AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 સપ્ટેમ્બરથી અમદાવાદ IND vs PAK મેચની ઓનલાઈન ટિકિટ બુકિંગ થશે શરુ, જાણો ટિકિટ ખરીદવાની સંપૂર્ણ પ્રોસેસ

India vs Pakistan World cup 2023 : 4 ઓક્ટોબરે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ એવા અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ રમાશે. આ મેચની માટેની ઓનલાઈટ ટિકિટ બુકિંગની પ્રક્રિયા આવતીકાલે 3 સપ્ટેમ્બરથી શરુ થશે. ચાલો જાણીએ કે આ મેચ માટે ટિકિટ બુકિંગ કયાંથી, કઈ રીતે અને કેવી રીતે કરવી.

3 સપ્ટેમ્બરથી અમદાવાદ IND vs PAK મેચની ઓનલાઈન ટિકિટ બુકિંગ થશે શરુ, જાણો ટિકિટ ખરીદવાની સંપૂર્ણ પ્રોસેસ
NDIA vs PAKISTAN - ICC MEN`S CWC 2023 ODIImage Credit source: Bookmyshow
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 7:33 PM
Share

Ahmedabad :  એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર બાદ બીજા જ દિવસે ફેન્સ વચ્ચે વર્લ્ડ કપની ધમાકેદાર મેચની ટિકિટ ખરીદવા પડાપડી શરુ થશે. 14 ઓક્ટોબરે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ એવા અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ રમાશે.

આ મેચ માટેની ઓનલાઈટ ટિકિટ બુકિંગની પ્રક્રિયા આવતીકાલે એટલે કે 3 સપ્ટેમ્બરથી શરુ થશે. ચાલો જાણીએ કે આ મેચ માટે ટિકિટ બુકિંગ કયાંથી, કઈ રીતે અને કેવી રીતે કરવી.

નીચેની લિન્ક પર ક્લીક કરીને બુક કરો મેચની ટિકિટ

ટિકિટ બુકિંગ માટેની લિન્ક : https://tickets.cricketworldcup.com

ટિકિટ બુકિંગ વેબસાઈટ :  Book My Show

ટિકિટ બુકિંગની તારીખ : 3 સપ્ટેમ્બર, 2023

ટિકિટ બુકિંગનો સમય : ભારતીય સમય સાંજે 8 કલાકથી ટિકિટ બુકિંગ શરુ

આ પણ વાંચો : WWE Video : ભારે ભરખમ ખલીને એક મહિલાએ રિંગમાંથી કર્યો બહાર, આખું WWE જોતુ જ રહી ગયુ

વર્લ્ડ કપ 2023 મેચની ટિકિટ બુક કરવા માટેની સંપૂર્ણ પ્રોસેસ

  1. ICC ની સત્તાવાર ટિકિટિંગ વેબસાઇટ https://tickets.cricketworldcup.com પર લોગ ઇન કરો
  2.  દેશના રાષ્ટ્રધ્વજ પર ક્લિક કરીને ‘ભારત’ પસંદ કરો.
  3. તે મુજબ ટિકિટ બુક કરવા માટે સ્થળ ફિલ્ટરનો ઉપયોગ કરો.
  4.  તમે તમારા માટે જે ટિકિટ ખરીદવા માંગો છો તે મેચ પસંદ કરો
  5. Book My Show તમને ટિકિટ લેવાની લાઈનમાં ઉમેરશે. અહીં રિફ્રેશ બટન દબાવશો નહીં કારણ કે તેનાથી તમે પ્રોસેસમાંથી બહાર થઈ જશે અને ફરીથી ટિકિટની લાઈનમાં દાખલ થવા માટે તમારે પહેલાનાં બધાં પગલાં ફરીથી કરવા પડશે.
  6.  ETA સુધી રાહ જુઓ. વેબસાઇટ તમને સ્ટેડિયમ લેઆઉટ પર રીડાયરેક્ટ કરશે. ત્યાં તમે અલગ-અલગ કિંમતની શ્રેણી અનુસાર તમારી પસંદગીની ટિકિટ પસંદ કરી શકો છો.
  7. તમારું નામ, સરનેમ, ડિલિવરી વગેરે અને અન્ય વ્યક્તિગત વિગતો ઉમેરો.
  8.  તમને પેમેન્ટ માટેનો રસ્તો નિર્દેશિત કરવામાં આવશે. તમારી પસંદગીની પદ્ધતિનો ઉપયોગ કરીને તમારી ચુકવણી પૂર્ણ કરો.
  9.  Book My Show તરફથી મેચની ટિકિટો સાથે કન્ફર્મેશન મેઇલ માટે તમારું ઇનબોક્સ તપાસો.

અમદાવાદમાં નમો સ્ટેડિયમાં ટિકિટના કેટેગરી પ્રમાણેની કિંમત

  • અમદાવાદમાં 2000 રુપિયાથી ટિકિટની શરુઆત થશે
  • પ્રીમિયમ સ્યુટ્સ – લેવલ 5 અને રિલાયન્સ એન્ડ બોક્સ ટિકિટ્સ: 75,000
  • પ્રેસિડેન્શિયલ સ્યુટ્સ: 1,00,000

આવો હતો વર્લ્ડ કપ મેચની ટિકિટ બુકિંગનો કાર્યક્રમ

25 ઓગસ્ટથી ભારતમાં યોજાનારા વનડે વર્લ્ડ કપની ટિકિટનું બુકિંગ શરુ થયુ હતુ. મોટા ભાગના ભારતીય ક્રિકેટ ફેન્સ ભારતની મેચની ટિકિટ લેવા માટે કલાકો સુધી વેબસાઈટ પર પ્રયત્નો કરી રહ્યા છે. ભારત-પાકિસ્તાનની મેચ સિવાય ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની મેચને લઈને પણ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : IND vs PAK: રોહિત શર્માનો શોટ જોઈ બાબર આઝમનો ચહેરો રડવા જેવો થઈ ગયો, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">