AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીએ કરી બાળક જેવી ભૂલ, શુભમન ગિલનો પગ થયો જામ, જાણો કેવી રીતે ધ્વસ્ત થયું ટોપ ઓર્ડર?

India Vs Pakistan: એશિયા કપની મહત્વની મેચમાં પાકિસ્તાન સામે ભારતીય ટોપ ઓર્ડર ફલોપ થયુ છે. કેપ્ટન રોહિત શર્માની વિકેટ બાદ વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને શુભમન ગિલ જેવા ટોપ ઓર્ડરના ખેલાડીઓ પર પવેલિયન તરફ પહોંચ્યા હતા. ભારતીય ટોપ ઓર્ડરે હાઈ વોલ્ટેજ મેચમાં ભારતીય ફેન્સને નિરાશ કર્યા હતા.

વિરાટ કોહલીએ કરી બાળક જેવી ભૂલ, શુભમન ગિલનો પગ થયો જામ, જાણો કેવી રીતે ધ્વસ્ત થયું ટોપ ઓર્ડર?
India vs Pakistan Asia Cup 2023Image Credit source: ICC
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 8:19 PM
Share

Pallekele : ભારત-પાકિસ્તાનની મેચ પહેલા દરેક ક્રિકેટ ફેન્સ પોતાના મનપસંદ ક્રિકેટર્સ ધમાલ મચાવશે તેવો દાવો કરતા હોય છે. પણ આજે ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ટોપ ઓર્ડરે ભારતીય ફેન્સને નિરાશ કર્યા હતા. આજે ના તો કેપ્ટન રોહિત શર્મા ચાલ્યો કે ના તો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ધમાલ મચાવી શક્યો. ભારતીય ટીમના ટોપ 4 બેટ્સમેન માત્ર 85 બોલમાં પવેલિયનમાં પરત ફર્યા હતા.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ સામે રોહિત શર્માએ માત્ર 11 રન, વિરાટ કોહલીએ 4 રન, શ્રેયસ અય્યરે 14 રન અને શુભમ ગિલે માત્ર 10 રનનું યોગદાન આપ્યુ હતુ. જેને કારણે ભારતીય ટીમ પાકિસ્તાન સામે મોટા સ્કોરના પાયો નાખવામાં નિષ્ફળ રહી.  પલ્લેકેલની પિચ પર પાકિસ્તાની ધૂરંધરો સામે ભારતીય ટોપ ઓર્ડર બાળકોની જેમ રમતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : 3 સપ્ટેમ્બરથી અમદાવાદ IND vs PAK મેચની ઓનલાઈન ટિકિટ બુકિંગ થશે શરુ, જાણો ટિકિટ ખરીદવાની સંપૂર્ણ પ્રોસેસ

ભારતીય ટોપ ઓર્ડરને કારણે પાકિસ્તાન સામે ઉડયુ મજાક

રોહિત શર્મા રહ્યો અનલકી

કેપ્ટન રોહિત શર્માએ સારી શરુઆત અપાવવાનો પ્રયત્ન કર્યો પણ તે અનલકી રહ્યો. વરસાદ બાદના બ્રેક બાદ રોહિત શર્માની વિકેટ પજી હતી. શાહીન અફરીદીની ઈન-સ્વિંગ બોલ પર રોહિત શર્માના આઉટ થયો હતો. તે 22 બોલમાં માત્ર 11 રન બનાવીની આઉટ થયો હતો.

વિરાટ કોહલી ખરાબ શોર્ટ

વિરાટ કોહલીએ આવી જ ચોગ્ગો ફટકાર્યો હતો. પણ શાહીન અફરીદીની બોલ પર ખરાબ શોટ રમતા આઉટ થયો હતો. તે 7 બોલમાં માત્ર 4 રન બનાવી શક્યો હતો.

શ્રેયસ અય્યર

શ્રેયસ અય્યરની વિકેટ હરિસ રઉફે લીધી હતી. આ જમણા હાથના ફાસ્ટ બોલરે ઐયરને બાઉન્સર ફેંક્યો અને તેણે પુલ શોટ રમ્યો. પરંતુ બોલ મિડવિકેટ પર ઉભેલા ફખર ઝમાનના હાથમાં ગયો હતો. અય્યર 9 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો.

શુભમન ગિલ

ટોપ ઓર્ડરની તમામ વિકેટોમાં શુભમન ગીલે સૌથી વધુ નિરાશ કર્યા હતા. ગિલે 15મી ઓવરમાં હરિસ રઉફની બોલિંગમાં પોતાની વિકેટ ગુમાવી હતી. રઉફનો આ બોલ મામૂલી હતો પરંતુ અહીં ગિલની ભૂલ એ હતી કે તેનો પગ બહાર ન આવ્યો.

આ પણ વાંચો : WWE Video : ભારે ભરખમ ખલીને એક મહિલાએ રિંગમાંથી કર્યો બહાર, આખું WWE જોતુ જ રહી ગયુ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું
યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ
યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
g clip-path="url(#clip0_868_265)">