હાલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે મેચની સિરીઝ રમાઈ રહી છે. જેની પ્રથમ વનડે ગુવાહાટી અને બીજી કોલકાતામાં રમાઈ હતી, અંતિમ વનડે મેચ તિરુવનંતપુરમમાં રવિવારે રમાશે. આ સાથે જ શ્રીલંકન ક્રિકેટ ટીમનો ભારત પ્રવાસ સમાપ્ત થશે. ત્યાર બાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે આવનાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલા 3 વનડે મેચની સિરીઝ અને બાદમાં 3 T20 મેચની સિરીઝ રમાનાર છે. આ માટે 16 સભ્યો વાળી T20 સ્ક્વોડનુ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એલાન કરી દીધુ છે. ટીમનુ સુકાન મિશેલ સેન્ટનર સંભાળશે. જે કીવી ટીમનો સ્પિનર બોલર છે.
પહેલાથી જ જાહેર થયા મુજબ કેન વિલિયમસન અને ટિમ સાઉથી ભારત પ્રવાસે આવનારી ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ સાથે નહીં આવે. તેના સ્થાને ટી20 સિરીઝમાં સ્પિનર સેન્ટનરને ટીમનુ સુકાન સોંપવામાં આવ્યુ છે. જે અગાઉ 11 મેચોમાં કેપ્ટનશિપ સંભાળી ચુક્યો છે. તે 80 T20 મેચ રમી ચુક્યો છે. સેન્ટરની આગેવાની વાળી આ ટીમમાં ન્યુઝીલેન્ડે નવા ખેલાડીઓને મોકો આપ્યો છે. પાકિસ્તાન પ્રવાસેથી જ ટીમના મોટા ભાગના ખેલાડીઓ ભારત પહોંચશે. જ્યારે કેટલાક ખેલાડીઓ ન્યુઝીલેન્ડથી સીધા જ ભારત પહોંચશે.
કિવી ક્રિકેટ બોર્ડે દ્વારા 16 સભ્યોની સ્ક્વોડ જાહેર કરાઈ હતી. જેમાં ડેવેન કોન્વે, ફિન એલન અને ગ્લેન ફિલિપ્સ જેવા સ્ટાર બેટ્સમેનોનો સમાવેશ છે. જ્યારે કેપ્ટન મિશેલ સેન્ટનર, મૂળ ભારતીય ઈશ સોઢી, લોકી ફરગ્યુશન જેવા બોલરો ભારત પ્રવાસે આવનારી ટીમના સભ્યો તરીકે સમાવેશ થયો છે.
બ્લેકકેપ ટીમમાં નવા ચહેરાઓમાં એક 27 વર્ષીય ઝડપી બોલર બેન લિસ્ટરને તક અપાઈ છે. સ્વિંગ કરી જાણતો આ ઝડપી બોલર અગાઉ કિવીની એ ટીમ સાથે ભારતનો પ્રવાસ ખેડી ચૂક્યો છે. ઓકલેન્ડ તરફથી રમી રહેલો આ બોલર ગત વર્ષનો શ્રેષ્ઠ ખેલાડી પસંદ થયો હતો. તે 39 T20 મેચોમાં 40 વિકેટ ઝડપી ચૂક્યો છે. ન્યુઝીલેન્ડની નેશનલ ટીમ તરફથી તેને પ્રથમ વખત તક મળી રહી છે. પાકિસ્તાન પ્રવાસ દરમિયાન વનડે સિરીઝમાં ડેબ્યૂ કરનાર હેનરી શિપલીને ભારત પ્રવાસની તક મળી છે. આ બંનેને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
Our T20 Squad to face India in 3 T20Is starting later this month in Ranchi! Congratulations to @aucklandcricket‘s Ben Lister and @CanterburyCrick‘s Henry Shipley on being selected in a BLACKCAPS T20 Squad for the first time. More | https://t.co/bwMhO2Zb76 #INDvNZ pic.twitter.com/jFpWbGPtGx
— BLACKCAPS (@BLACKCAPS) January 12, 2023
મિશેલ સેન્ટનર (કેપ્ટનવ), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેન ક્લેવર, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, બેન લિસ્ટર, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ રિપન, હેનરી શિપલી, ઈશ સોઢી, બ્લેર ટિકનર.
Published On - 8:00 am, Fri, 13 January 23