AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs Pakistan: ભારત સામેની મેચમાં પાકિસ્તાનની ટીમ કાળી પટ્ટી બાંધીને મેચમાં ઉતરશે, જાણો કેમ

ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે આજે સાંજે ટક્કર થનારી છે. બંને ટીમો એશિયા કપ (Asia Cup 2022) ને જીતવા માટે દાવો કરી રહી છે, પરંતુ આ પહેલા બંને એક બીજા સામે જીતવા માટે પૂરો દમ લગાવી દેશે

India Vs Pakistan: ભારત સામેની મેચમાં પાકિસ્તાનની ટીમ કાળી પટ્ટી બાંધીને મેચમાં ઉતરશે, જાણો કેમ
Pakistan Cricket Team કાળી પટ્ટી પહેરશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 5:17 PM
Share

પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) રવિવારે એશિયા કપ-2022 (Asia Cup 2022) ની પોતાની પ્રથમ મેચમાં  ભારત સામે રમશે. દુનિયાની નજર આ મેચ પર છે. સમગ્ર ક્રિકેટ જગતમાં આ મેચની ચર્ચા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમે નિર્ણય લીધો છે. આ મેચમાં પાકિસ્તાનના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે. જ્યારે દુખની વાત આવે છે ત્યારે ખેલાડીઓ ઘણીવાર બ્લેક બેન્ડ સાથે રમે છે. આ વખતે પણ એવું જ છે. પાકિસ્તાનના ખેલાડીઓએ તેમના દેશમાં પૂરથી પ્રભાવિત લોકો સાથે એકતા દર્શાવવા માટે આ નિર્ણય લીધો છે. પાકિસ્તાનના એક પત્રકારે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

પાકિસ્તાનમાં હાલ પૂરનો પ્રકોપ ચાલુ છે. આ પાયમાલીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે. પાકિસ્તાનમાં પૂરે ખૈબર પખ્તૂન, બલુચિસ્તાન, સિંધ પ્રાંતમાં તબાહી મચાવી છે. આ પૂરના કારણે બલૂચિસ્તાનનો દેશના અન્ય ભાગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

વિનાશ વેરાયો

પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં આ પૂરમાં 119 લોકોએ જીવ ગુમાવ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે શનિવારે બલૂચિસ્તાનના ચાર, ગિલકિત બાલ્ટિસ્તાનના છ, ખૈબર પખ્તુનખ્વાના 31 અને સિંધ પ્રાંતના 76 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પૂરથી 110 જિલ્લા પ્રભાવિત છે. 72 જિલ્લાઓને દુર્ઘટનાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર પાકિસ્તાનમાં આ પૂરથી 33 મિલિયન લોકો પ્રભાવિત થયા છે. એક મીડિયા અહેવાલ મુજબ 955,000 ઘર તબાહ થયા છે. જેમાં 655000 ઘર અર્ધ ક્ષતીગ્રસ્ત થયા છે.

પાકિસ્તાન લાગ્યો આંચકો

આ મેચ ભારત અને પાકિસ્તાન બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંને ટીમો કોઈપણ સંજોગોમાં આ મેચ જીતવા ઈચ્છશે. જો કે આ મેચ પહેલા પાકિસ્તાનને એક ઝટકો લાગ્યો છે. ટીમનો મુખ્ય ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. એટલું જ નહીં, મોહમ્મદ વસીમ જુનિયર પણ પીઠની ઈજાને કારણે બહાર થઈ ગયો છે. આ ટુર્નામેન્ટ માટે હસન અલીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હસનને અગાઉ ટીમમાં સ્થાન મળ્યું ન હતું, પરંતુ શાહીનની ઈજા બાદ તેને બોલાવવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">