India vs Pakistan Live Score Highlights : રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાના રમતે ભારતને 5 વિકેટે વિજય અપાવ્યો
India vs Pakistan T20 Asia Cup 2022 live Score: એશિયા કપની મેચમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો 28 ઓગસ્ટ (રવિવાર)ના રોજ સામસામે ટકરાશે.

Ind vs Pak :ભારતીય ટીમ રવિવારે પાકિસ્તાન (India Vs Pakistan) સામેની મેચથી ચાર વર્ષ પછી એશિયા કપમાં અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમો ગયા વર્ષના ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) પછી એકબીજાનો સામનો કરશે.10 મહિના પછી ક્રિકેટ ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે. દુબઈમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવા માંગશે. દુબઈના મેદાન પર પાકિસ્તાનનો રેકોર્ડ શાનદાર છે.
India Vs Pakistan: બંને ટીમોની પ્લેઇંગ-11
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ.
પાકિસ્તાન ટીમ: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ફખર જમાન, ઇફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રઉફ, શહનાબાઝ દહાની.
LIVE NEWS & UPDATES
-
IND vs PAK, LIVE Score: હાર્દિક પંડ્યાનો વિજયી છગ્ગો
અંતમાં હાર્દિક પંડ્યાએ શાનદાર છગ્ગો જમાવી દીધો હતો. આ સાથે જ ભારતે 5 વિકેટે જીત મેળવી હતી.
-
IND vs PAK, LIVE Score: જાડેજા આઉટ
રવિન્દ્ર જાડેજાએ શાનદાર ઈનીંગ રમીને ટીમને લક્ષ્યની નજીક લાવી દીધી છે, અહીં લાવીને પોતાની વિકેટ ગુમાવી છે. 29 બોલમાં 35 રન નોંધાવીને જાડેજા પરત ફર્યો છે.
-
-
IND vs PAK, LIVE Score: હાર્દિક પંડ્યાએ 3 ચોગ્ગા ફટકાર્યા
હરિસ રઉફ 19મી ઓવર લઈને આવ્યો હતો. જે ઓવરમાં એક બાદ એક એક બે ચોગ્ગા હાર્દિક પંડ્યાએ જમાવી દીધા છે. પહેલા ડીપ એક્સ્ટ્રા કવર પર અને બાદમાં ડીપ મીડ વિકેટ પર ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર ચોગ્ગા જમાવ્યા હતા. ઓવરના અંતિમ બોલ પર હાર્દિકે વધુ એક ચોગ્ગો જમાવી દીધો હતો
-
IND vs PAK, LIVE Score: જાડેજાએ છગ્ગો ફટકાર્યો
નસીમ શાહ 18મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરના પાંચમાં બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. જાડેજાએ સ્લોગ કરીને બોલરના ઉપરથી બોલને છ રન માટે મોકલ્યો હતો.
-
IND vs PAK, LIVE Score: નસીમ શાહ ઈજાગ્રસ્ત
18મી ઓવરના પહેલા બોલ પર વાઈડ. આ પછી નસીમ શાહે આગલા બોલ પર ચોગ્ગો સહેવો પડ્યો. જાડેજાએ એક્સ્ટ્રા કવર પર શાનદાર શોટ રમ્યો અને ચોગ્ગો ફટકાર્યો. જો કે પછીના બોલ પર નસીમ શાહ ઈજાગ્રસ્ત થયો હતો.
-
-
IND vs PAK, LIVE Score: ભારત માટે મુશ્કેલીઓ વધી
17મી ઓવરમાં હરિસ રઉફે 9 રન આપ્યા હતા. આ ઓવર ખૂબ જ ઇકોનોમી હતી જેણે ચોક્કસપણે ભારત માટે તણાવમાં વધારો કર્યો છે. આ ઓવરમાં બે બોલ વાઈડ હતા. ભારતે 18 બોલમાં 32 રન બનાવવાના છે
-
IND vs PAK, LIVE Score: હાર્દિક પંડ્યાની બાઉન્ડરી
નસીમ શાહ 15 મી ઓવર લઈને આવ્યો હતો. જેના પર નસીમે રુમ બનાવી આપતા જ તેનો હાર્દિકે પૂરો ફાયદો ઉઠાવીને કટ કરી દઈ બોલને પોઈન્ટ પાસે શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો.
-
IND vs PAK, LIVE Score: સૂર્યકુમાર આઉટ
નસીમ શાહે 15મી ઓવરમાં સૂર્યકુમાર યાદવને બોલ્ડ કર્યો હતો. સૂર્યા મિડ ઓન પર બોલ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે ચૂકી ગયો અને બોલ સ્ટમ્પ સાથે અથડાયો. સૂર્યાએ 18 બોલમાં 18 રન બનાવ્યા બાદ પરત જવું પડ્યું હતું. સૂર્યાએ ઇનિંગમાં બાઉન્ડ્રી ફટકારી હતી
-
IND vs PAK, LIVE Score: જાડેજાનો ચોગ્ગો
12 ઓવર લઈને મોં. નવાઝ આવ્યો હતો., ઓવરના ત્રીજા બોલ પર રવિન્દ્ર જાડેજાએ આગળ નિકળીને તાકાત પૂર્વક શોટ રમીને બાઉન્ડરી મેળવી હતી. બોલરના બંને પગ વચ્ચે થઈને બોલ સીધો જ બાઉન્ડરીની પાર પહોંચ્યો હતો.
-
IND vs PAK, LIVE Score: સૂર્યકુમારની બાઉન્ડરી
શાદાબે 11મી ઓવરમાં સાત રન આપ્યા હતા. ઓવરના ચોથા બોલ પર સૂર્યકુમાર યાદવે સ્વીપ કરીને ચોગ્ગો ફટકાર્યો. શાનદાર શોટ. સૂર્યકુમાર લાંબા સમયથી સારા ફોર્મમાં છે, તેથી તેની પાસેથી ઘણી આશાઓ છે.
-
IND vs PAK, LIVE Score: જાડેજાએ છગ્ગો ફટકાર્યો
નવાઝ લઈને આવેલ 10મી ઓવરના ચોથા બોલ પર રવિન્દ્ર જાડેજાએ છગ્ગો ફટકાર્યો છે. ફુટવર્કનો ઉપયોગ કરીને ઉઠાવીને છગ્ગો ફટકાર્યો છે. આ ઓવરના પહેલા બોલે જ નવાઝે કોહલીની વિકેટ ઝડપી હતી.
-
IND vs PAK, LIVE Score: વિરાટ કોહલી આઉટ
વિરાટ કોહલી પણ હવે પરત ફર્યો છે. તેણે બેટથી સતત રન નિકાળ્યા બાદ વિકેટ ગુમાવી છે. રોહિત શર્મા બાદ મહત્વની વિકેટ ભારતે ગુમાવી છે. થોડાક આગળ આવીને ઈનસાઈડ આઉટ ડ્રાઈવ લગાવવાના પ્રયાસમાં ટાઈમીંગ નહીં કરી શકતા લોંગઓફમાં ઈફ્તિખારના હાથમાં કેચ ઝડપાયો હતો.
-
IND vs PAK, LIVE Score: રોહિત શર્મા આઉટ
રોહિત શર્મા એ છગ્ગો જમાવ્યા બાદ વિકેટ ગુમાવી દીધી છે. ફરી એકવાર મોટો શોટ ફટકારવાના પ્રયાસમાં તેણે વિકેટ ગુમાવી છે. નવાઝના બોલને આગળ આવીને લોંગ આફ પર ફટકારવા જતા યોગ્ય ટાઈમીંગ નહીં જાળવી શકતા તે ઇફ્તિખારના હાથમાં કેચ ઝડપાયો હતો.
-
IND vs PAK, LIVE Score: રોહિત શર્માએ જમાવ્યો છગ્ગો
7મી ઓવર લઈને મોહમ્મદ નવાઝ આવ્યો છે. જેની ઓવરના ચોથા બોલ પર રોહિત શર્માએ છગ્ગો ફટકાર્યો હતો. આ પહેલા પણ રોહિતે નવાઝ પર છગ્ગો લગાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ બાઉન્ડરીની અંદર રહ્યો હતો. નવાઝ પર લોંગ ઓન પર શાનદાર છગ્ગો લગાવતા દર્શકો પણ ખુશ થઈ ગયા હતા.
-
IND vs PAK, LIVE Score: કોહલીની વધુ એક બાઉન્ડરી
છઠ્ઠી ઓવરના બીજા બોલ પર વિરાટ કોહલીએ ચાર રન મેળવ્યા હતા. હરિસ રઉફ આ ઓવર લઈને આવ્યો હતો. કોહલીએ તેના પસંદગીના શોટ વડે શાનદાર બાઉન્ડરી મેળવી હતી. ઓન સાઈડ પર ફ્લિક કરી દઈને હવામાં શોટ મારી લોંગ ઓનમાં ચાર રન મેળવ્યા હતા.
-
IND vs PAK, LIVE Score: વિરાટ કોહલીની બાઉન્ડરી
પાચમી ઓવર લઈને શાહનવાઝ દહાની આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર કોહલીએ ચોગ્ગો ફટકાર્યો હતો. ડીપ પોઈન્ટની દીશામાં ઉઠાવીને શોટ લગાવીને આ બાઉન્ડરી ફટકારી હતી.
-
IND vs PAK, LIVE Score: કોહલીએ ફટકાર્યો છગ્ગો
વિરાટ કોહલીએ હારિસ રઉફના બોલ પર છગ્ગો જમાવી દીધો છે. કોહલી બાઉન્સર બોલને પુલ કરવા ઈચ્છતો હતો. પરંતુ બેટની ઉપરની કિનારીને અડીને બોલ સીધો જ છગ્ગાના રુપમાં બાઉન્ડરીની પાર પહોંચ્યો હતો.
-
IND vs PAK, LIVE Score: કોહલીની શાનદાર બાઉન્ડરી
શાહનવાઝ દહાનીએ બીજી ઓવરમાં 7 રન આપ્યા હતા. ઓવરના પાંચમા બોલ પર કોહલીએ પુલ કરીને મિડ-વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો. ટીમ ઈન્ડિયા માટે અહીં આવા જ શોટની જરૂર હતી. પાકિસ્તાન તરફથી ઘણી આક્રમક બોલિંગ થઇ રહી છે.
-
IND vs PAK, LIVE Score: પ્રથમ ઓવર ખૂબ જ રોમાંચક રહી
નસીમની ઓવરમાં કોહલીને પણ મોટું જીવન મળ્યું. કોહલી ઓવરના ચોથા બોલ પર ડ્રાઇવ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બોલ બેટના કિનારે વાગ્યો હતો પરંતુ ફખર ઝમાન કેચ લઈ શક્યો ન હતો. તે જ સમયે, છેલ્લા બોલ પર રોહિત સામે જોરદાર અપીલ કરવામાં આવી હતી પરંતુ અમ્પાયરે આઉટ આપ્યો ન હતો. પાકિસ્તાનની જેમ ભારતની પ્રથમ ઓવરમાં પણ ઘણો ડ્રામા થયો હતો.
-
IND vs PAK, LIVE Score: કેએલ રાહુલે ગુમાવી વિકેટ
ભારતને પ્રથમ ઓવરના બીજા બોલ પર ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલની વિકેટ ભારતે એક રનના સ્કોર પર જ ગુમાવી દીધી છે. રાહુલના બેટને નસીમ શાહનો ઝડપી બોલ અડકીને સીધો જ સ્ટંપમાં જઈને ઘૂસતા બોલ્ડ થયો હતો. આમ રાહુલ ગોલ્ડન ડક પરત ફર્યો હતો.
-
IND vs PAK, LIVE Score: ભારતની બેટીંગ શરુ
ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા છે. પાકિસ્તાન તરફથી ડેબ્યૂ કરી રહેલ નસીમ શાહ ઓવર લઈને આવી રહ્યો છે.
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: ભારતને આપ્યો પાકિસ્તાને 148 રનનો લક્ષ્યાંક
પાકિસ્તાનની ઇનિંગ 147 રનમાં સમાપ્ત. પાકિસ્તાન 147/10 (19.5). ભૂવનેશ્વરે લીધી 4 તો હાર્દિકની 3 વિકેટ. રિઝવાનના સર્વાધિક 43 રન.
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: દહાનીની અંતિમ ઓવરમાં સિક્સ
દહાનીનો અંતિમ ઓવરમાં આક્રમક અંદાજ, ફટકારી સિક્સ.
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: ભૂવનેશ્વરનો હેટ્રિક ચાન્સ
ભૂવનેશ્વરે બે બોલમાં ઝડપી બે વિકેટ. પાકિસ્તાનની 9 વિકેટ આઉટ. પાકિસ્તાન 136/9 (19).
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: પાકિસ્તાનને 8 મો ઝટકો
શાદાબ ખાનને ભૂવનશ્વરે કર્યો આઉટ. શાદાબ 10 રન કરી LBW આઉટ.
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: હેરિસ રોફની બે ફોર
હેરિસ રોફની શાનદાર બેટિંગ. એક ઓવરમાં ફટકારી બે ફોર. પાકિસ્તાનનો સ્કોર 124-7(18)
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: પાકિસ્તાનને 7મો ઝટકો
પાકિસ્તાનની નિરાશાજનક બેટિંગ યથાવત, 7 મી વિકેટ ગુમાવી. નવાઝ 1 રન કરી આઉટ. અર્શદિપ સિંહે લીધી વિકેટ. પાકિસ્તાનનો સ્કોર 116/7 (17.2).
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: પાકિસ્તાનની 6 વિકેટ આઉટ
ભૂવનેશ્વર કુમારને મળી સફળતા. આસિફ અલી 9 રન કરી આઉટ. ભૂવનેશ્વરની બીજી સફળતા. પાકિસ્તાનનો સ્કોર 114/6 (17)
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: હાર્દિક પંડ્યાનો શાનદાર સ્પેલ
હાર્દિકે 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી 25 રન આપ્યા. પાકિસ્તાનનો સ્કોર 111/5 (16).
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: હાર્દિકે લીધી એક ઓવરમાં બે વિકેટ
રિઝવાન બાદ ખુશદિલ પણ આઉટ. પાકિસ્તાનની સ્થિતિ ખરાબ 97/5 (14.3).
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: હાર્દિકની શાનદાર બોલિંગ
હાર્દિકનો ઇકોનોમિકલ સ્પેલ. 3 ઓવરના અંતે 1 વિકેટ લઇ 18 રન આપ્યા.
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: પાકિસ્તાનને ત્રીજો ઝટકો
હાર્દિકે અપાવી મહત્વપૂર્ણ સફળતા. આક્રમક થઇ રહેલા ઇફ્તિખાર આઉટ; પાકિસ્તાન 87/3 (12.1).
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: પાકિસ્તાનનો સ્કોર 87/2 (12)
રિઝવાનની ધીમી બેટીંગ યથાવત. રિઝવાન 36 (36), ઇફ્તિખાર 28 (21).
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: ઇફ્તિખારની પ્રથમ સિક્સ
ચહલની ઓવરમાં ઇફ્તિખારનો આક્રમિક શોટ.
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: પાકિસ્તાનનો સ્કોર 73/2 (10.2)
રિઝવાનની ફોર. આવેશ ખાનની ખરાબ ફિલ્ડીંગ.
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: પાકિસ્તાનના 10 ઓવરના અંતે 68/2(10)
સ્પિનરોની ઇકોનોમિકલ બોલિંગ. રિઝવાન 29 (31), ઇફ્તિખાર 16(14).
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: પાકિસ્તાનની 7 ની રનરેટ
પાકિસ્તાનનો સ્કોર 63/2(9). રિઝવાન 26 (28), ઇફ્તિખાર 14 (11).
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: પાકિસ્તાનનો સ્કોર 59/2 (8), સ્પિનરોનો આગમન
ઇફ્તિખારની બીજી ફોર, ચહલે પ્રથમ ઓવરમાં આપ્યા 8 રન. રિઝવાન 24 (25), ઇફ્તિખાર 13 (8).
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: ઇફતિખાર અહમદની ફોર
સાતમી ઓવરમાં ઇફતિખારની પ્રથમ ફોર. હાર્દિકે આપ્યા 2 ઓવરમાં 15 રન.
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: આવેશ ખાને અપાવી બીજી સફળતા, ઝમાન 10 રન બનાવી આઉટ
વિકેટની પાછળ કાર્તિકે કર્યો કેચ. પાકિસ્તાનનો સ્કોર 43/2 (6).
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: રિઝવાનની આક્રમક બેટિંગ
સિક્સ પછી તરત બીજા બોલે ફોર. પાકિસ્તાન 42/1
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: પાકિસ્તાનનો સ્કોર 30/1 (5)
પાકિસ્તાનની ધીમી શરૂઆત. ઝમાને ઓવરની પ્રથમ બોલમાં ફોર ફટકારી, પછી ઓવર ઇકોનોમિકલ.
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: પાકિસ્તાનનો સ્કોર 23/1 (4)
ભારતીય બોલરની ઇકોનોમિકલ શરૂઆત, રનરેટ કાબૂમાં. રિઝવાને ફટકારી પ્રથમ ફોર. રિઝવાન 7 , ઝમાન 4.
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: પાકિસ્તાનને પ્રથમ ઝટકો, બાબર આઝમ આઉટ
બાબર આઝમ 10 રન કરી આઉટ. ભૂવનેશ્વરને સફળતા મળી, અર્શદિપ સિંહે શોર્ટ ફાઇન લેગ પર કર્યો કેચ
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: પાકિસ્તાનનો સ્કોર 14/0 (2)
ઓવરની અંતે બાબર આઝમના બેટથી શાનદાર ફોર. આઝમ 10, રિઝવાન 2.
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: અર્શદિપ સિંહની નર્વસ શરૂઆત
પ્રથમ ઓવરની શરૂઆતમાં આપી બે વાઇડ.
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: પાકિસ્તાનનો સ્કોર 6/0 (1)
પ્રથમ ઓવરમાં બાબર આઝમના બેટથી શાનદાર ફોર.
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: ભારતે લીધો રિવ્યુ
રિઝવાન સામે ભારતીય ટીમે લીધો રિવ્યુ. વિકેટની પાછળ કેચ માટે રિવ્યુ. થર્ડ અમ્પાયરે નોટ આઉટનો આપ્યો નિર્ણય
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: પાકિસ્તાનના રિઝવાનનો રિવ્યુના કારણે બચાવ
રિઝવાનને આઉટ અપાયો LBW. નિર્ણયને કર્યો રિવ્યુ. અમ્પાયરનો નિર્ણય થર્ડ અમ્પાયરે બદલ્યો.
-
Ind vs Pak T20 Asia Cup LIVE Score: મેચની શરૂઆત, ખેલાડીઓ મેદાન પર તૈયાર
ભૂવનેશ્વર કુમાર કરશે બોલિંગની શરૂઆત, આઝમ અને રિઝવાન કરશે બેટિંગની શરૂઆત.
-
India Vs Pakistan T20 Match: સ્પિનર્સનો મહત્વનો રહેશે રોલ
ગઇકાલે રમાનારી શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચથી સ્પષ્ટ છે કે આ મેચમાં સ્પિનરોની ભૂમિકા પણ ઘણી મહત્વની રહેશે. ભારત માટે યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજા આ જવાબદારી નિભાવશે.
-
India Vs Pakistan T20 Match: પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ફખર ઝમાન, ઇફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હારિસ રઉફ, શહનબાઝ દાહાની.
-
India Vs Pakistan T20 Match: ભારતની પ્લેઇંગ ઇલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ
-
India Vs Pakistan T20 Match: ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો
ભારત-પાકિસ્તાન એશિયા કપના મુકાબલામાં ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો. ઋષભ પંત ટીમમાંથી બહાર અને દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન.
ભારત-પાકિસ્તાન એશિયા કપના મુકાબલામાં ભારતે ટોસ જીતીને બોલીંગનો નિર્ણય કર્યો#AsiaCup #AsiaCup2022 #INDvsPAK #TeamIndia pic.twitter.com/JtCWXt0LCC
— Tv9 Gujarati (@tv9gujarati) August 28, 2022
-
India Vs Pakistan T20 Match: ગંભીરે બેટિંગ ઓર્ડરને લઇને કર ટિપ્પણી
ગૌતમ ગંભીરે મેચની પહેલા કહ્યું કે વિરાટ કોહલીએ ત્રીજા નહી પણ ચોથા નંબરે રમવું જોઇએ. તેમણે ઇચ્છા વ્યક્ત કરી કે સૂર્યકુમાર યાદવને ત્રીજા સ્થાને તક મળે અને વિશ્વ કપ પણ આ સ્થાન પર રમે.
-
India Vs Pakistan T20 Match: રાહુલ-રોહિતે પીચનું નિરીક્ષણ કર્યું
કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે પીચનું નિરીક્ષણ કર્યું. બંને ટોસ પહેલા જાણવા માંગશે કે જો ટોસ જીત્યા તો શું નિર્ણય કરવો જોઇએ.
-
India Vs Pakistan T20 Match: પ્રેક્ષકોથી ભરાયું સ્ટેડીયમ
ભારત વિ. પાકિસ્તાન મેચ શરૂ થવા પહેલા બંને ટીમના ક્રિકેટ પ્રેમીઓ પોતાની ટીમનો ઉત્સાહ વધારવા સ્ટેડીયમમાં ભેગા થયા છે. સ્ટેડીયમમાં તો ફેન્સ છે જ પણ સ્ટેડીયમની બહાર અને દુનિયાભરમાં ફેન્સનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
-
India Vs Pakistan T20 Match: વોર્મ અપ કરવા મેદાન પર આવ્યા કોહલી
મેચ માટે ભારત અને પાકિસ્તાનની ટીમ મેદાન પર પહોંચી છે. ખેલાડીઓએ વોર્મ અપ શરૂ કર્યું છે. વિરાટ કોહલી પણ બેટ લઇ મેદાન પર પહોંચી ગયા છે.
-
India Vs Pakistan T20 Match: નસીમ શાહ આજે કરશે ડેબ્યૂ
પાકિસ્તાન તરફથી આજે 19 વર્ષીય યુવા ફાસ્ટ બોલર નસીમ શાહ ટી20 ડેબયૂ કરવાનો છે. ભારતે તેમના સામે સતર્ક રહેવાની જરૂર છે.
-
India Vs Pakistan T20 Match: ઋષભ પંત કે દિનેશ કાર્તિક ?
ટીમ ઇન્ડીયાના કેપ્ટન રોહિત શર્મા આજે પ્લેઇંગ ઇલેવનમાં ઋષભ પંતને સ્થાન આપશે કે અનુભવી દિનેશ કાર્તિકને, એ જાણવા ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સુક્તા છે. બંને ખેલાડી છેલ્લા કેટલા સમયથી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.
-
India Vs Pakistan T20 Match: ટી-20 માં ભારત-પાકિસ્તાનનો રેકોર્ડ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 ફોર્મેટમાં અત્યાર સુધી 9 મેચો રમાઇ છે, જેમાં 6 મેચમાં ભારતની જીત અને ફક્ત બે મેચમાં પાકિસ્તાનને જીત મળી છે. એક મેચ ટાઇ થઇ છે. બંને વચ્ચે છેલ્લી મેચ પણ ટી20 ફોર્મેટમાં રમાઇ હતી જેમાં પાકિસ્તાનની જીત થઇ હતી.
-
India Vs Pakistan T20 Match: પ્રિયંકા વાડ્રાએ પણ પાઠવી શુભેચ્છા
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ યૂટ્યૂબ પર વીડિયોમાં કહ્યું કે, મારી પાસે એક વિશેષ યાદ છે. ઘણા વર્ષો પહેલા હું ભારત-પાકિસ્તાનની મેચ જોવા કરાચી ગઇ હતી. હું એ ક્ષણને ક્યારે નહીં ભૂલી શકું જ્યારે ભારતે મેચ જીતી હતી.
-
Ind vs Pak LIVE Score: : રોહિતે વિરાટને શુભેચ્છા પાઠવી
Wishes galore for @imVkohli ahead of his 100th T20I for #TeamIndia.
Listen in to what the team members have to say on his milestone game.#AsiaCup2022 #INDvPAK pic.twitter.com/uWloBWzBxI
— BCCI (@BCCI) August 28, 2022
-
Ind vs Pak LIVE Score: આજે જામશે ખરાખરીનો જંગ
Groups of Asia Cup 2022 #AsiaCup #INDvPAK #PAKvIND #Cricket #TV9News pic.twitter.com/LsKcpsUTQ5
— Tv9 Gujarati (@tv9gujarati) August 28, 2022
-
Ind vs Pak LIVE Score: તમારુ શું કહેવુ કોણ જીતશે ? આ જંગ
Asia Cup2022માં ભારત VS પાકિસ્તાન વચ્ચેનો જંગ કોણ જીતશે ?#AsiaCup #INDvPAK #AsiaCup2022 #TeamIndia #PAKvIND #Cricket #TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) August 28, 2022
-
Ind vs Pak LIVE Score: રાહુલ ગાંધીએ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. તેણે કહ્યું, ‘બધા આ મેચની રાહ જોઈ રહ્યા હતા, તે દિવસ આવી ગયો છે. ટીમ ઈન્ડિયાને મારા તરફથી અભિનંદન.
-
Ind vs Pak LIVE Score: પાકિસ્તાનની ટીમ કાળી પટ્ટી બાંધીને મેચમાં ઉતરશે
આ પણ વાંચો : India Vs Pakistan: ભારત સામેની મેચમાં પાકિસ્તાનની ટીમ કાળી પટ્ટી બાંધીને મેચમાં ઉતરશે, જાણો કેમ
-
Ind vs Pak LIVE Score: : ભારતે આ 4 પડકારને પાર કરવા જરુરી
આ પણ વાંચો : IND vs PAK: ભારતે આ 4 પડકારને પાર કરવા જરુરી, ત્યાર બાદ ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત
-
Ind vs Pak LIVE Score: રાહુલ દ્રવિડનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તે દુબઈ ગયેલી ભારતીય ટીમમાં સામેલ થઈ ગયો છે. તેમની જગ્યાએ વચગાળાના કોચ VVS લક્ષ્મણ બેંગલુરુ પરત ફર્યા છે.
-
Ind vs Pak LIVE Score: ચાહકો પણ મેચને લઈને ઉત્સાહિત
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને લઈને માત્ર ક્રિકેટરોમાં જ નહીં પરંતુ ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આનું કારણ એ પણ છે કે બંને વચ્ચે વર્ષોથી દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી.
-
Ind vs Pak LIVE Score: બાબર આઝમે પોતાની ટીમને છેલ્લો વર્લ્ડકપ મેચ યાદ કરવાનું કહ્યું
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પોતાની ટીમને છેલ્લા વર્લ્ડકપ મેચને યાદ કરવાનું કહ્યું છે. છેલ્લા વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમે ભારતને દુબઈના જ મેદાનમાં 10 વિકેટથી હરાવ્યુ હતુ. આ જ મેદાન પર આજે ફરી એક વખત બંન્ને ટીમની ટક્કર થશે.
” “
Listen to the encouraging words from our captain #AsiaCup2022 | #BackTheBoysInGreen pic.twitter.com/odSavfgKO6
— Pakistan Cricket (@TheRealPCB) August 27, 2022
-
Ind vs Pak LIVE Score:રોહિત ટી20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે
રોહિત શર્મા આ મેચમાં ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની શકે છે. જો મેચમાં રોહિત શર્મા 11 રન બનાવી લે છે તો ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડી શકે છે. ગુપ્ટિલના 3497 રન છે. તે જ સમયે, ભારતીય કેપ્ટનના 3487 રન છે. વિરાટ કોહલી આ મામલે ત્રીજા સ્થાને છે. તેના નામે 3308 રન છે.
-
Ind vs Pak LIVE Score: PCB વીડિયો શેર કર્યો
મેચ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક વીડિયો શેર કર્યો છે. જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચાહકો ઓટોગ્રાફ લેતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કરતા પીસીબીએ ચાહકોને પોતાની અસલી તાકાત ગણાવી છે.
From dawn to dusk, fans are our real support 🙌#AsiaCup2022 | #INDvPAK pic.twitter.com/klr0wHBG5E
— Pakistan Cricket (@TheRealPCB) August 28, 2022
-
Ind vs Pak LIVE Score: Asia Cup 2022માં ધમાલ મચાવશે કોહલી?
આ પણ વાંચો : Asia Cup 2022માં ધમાલ મચાવશે કોહલી? કેપ્ટન રોહિતે વિરાટના ફોર્મ વિશે આપ્યું મોટું અપડેટ
-
Ind vs Pak LIVE Score:સચિને 2003 વર્લ્ડ કપનો ફોટો શેર કર્યો
સચિને 2003 વર્લ્ડ કપનો ફોટો શેર કર્યો છે. આ વર્લ્ડ કપમાં ભારતે સચિનના 98 રનની ઈનિંગની મદદથી પાકિસ્તાનને હરાવ્યું હતું. સચિને શેર કરેલો ફોટો મેચ પછીનો છે, જ્યારે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ હાથ મિલાવતા હતા.
Waiting for the #INDvsPAK match tonight!🏏 #AsiaCup2022 pic.twitter.com/LCpOS7GwFY
— Sachin Tendulkar (@sachin_rt) August 28, 2022
-
Ind vs Pak LIVE Score:100મી T20 મેચ પહેલા ડી વિલિયર્સે વિરાટને શુભેચ્છા પાઠવી
વિરાટ કોહલીની 100મા ટી20 મેચ પહેલા તેના ખાસ મિત્ર ડી વિલિયર્સે વિરાટને ખાસ શુભકામના પાઠવી છે.
.@ABdeVilliers17 has a special message for his close friend @imVkohli ahead of his 100th T20I! ❤️
DP World #AsiaCup2022 | #INDvPAK | #TeamIndia | #BelieveInBlue | #GreatestRivalry pic.twitter.com/nG0VbOo27O
— Star Sports (@StarSportsIndia) August 28, 2022
-
Ind vs Pak LIVE Score:રિકી પોન્ટિંગે કહ્યું કે ભારત મેચ જીતશે
રિકી પોન્ટિંગે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા સંજના ગણેશન સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ભારત આ મેચ જીતશે. તેણે કહ્યું કે ભારત-પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની મેચોનું દબાણ એક સરખું છે, પરંતુ અત્યારે ભારતીય ટીમ વધુ મજબૂત દેખાઈ રહી છે.
Who is Ricky Ponting expecting to win between India and Pakistan in their big Asia Cup match on Sunday?
The Australia great shared his thoughts on The ICC Review recently.
More 👉 https://t.co/0fqEuy89in pic.twitter.com/Ncxqk8vVhG
— ICC (@ICC) August 28, 2022
-
Ind vs Pak LIVE Score: ભારતની ટીમ તૈયાર
Today two teams go one on one in a high octane clash of the #AsiaCup2022
Click below to watch #TeamIndia members speak about Battle Royale #INDvPAK
📽️📽️ https://t.co/7s1ncpc2ZB #AsiaCup2022 pic.twitter.com/aomE2U7wxN
— BCCI (@BCCI) August 28, 2022
-
Ind vs Pak LIVE Score: એશિયા કપમાં બંને ટીમો 15મી વખત આમને સામને થશે
એશિયા કપમાં બંને ટીમો વચ્ચે આ 15મી મેચ હશે. આ પહેલા રમાયેલી 14 મેચોમાં 8 મેચ ભારત અને 5 મેચ પાકિસ્તાને જીતી છે. એક મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. ભારત છેલ્લે 2012માં આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે હારી ગયું હતું.
Published On - Aug 28,2022 4:15 PM