Asia Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમની થઇ જાહેરાત, 4 ગુજરાતી ખેલાડીઓને મળ્યું સ્થાન

એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ની જાહેરાત કરવામાં આવી હતી. એશિયા કપની શરૂઆત 30 ઓગસ્ટના રોજ થવાની છે. એશિયા કપમાં ભારત સાથે ગ્રુપમાં પાકિસ્તાન અને નેપાળ છે.

Asia Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમની થઇ જાહેરાત, 4 ગુજરાતી ખેલાડીઓને મળ્યું સ્થાન
Team India for Asia Cup 2023
Follow Us:
Ishan Paliwal
| Edited By: | Updated on: Aug 21, 2023 | 7:11 PM

Asia Cup 2023: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા કેવી રહેશે, આ મોટા સવાલનો જવાબ હવે બધાની સામે છે. ભારતે તેની એશિયા કપ ટીમ પસંદ કરી છે. અજીત અગરકરના નેતૃત્વમાં ભારતીય પસંદગીકારો દિલ્હીમાં મળ્યા અને આ મોટું કામ પાર પાડ્યું. આ દરમિયાન ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતા. 30 ઓગસ્ટથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.ભારતીય પસંદગીકારોએ એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટુર્નામેન્ટ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે.

30 ઓગસ્ટથી એશિયા કપની શરૂઆત

એશિયા કપ ટુર્નામેન્ટની શરૂઆત 30 ઓગસ્ટના રોજ થશે. પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. ટીમ ઇન્ડિયા 2 સપ્ટેમ્બરના રોજ પોતાની પ્રથમ મેચ રમશે. ભારતની પ્રથમ મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમાશે. બંનેની ટક્કર શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં થશે. ટુર્નામેન્ટમાં 6 ટીમો ટ્રોફી માટે સંઘર્ષ કરશે, જેમને એ અને બી એમ બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન બંનેનો ગ્રુપ એ માં સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા કપના કાર્યક્રમની વાત કરીએ તો પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરના પાકિસ્તાન સામે અને 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સામે રમાશે.

સુપર 4 માં પણ થઇ શકે છે ભારત વિ પાકિસ્તાન

સુપર 4 માં 10 સપ્ટેમ્બરના રોજ પણ થઇ શકે છે ભારત અને પાકિસ્તાનની ટક્કર. ગ્રુપ એ ની ટોપ 2 ટીમ કોલંબોમાં ટકરાશે. એટલે કે ભારત અને પાકિસ્તાનની ફરીથી મેચ થવાની સંપૂર્ણ સંભાવના છે. જ્યારે 12 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ એ માં બીજા સ્થાન પરની ટીમ બી ગ્રુપની ટોપ ટીમ સામે રમશે જ્યારે 15 સપ્ટેમ્બરના રોજ બી ગ્રુપની બીજા નંબરની ટીમ સામે રમશે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ. સંજુ સેમસન (બેકઅપ)

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">