે 3 સ્પિનરો સાથે જઈ રહ્યા છીએ. આ કારણોસર બેટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે શ્રીલંકાના કેપ્ટન દાસુને કહ્યું કે તે પણ પહેલા બેટિંગ કરવા માંગતો હતો.

  • 12 Sep 2023 02:53 PM (IST)

    Asia cup 2023 Live : 3 સ્પિન બોલરો સાથે ટીમ મેદાનમાં ઉતરશે

    શ્રીલંકા સામેની મહત્વની મેચમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે 3 સ્પિન બોલરો સાથે ઉતરી રહી છે. કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને સ્પિનર ​​તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. કુલદીપે પાકિસ્તાન સામે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.

  • 12 Sep 2023 02:42 PM (IST)

    Asia cup 2023 super 4 match :બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

    ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

    શ્રીલંકા: પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (wk), સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલાલાગે, મહિષ તિક્ષાના, કસુન રાજીથા, મથિશા પાથિરાના.

  • 12 Sep 2023 02:38 PM (IST)

    Asia cup 2023 super 4 match : થોડી જ વારમાં મેચ શરુ થશે

  • 12 Sep 2023 02:34 PM (IST)

    Asia cup 2023 Live : અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ

    ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ એક ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે. શાર્દુલ ઠાકુરની જગ્યાએ અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

  • 12 Sep 2023 02:32 PM (IST)

    Asia Cup Super 4 India vs Sri Lanka Live Score :ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  • 12 Sep 2023 02:16 PM (IST)

    Asia cup 2023 super 4 match : કોલંબોમાંથી સારા સમાચાર સામે આવ્યા

    કોલંબોમાંથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત અને શ્રીલંકાના ખેલાડીઓ મેદાનમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.

  • 12 Sep 2023 02:10 PM (IST)

    Asia cup 2023 super 4 match : BCCIએ આપ્યું હેલ્થ અપડેટ

    હેલ્થ અપડેટ જાહેર કરતી વખતે, BCCIએ લખ્યું- શ્રેયસ અય્યર સારું અનુભવી રહ્યો છે, પરંતુ હજુ સુધી તે કમરના દુખાવાથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. BCCIની મેડિકલ ટીમે તેને આરામ કરવાની સલાહ આપી છે અને તે આજે શ્રીલંકા સામે ભારતની સુપર-4 મેચ માટે ટીમ સાથે સ્ટેડિયમમાં ગયો નથી. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચે છે તો શું તે 17 સપ્ટેમ્બરે યોજાનારી ટાઈટલ મેચ સુધી ફિટ રહેશે? વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને પણ ઝટકો લાગી શકે છે. શ્રેયસ નેપાળ સામેની મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ડાઈવિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો.

  • 12 Sep 2023 02:04 PM (IST)

    Asia cup 2023 super 4 match : શ્રેયસ શ્રીલંકા સામેની મેચ નહીં રમે

    ભારતનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર શ્રીલંકા સામેની મેચમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ એક અપડેટ જાહેર કરીને આ અંગેની માહિતી આપી છે. હાલમાં જ સર્જરી કરાવ્યા બાદ તે ફિટ થઈને ટીમમાં પરત ફર્યો છે. માર્ચમાં તેને પીઠમાં ઈજા થઈ હતી. જો કે હવે ફરી એકવાર આ સમસ્યા સામે આવી રહી છે.

  • 12 Sep 2023 02:01 PM (IST)

    Asia cup 2023 super 4 match :ટીમની બોલિંગ સૌથી મોટો ખતરો

    જ્યાં સુધી શ્રીલંકા તરફથી પડકારનો સવાલ છે, તો યજમાન ટીમની બોલિંગ સૌથી મોટો ખતરો છે. અનુભવી ઝડપી બોલર કસુન રાજિતા અને યુવા ફાસ્ટ બોલર મતિષા પતિરાના સતત સારી બોલિંગ કરી રહ્યા છે. રજિતા પાવરપ્લેમાં આર્થિક સાબિત થયો છે, જ્યારે પતિરાના સતત વિકેટો લઈ રહ્યો છે. જ્યારે , સ્પિનર ​​મહિષ તિક્ષાના વિશે સૌથી વધુ સાવચેત રહેવું જોઈએ, જે પાવરપ્લેથી ડેથ ઓવર સુધીના કોઈપણ તબક્કામાં અદ્ભુત બોલિંગ કરે છે.

  • 12 Sep 2023 01:55 PM (IST)

    Asia cup 2023 super 4 match :શ્રીલંકા બાંગ્લાદેશને હરાવી ચૂક્યું છે

    શ્રીલંકાએ સુપર ફોરમાં પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 21 રને હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ શાનદાર બોલિંગ કરી હતી અને છેલ્લી ઓવરોમાં શ્રીલંકન ટીમનો વિજય થયો હતો. હવે શ્રીલંકા ભારત સામે જીત મેળવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.

  • 12 Sep 2023 01:50 PM (IST)

    Asia cup 2023 super 4 match :ટીમ ઈન્ડિયા સતત ત્રીજા દિવસે મેદાનમાં ઉતરશે

    ભારતીય ટીમ આજે સતત ત્રીજા દિવસે મેદાનમાં ઉતરશે. ભારતની પાકિસ્તાન સામેની મેચ રવિવારે બપોરે શરૂ થઈ હતી, જે સોમવારે રાત્રે સમાપ્ત થઈ હતી. આ પછી ટીમ ઈન્ડિયાને આજે (મંગળવારે) શ્રીલંકા સાથે મેચ રમવાની છે. શ્રીલંકાની ગરમી અને ભેજવાળી સ્થિતિમાં સતત ક્રિકેટ રમવું મુશ્કેલ છે. ભારતીય ફાસ્ટ બોલરોએ સોમવારે રાત્રે 19 ઓવર ફેંકી હતી અને હવે ફરી આજે તેમણે ઓછામાં ઓછી 30 ઓવર નાંખવી પડશે. ભારતીય ખેલાડીઓ માટે આ પડકારજનક બની શકે છે.

  • 12 Sep 2023 01:40 PM (IST)

    Asia cup 2023 super 4 match :વિરાટને આરામ મળી શકે છે

    વિરાટ કોહલીએ આ મેચમાં 122 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને લોકેશ રાહુલ સાથે 233 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં સૌથી વધુ રન રન કરીને બનાવ્યા હતા. કોહલીએ મેચ પછી થાકનો પણ ઉલ્લેખ કર્યો અને એ પણ કહ્યું કે તે નવેમ્બરમાં 35 વર્ષનો થવાનો છે. આવી સ્થિતિમાં, રિકવરી તેના માટે સરળ નહીં હોય, પરંતુ તે ટેસ્ટ રમે છે અને બીજા દિવસે રમવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં વિરાટને ટીમ ઈન્ડિયામાં આરામ આપીને શ્રેયસ અય્યરને ત્રીજા નંબર પર તક આપવામાં આવી શકે છે.

  • 12 Sep 2023 01:35 PM (IST)

    Asia cup 2023 super 4 match : ભારત-શ્રીલંકા મેચ પહેલા કોલંબોમાં હવામાન ચોખ્ખું, થોડી જ વારમાં થશે ટૉસ

    શ્રીલંકા સામે જીત મેળવીને ભારત ફાઈનલમાં પહોંચવા ઈચ્છશે, વિરાટને આરામ મળી શકે છે

  • 12 Sep 2023 01:30 PM (IST)

    IND vs SL Live Score: ફાઈનલમાં જગ્યા લગભગ નિશ્ચિત

    ભારત અને શ્રીલંકા માટે આજની મેચ ઘણી મહત્વની છે, આજે જે ટીમ જીતશે તે ફાઈનલમાં જગ્યા લગભગ નિશ્ચિત કરી લેશે. એશિયા કપ સુપર-4માં બંને ટીમો પહેલા એક-એક મેચ રમી ચૂકી છે. શ્રીલંકાની ટીમ બાંગ્લાદેશ સામે જીતી હતી જ્યારે ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

  • 12 Sep 2023 01:20 PM (IST)

    IND vs SL Live Score: સુપર 4નું પોઈન્ટ ટેબલ

    ભારત અને શ્રીલંકાની મેચ પહેલા એશિય કપ 2023ના સુપર 4 પર એક નજર કરીએ તો. ભારતીય ટીમ 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર છે. જ્યારે શ્રીલંકા હજુ પણ 2 અંક સાથે બીજા નંબર પર છે. ભારત સામે મોટા સ્કોરે હારનારી પાકિસ્તાની ટીમ 2 અંક સાથે ત્રીજા નંબર પર છે અને બાંગ્લાદેશની ટીમ ચોથા નંબર પર છે.

  • 12 Sep 2023 12:55 PM (IST)

    IND vs SL Live Score: ભારત અને શ્રીલંકા વચ્ચે કુલ 165 વનડે રમાઈ

    ભારત અને શ્રીલંકા વચ્ચે કુલ 165 વનડે રમાઈ છે. આ દરમિયાન ભારતે 96 મેચ જીતી અને શ્રીલંકાએ 56 મેચ જીતી. 11 મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું જ્યારે એક મેચ ટાઈ રહી હતી.

  • 12 Sep 2023 12:40 PM (IST)

    IND vs SL Live Score: આ વિકલ્પ ટીમ માટે ફાયદાકારક સાબિત થશે

    કોલંબોની પીચ બેટિંગ માટે અનુકૂળ રહી છે. એક દિવસ પહેલા જ ભારતીય ટીમે અહીં બેટિંગ કરતા 356 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટર્ન અને બાઉન્સને કારણે આ પીચ પર સ્પિનરોને ઘણી મદદ મળે છે. ટોસ જીત્યા બાદ બોલિંગ પસંદ કરવાનો વિકલ્પ ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

  • 12 Sep 2023 12:30 PM (IST)

    IND vs SL Live Score: ભારત-શ્રીલંકા મેચ પહેલા કોલંબોનું હવામાન જાણો

    ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ પહેલા કોલંબોમાં હવામાન સાફ છે. મેચ દરમિયાન વાદળછાયું આકાશ હોવાના સમાચાર છે પરંતુ વરસાદની આગાહી એટલી નથી કે મેચ ધોવાઇ જાય. આવી સ્થિતિમાં આશા રાખી શકાય કે આખી મેચ જોવા મળશે.

  • 12 Sep 2023 12:20 PM (IST)

    IND vs SL Live Score: ટીમ ઈન્ડિયા કોઈપણ આરામ વિના સીધી મેચમાં ઉતરશે

    સુપર-4 રાઉન્ડમાં ભારતીય ટીમની આ પ્રથમ મેચ હતી અને તેણે આગામી બે મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે રમવાની છે. પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયાએ સુપર-4માં પોતાનું ખાતું ખોલાવ્યું હતું અને હવે શ્રીલંકા સામેની મેચમાં જીત મેળવીને તે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. જો કે, શ્રીલંકા સામે જીતવું એટલું સરળ નથી કારણ કે આ ટીમ સારા ફોર્મમાં છે, અને બીજું, ટીમ ઈન્ડિયા કોઈપણ આરામ વિના સીધી મેચમાં ઉતરશે.

  • 12 Sep 2023 12:10 PM (IST)

    IND vs SL Asia cup 2023 : કેવું રહેશે હવામાન

    ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ પણ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે અને આ મેચમાં પણ વરસાદની થોડી અસર જોવા મળી શકે છે. હવામાનની આગાહી અનુસાર, કોલંબોમાં બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં, આ મેચમાં વિલંબ પણ થઈ શકે છે પરંતુ આ પછી સાંજે હવામાન ચોખ્ખુ રહેવાની સંભાવના છે. અને મેચની મધ્યમાં વરસાદનો કોઈ વિક્ષેપ નહીં થાય.

  • 12 Sep 2023 12:03 PM (IST)

    IND vs SL Live Score: આજે શ્રીલંકા સાથે ટક્કર

    એશિયા કપ 2023ના સુપર ફોર મેચમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ છે. આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે કારણ કે જે પણ જીતશે તેની ફાઈનલ રમવાનું નિશ્ચિત છે. ભારત શ્રીલંકા સામે પણ પાકિસ્તાન સામેની જીતની ગતિ જાળવી રાખવાનો પૂરો પ્રયાસ કરશે.

  • 12 Sep 2023 01:10 AM (IST)

    IND vs SL Live Score: ટીમ ઈન્ડિયા હિસાબ બરાબર કરશે

    2022ના એશિયા કપમાં શ્રીલંકાએ રોમાંચક મેચમાં ભારતને છ વિકેટે હરાવ્યું હતું. મેચનું પરિણામ છેલ્લા બોલે નક્કી થઈ ગયું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાની એશિયા કપની સફર પણ સમાપ્ત થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા હિસાબ બરાબર કરશે.

Published On - Sep 12,2023 12:02 PM

g clip-path="url(#clip0_868_265)">